આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, May 09th

Last update:04:36:36 AM GMT

સંધિકોપ

Print PDF
સંધિકોપ વિશેષમાં ઉત્પાદક નહી થતો એવો સાંધાનો રોગ કહેવાય છે, જ્યારે આપણા સાંધા ઘસાઈ જાય છે. આ એક જાતનો સંધિવા છે, જે વયસ્ક લોકોમાં ઘણીવાર સામાન્યપણે થાય છે. સાંધાનો બહારનો ભાગ જે તેને મેળવે છે, તે બરછટ થઈ જાય છે, જેવા કે અસ્થિકૂર્ચા જે સાંધાનુ અસ્તર કરે છે જે સાંધાઓ ખરાબ થઈ જાય છે.

સામાન્યપણે સંધિકોપ તે સાંધાને અસર કરે છે જે વજનને ટેકો આપે છે, દા.ત. ઘુંટણો, કેડ અને કરોડ. આ કારણ માટે, પરિસ્થિતી વધારે વજન ધરાવતા લોકોમાં વધુ ખરાબ થઈ જાય છે. ઉમર વધતા તેની અસર જલ્દી થતી જાય છે જ્યારે વ્હેલી ઉમરમાં અકસ્માત અથવા જખમને લીધે તમારા સાંધાઓને ઈજા થઈ હોય. Osteoarthritis સારુ થઈ શકતુ નથી.

Osteoarthritis ના નૈદાનિક રૂપકો
  • સાંધામાં ઉંડા દરદથી થતી પીડા જે દિવસના સમયમાં તીવ્ર થતી જાય છે અને કસરત કરવાથી બગડતી જાય છે.
  • કોમળપણુ, કડકડ અવાજ (હલનચલન વખતે થતો ટડટડ અવાજ) અને સાંધામાં ઓછુ થતુ હલનચલન.
  • સૌથી ઓછા હલનચલનને લીધે સાંધામાં થતો દુખાવો.
  • સાંધાનુ કડક થવુ જેને લીધે આળસ આવે છે.
  • સાંધામાં શારિરીક ખોટ અને subluxation. (સાંધાનો થોડો ભાગ ઉતરી જવો)
સંધિકોપનો ઉપચાર
સતત સુધરતી નવી, સારી રીતે અસરકારક, દુ:ખ ઓછુ કરતી અને ઉત્તેજકરોધક દવાઓને લીધે સંધિકોપની ઉપચારમાં સુધારો આવે છે. Naproxen, sulindac, ibuprofen, piroxicam, and indomethacinની બદલીમાં દવાઓ બહાર આવી રહી છે, તેમ છતા aspirin હજી વધુ અસરકારક છે. આ aspirinની બદલીમાં મળતી દવાઓનો બહુ મોટો ફાયદો એ છે કે બદલીની દવાઓ aspirinની જેમ વારંવાર લેવાની જરૂર પડતી નથી.

ચાલતી વખતે અથવા બીજુ હલનચલન કરતી વખતે ધ્યાન રાખવુ જોઇએ. એક લાકડી, ચાલવા માટે મદદરૂપ ચોકઠુ અથવા રબરની એડીવાળા પગરખા કોઇક સાંધામાં થતા દુ:ખને ઓછુ કરવા મદદ કરે છે. જો જરૂર પડે તો માણસે તેનુ વજન ઓછુ કરવુ જોઇએ. એક સંધિવાળા માણસ માટે તેની રહેવાની જગ્યા સુધારવી જોઇએ, ફુવારાની નજીક દાંડો, સંડાસ અને પલંગ જેવી વસ્તુઓ મદદરૂપ થાય છે. એક સીધી રીતે બેસવાની ખુર્સી પણ આરામ આપશે. બહુ જ ગંભીર સંધિકોપના કિસ્સાઓમાં સાંધાને બદલવા શસ્ત્રક્રિયા કરીને તેને કદાચ અસર કરશે.

સંધિકોપની અસરો
સંધિકોપના દર્દીઓ કોઇક જ વાર પથારીવસ અથવા પાંગળા થઈ જાય છે. સુજેલી ગાઠો જે કદાચ આંગળીઓ અથવા અંગુઠા ઉપર વિકસિત થાય છે, તે બહુ જ દુ:ખદાયક અને કડક હોય છે, પણ તેને લીધે પાંગળાપણુ થતુ નથી. આરામ પછી આ દુ:ખની બળતરા એકદમ વધે છે અને તેના હુમલાની અસર ઘણા દિવસો સુધી ચાલે છે. કેડનો અથવા ઘુટણનો સંધિકોપ કદાચ દર્દીને સાધારણપણે ચાલવાથી રોકે છે. જો બંને પગના સાંધાઓને અસર થઈ હોય તો દર્દી ખુર્સીને બંધાઈ જાય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us