આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ સ્થૂળપણુ સ્થૂળ સહાયતા સંઘના સભ્યો

સ્થૂળ સહાયતા સંઘના સભ્યો

Print PDF
કુમારી ફરઝાના ખાન (શસ્ત્રક્રિયા પહેલા અને પછી.)
સ્થૂળ હોવુ એ ત્રાસજનક છે, તે દુખ પહોચાડે છે. તે સમાજમાં લાંછન જેવુ છે. લોકોને જાણ નથી થતી કે સ્થૂળતા શું છે? જ્યારે સ્થૂળ માણસને ચાલતો જુએ છે ત્યારે રસ્તા ઉપરના લોકો તેની સામે હસે છે, તેમનો પહેલો આવેશ હસાડે છે, મજા ઊડાવવાનો છે, તે સ્થૂળ માણસની મજાક ઊડાવે છે, જે સાચી રીતે તેના સિવાય કોઇ સમજતુ નથી. તેને લીધે દુખ થાય છે. તેને લીધે બહુ વધારે દુખ થાય છે, કારણકે તે ફક્ત મને ખબર છે અહી હું તેમાંથી કેવી રીતે જઈ રહી છુ અને મૂળભૂત રીતે આ બધાયમાંથી હું પસાર થઈ ચુકી છુ. હું વર્ષોથી સ્થૂળ છુ અને નાની હતી ત્યારે પણ સ્થૂળ હતી. મારા પતિ છુટાછેડા લેવા માટે તૈયાર હતા અને હા, તે ઇચ્છતો હતો કે હું મારૂ વજન ઓછુ કરૂ પણ તેના માટે મે સખત પ્રયત્નો કર્યા અને છેલ્લા કેટલાક વર્ષોથી હું પ્રયત્ન કરી રહી છુ. હું જુદીજુદી વ્યાયામ શાળામાં પ્રયત્ન કરૂ છુ, મે ઓછુ જમવાનુ પણ અજમાવી જોયુ છે અને બધી જાતની સામગ્રીઓ અજમાવી છે. આ (વજન) ઓછુ થઈને ફરીથી પાછુ આવે છે. તમને ખબર છે કારણકે મારૂ ચયાપચય જ તેવુ છે. મારૂ વલણ જ વધારે વજન હોવાનુ છે. હું મારી આજુબાજુ દરેક વસ્તુ ઉપર મર્યાદા રાખુ છુ. મને જમવાનો બહુ શોખ છે અને વધારે સમય સુધી હું ખોરાકથી દુર રહી શકતી નથી. મારો મતલબ એ કે હું આહારને બહુ ગંભીરતાથી લઊ છુ, પણ તે કેટલો સમય. તમને ખબર છે કે તે અઘરૂ છે. હું છેલ્લા મહીના સુધી બહુ રડતી હતી જ્યારે હું અહીયા આવી. હું અહીયા બધા લોકોને મળી જેઓ શસ્ત્રક્રિયા વિષે વાતો કરતા હતા, હું જ્યારે અહીયા આવી ત્યારે મારી આંખોમાં આંસુ હતા પણ જ્યારે અહીયાથી બહાર ગઈ ત્યારે હું એક બદલાઈ ગયેલ વ્યક્તિ હતી અને મારા પગમાં ઊછાળ હતો. મને પહેલાથી વિશ્વાસ હતો કે તમને ખબર છે કે શસ્ત્રક્રિયા માટે વજન ઓછુ કરવા જઈ રહી છુ. મારે આગળ ઘણુ બધુ હજી જોવાનુ છે.

કુમારી.શ્યામલી દેબ (શસ્ત્રક્રિયા પહેલા અને પછી.)
હું ૩૭ વર્ષની ૫ ફુટ, ૩.૫ ઈંચ ઉચાઈવાળી સ્ત્રી છુ. મારી સ્થૂળતા મને વારસામાં નથી મળી કારણકે મારા માતાપિતા અને ભાઈબહેનનો શરીરનો બાંધો સામાન્ય છે. મારૂ વજન પહેલી શસ્ત્રક્રિયા દ્વારા થયેલ પ્રસુતિ પછી ૧૯૮૯માં વધારે થવા લાગ્યુ. સ્વાસ્થય કલ્બની વિવિધ બેઠકોમાં હાજરી આપ્યા પછી મારૂ વજન ૨૨ કિલો ઓછુ થયુ. તેમ છતા, ૧૯૯૪માં મારી જમણી ઘૂંટી ભાંગી ગઈ અને પછી હું કસરત નહી કરી શકી. મે મારૂ પહેલુ બાળક પ્રસુતિ દરમ્યાન ગુમાવ્યુ, કારણકે મને Gestational નો મધુમેહ હતો. દા.ત. ફક્ત ગર્ભાવસ્થા દરમ્યાન સાકરનુ ઉંચુ પ્રમાણ. જુલાઈ ૧૯૯૩ મને દિકરો હતો અને સંપુર્ણ ગર્ભાવસ્થા દરમ્યાન મારી સાકર Insulin લેવાથી નિયંત્રણમાં આવી હતી. મારે આ સમય દરમ્યાન ઘણી બધી બીજી દવાઓ લેવી પડી હતી અને એટલે મારૂ વજન વધીને ૧૨૫ કિલો થઈ ગયુ.

હું મારા મિત્ર દ્વારા જેની શસ્ત્રક્રિયા એક સાધારણ સમસ્યાને લીધે તેની ઇસ્પિતાલમાં થઈ હતી, તે ડૉ. શ્રીહરી.ઢોરે પાટીલને મળી. ડૉકટરે મને ચર્ચા કરવા માટે આમંત્રિત કરી અને હું Gastroplasty કરવા માટે તૈયાર થઈ ગઈ. મારી શસ્ત્રક્રિયા ૨૮ સપ્ટેંબર, ૧૯૯૯માં ૮ કલાક ચાલી જે ડૉ.એન્ડ્રુ જેમીસન અને ડૉ.ઢોરે પાટીલે કરી. હું ૧૨૫ કિલોની હતી અને મારી લોહીમાં સાકર ૨૭૬ હતી, સાકરને Insulin લઈને નિયંત્રણમાં લાવી હતી. આજે, એટલે કે ૨૨.૦૩.૨૦૦૦ એ મારૂ વજન ૯૯ કિલો છે અને લોહીમાં સાકર ફક્ત ૧૦૦ છે.

મારા જેવા લોકો માટે આ શસ્ત્રક્રિયા ઘણી બધી લાભકારક રહી, જેઓ મારી જેમ જમી શકતી નથી, કસરત નથી કરી શકતી, સામાજીક અને વ્યાવસાઈક ફરજને લીધે. મારૂ વજન ઓછુ થઈ રહ્યુ છે અને મને હવે મધુમેહ નથી. મારી ચામડી જે હંમેશાની સમસ્યા હતી, તે હવે સુવાળી થઈ ગઈ છે. શસ્ત્રક્રિયાને લીધે થયેલ નિશાની સિવાય હું હવે બળતરા, અળાઈથી પિડાતી નથી. વજન ઓછુ થવાથી મારી સહનશક્તિ હવે સારી થઈ છે. સીડી ઉપર ચડવુ એ હંમેશા મારા માટે ત્રાસદાયક અને હાંફ ચડાવનાર હતુ, પણ હવે હું બે માળા કોઇ પણ સમસ્યા વીના ચડી શકુ છુ. મને હવે મારા જુના કપડા બંધ બેસે છે. હવે હું નવા ફેશનવાળા કપડા પહેરી શકુ છુ, જે મારા શરીરને બરોબર રીતે શોભા દેતા નહી. શસ્ત્રક્રિયા પછી હું ફક્ત બે દિવસ પથારીવસ હતી. ત્રીજા દિવસ પછી હું ઓરડાની આજુબાજુમાં છેલ્લા દિવસ સુધી ચાલતી થઈ ગઈ હતી. હું ૧૫ દિવસ પ્રવાહી આહાર ઉપર હતી અને પછી અર્ધુ ઘટ્ટ અને છૂંદેલ આહાર ઉપર ચાલી ગઈ. મારો ખોરાક એકદમ ઓછો થઈ ગયો. દા.ત. અડધી રોટલી, પાંચ ચમચી ચોખા, વધારે પડતો અંદર લેવાયેલ ખોરાક તરત જ શરીરમાંથી ઉલ્ટી કરીને કાઢી નાખતી. પ્રવાહી જેટલી વાર લેવુ હોય તે લઈ શકાય છે અથવા તેણીને જેટલી ઈચ્છા થાય તેટલુ લઈ શકે છે. તે છતા, આહાર લીધા પછી તરત જ પાણી ન પીવુ જોઇએ કારણકે તમે લીધેલ ખોરાક અન્નનળીમાં જતા, શસ્ત્રક્રિયા કરતા પહેલા, વધારે સમય લાગે છે. એ પણ ધ્યાનમાં આવ્યુ છે કે પહેલી શસ્ત્રક્રિયા કર્યા પછી દારૂ તરફ નાપસંદ અથવા નકારાત્મક વૃત્તિ વિકસિત થાય છે. શસ્ત્રક્રિયા કર્યા પછી એક મહીના પછી શારિરીક વ્યાયામ, મોટર ગાડી ચલાવવી, ઘુડસવારી કરવી, તરવુ વગેરેની છુટ છે. કોઇ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જુવાન સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થામાં રહેવુ ઓછામાં ઓછુ એક વર્ષ શસ્ત્રક્રિયા કર્યા પછી પરવાનગી નથી. Gastroplasty મારા માટે વરદાન છે અને બધા સ્થૂળ લોકોને ભલામણકારક છે જેઓનો ખોરાક ઉપર કાબુ નથી અથવા વ્યાયામ આરામથી નથી કરી શકતા.

કુમારી.રાની સુર્યવંશી (શસ્ત્રક્રિયા પહેલા અને પછી.)
મારૂ વજન વધારે હતુ પણ મને બીજી કોઇ સમસ્યા ન હતી, લોકો મને નામથી બોલાવતા હતા અને એટલે મેં શસ્ત્રક્રિયા કરવાનુ નક્કી કર્યુ. ડોકટરોએ મને કહ્યુ કે આ ઉમરમાં તમારૂ વજન વધારે છે અને જો હું આ શસ્ત્રક્રિયા કરાવીશ તો મારૂ વજન વધશે નહી. ૨૦ વર્ષની ઉમરે મારૂ વજન ૮૫ કિલો હતુ અને શસ્ત્રક્રિયાના ૧૩ મહિના પછી મારૂ વજન ઓછુ થઈને ૫૨ કિલો થઈ ગયુ હતુ. મારે હવે કોઇ સમસ્યા નથી અને બે મહિના પહેલા મારા લગ્ન થયા છે અને હું એક નાણાકિય સંચાલક તરીકે કામ કરૂ છુ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us