અંગદાન માટે પહોચવુ

Print
"તમારા અંગો સ્વર્ગમાં નહી લઈ જાવ કારણકે ભગવાનને ખબર છે કે તેની અહીયા જરૂર છે".
જીવનમાં કેટલાક એવા કર્મો છે જે અંગદાન કરતા વધારે મહાન છે. આપણે દુનિયામાંથી ચાલી ગયા પછી અંગોનુ દાન કરવુ તે બીજી વ્યક્તિને જીવન આપી શકે છે. અંગદાન આપણે ચાલ્યા ગયા પછી, આપણી પાછળ એક આર્શ્ચયજનક વારસો છોડી જઈએ છીએ. આંખો દુનિયાના ચમત્કારો જોવા ચાલુ રાખે છે અને હૃદય નવા ગાયનો ગાવાનુ ચાલુ રાખે છે. એક વ્યક્તિનુ અંગદાન ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓને નવુ જીવન જીવવાની તક આપી શકે છે. આંખોનુ દાન બે વ્યક્તિઓને કિમતી દૃષ્ટી આપી શકે છે. મર્યા પછી ધુળમાં પાછો જવા કરતા, અંગો બીજાઓને નવી જીંદગી શ્વાસ લઈને જીવવા દયે છે. આ ભાગ તમને અંગદાનની પ્રક્રિયા ઉપર માર્ગદર્શન આપી શકશે.