Alzheimer's ના રોગ માટે જોખમી કારણો.

Print
ઉમર
Alzheimer's ના રોગનુ સૌથી મોટુ જોખમ વધતી ઉમર છે. Alzheimer'sનો રોગ વધવાની શક્યતા દરેક ૫.૫ વર્ષે ૬૫ વર્ષથી ૮૫ વર્ષની ઉમર સુધી વધતી જાય છે. વસ્તુસ્થિતી જોતા ફક્ત ૧% - ૨% ૭૦ વર્ષની ઉમરના વ્યક્તિઓને Alzheimer's નો રોગ છે, કોઇક અભ્યાસોમાં લગભગ ૪૦% વ્યક્તિઓ જેની ઉમર ૮૫ વર્ષની છે, તેમને Alzheimer's નો રોગ હોય છે. તે છતા જેઓ ૯૫ વર્ષની આયુષ્ય કરતા વધારે જીવે છે, તેમને Alzheimer's નો રોગ નથી. જેવી રીતે આપણી ઉમર વધે છે, આપણા શરીરને તેને પોતાને સારા કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે. આ બદલાવ જુદાજુદા લોકોના મગજમાં જુદાજુદા દરે થાય છે.

કુંટુંબનો ઇતિહાસ અને વારસો.
જો તમારા કુંટુંબમાં કોઇને Alzheimer's નો રોગ હોય તો તમને આ રોગ લાગવાનુ જોખમ વધારે હોય છે. શોધકર્તાઓ એમ માને છે કે વંશાનુગત અને Alzheimer's નો રોગ સબંધિત છે, પણ તે નક્કી નહી.

Apolipoprotein E-4 (ApoE) gene
apoE gene ના ત્રણ જાતના જુદાજુદા પ્રકારો છે - apoE2, apoE3, and apoE4. અભ્યાસે બતાવ્યુ છે કે apoE4 ના gene નો પ્રકાર ઘણા લોકોમાં વધારે પડતા Alzheimer's ના રોગના જોખમની સાથે સંકળાયેલ છે. દરેક વ્યક્તિને genesના બે સેટ હોય છે, માતાપિતા તરફથી બંનેનો એક. ApoE4 એક apoE geneનો જુદો પ્રકાર છે. જો એક વ્યક્તિની apoE gene ની જોડી એક બીજાથી જુદી હોય તો તેની પાસે apoE4 એક જ હોય તો તેમને Alzheimer's નો રોગ થવાનુ ત્રણ ગણુ વધારે જોખમ છે. પણ જો તેઓ apoE4 genesને લઈ જતા હોય તો તેનુ જોખમ ૧૦ ગણુ વધે છે. તે છતા લોકો જેને apoE4 genes ન હોય તો પણ તેમને Alzheimer'sનો રોગ થાય છે અને જે લોકોને બે apoE4 genes હોય તેમને જરૂરી નથી કે આ રોગ લાગે. તેમ હોવા છતા જન્મથી genes હોય તેમને તેમની મેળાયેAlzheimer's નો રોગ નથી થતો. રોગ થવા માટે મગજે કેટલાક કટોકટીભર્યા યુગમાંથી પસાર થવુ પડશે.

શોધકર્તાઓ સક્રિય રૂપમાં સામાન્ય genes ના પુરાવા શોધી રહ્યા છે, જે કદાચ Alzheimer's રોગના નિમિત્ત બને.

મધુમેહનો વિકાર.
આ કેટલાક સમયથી એમ જાણવામાં આવ્યુ છે કે પ્રકાર ૨ (વયસ્ક)નો મધુમેહનો વિકાર Alzheimer's ના રોગ થવાના જોખમનુ કારણ છે. આમ ગ્રહિત કરવામાં આવ્યુ છે, કારણકે લોહીની નસ અને હદયનો વિકાર મધુમેહની સાથે જોડાયેલ છે જેને લીધે Alzheimer's ની બીમારીનુ પણ જોખમ છે. તે પણ જાણીતી વાત છે કે ગ્લુકોઝનો ઉપયોગAlzheimer's નો રોગ થયેલા લોકોના મગજને નુકશાન કરે છે, કેટલાક અંશે મધુમેહના વિકારવાળા લોકોના શરીરના પરિસ્થિતીને મળતી. નવી શોધ આપણને બતાવે છે કે Alzheimer's નો રોગ મગજને નુકશાન કદાચ એ કારણે કરે છે કે મગજ મધુમેહના વિકારની સ્થિતીની એક જાત હોય, તે છતા એક સાધારણ સમજમાં એક વ્યક્તિને મધુમેહનો વિકાર ન હોય. Alzheimer'sના રોગવાળા વ્યક્તિના મગજમાં એમ દેખાય છે કે મગજમાં insulin નુ ઉત્પાદન ઓછુ થાય, કોઇ પણ કારણને લીધે અથવા મગજના કોષો insulin ને અસંવેદનશીલ થાય છે.

નીચેના લક્ષણો.
લગભગ બધા નીચેના લક્ષણોવાળા વ્યક્તિઓ જેમની ઉમર ૪૦ વર્ષની છે તેમના મગજના કોષો Alzheimer'sના રોગની સાથે બદલાય છે. Alzheimer'sનો રોગ લગભગ ૫૦ અથવા ૬૦ વર્ષની ઉમરના વ્યક્તિઓને વિકસિત થાય છે.

માથા ઉપર ઈજા.
મગજમાં ઇજા ખાસ કરીને વારંવાર સખત આઘાતથી થતી ઇજા Alzheimer's ના રોગ થવાના જોખમભર્યા કારણો છે, જે પછી વિકસિત થાય છે.

સ્ત્રીઓમાં રજોનિવૃતિનો કાળ.
સ્ત્રીઓમાં પુરૂષો કરતા Alzheimer's નો રોગ થવાનુ જોખમ વધારે હોય છે. પુરૂષો કરતા સ્ત્રીઓને Alzheimer's નો રોગ થવાની શક્યતા બમણી છે. પુરૂષોની તુલનામાં તે વધારે જીવે છે, તે કદાચ અમુક અંશે કારણભુત હોય, કારણકે અમુક અંશે પુરૂષ કરતા સ્ત્રીને મધુમેહનો રોગ થવાનુ વલણ વધારે છે, પણ કારણકે મોટા ભાગે સ્ત્રીઓને રજોનિવૃતિના સમય પછી સ્ત્રીમાં અંત:સ્ત્રાવના કૃત્રિમ પદાર્થનો ઘટાડો થાય છે. ઘણા વર્ષો સુધી સ્ત્રીને રજોનિવૃતિના લક્ષણોથી છુટકારા પામવા માટે estrogen વાપરવાની સલાહ અપાય છે. તાજેતરમાં એક મોટા પાયા ઉપર સ્ત્રીઓનો વૈદ્યકીય અભ્યાસ કર્યા પછી જે કૃત્રિમ પદાર્થ બદલવાની સલાહ આપી હતી, તે ઉપચાર પદ્ધતિ HRTને બંધ કરવાનુ કહ્યુ હતુ કારણકે બંને અસરહીન અને આડ અસરને સંભવિત જોખમકારક હતા. ગમે તે નિર્ણય HRT ના વાપરવા પહેલા એક પરામર્શ કરતા ચિકિત્સકની સલાહ લેવી.

જોખમને ઓછુ કરવુ.
Alzheimer's ના રોગનુ એકંદર જોખમ ઓછુ કરાવીને એક સ્વસ્થ જીવનશૈલી જીવવા મદદ કરશે. એક સ્વસ્થ જીવનશૈલીમાં સમાવેશ છે - નિરોગી ખોરાક, સાધારણ લોહીને દબાણ જાળવવુ, ચરબીના કોષોનુ સ્તર ઓછુ કરવુ, સામાજીક પ્રવૃતિઓમાં ભાગ લઈને અને મગજના કાર્યક્ષે઼ત્રને ઉત્તેજીત કરીને. સમરૂપ જોડકાનો અભ્યાસ કરીને(જુઓ એક જ genes વહેચીને) એ જણાયુ હતુ કે એકંદર ૬૦ ટકા જેટલુ જોખમ ક્યાંકક્યાંકAlzheimer's ના રોગની જીવનશૈલી ઉપર આધારીત છે અને નહી કે આનુવંશિકતા.