આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

અવગણના નહી કરો

Print PDF
Article Index
અવગણના નહી કરો
નવા બાળકનુ આગમન
બાળકોને લૈંગિક શિક્ષણ શિખડાવવુ
All Pages
Baby બાળ
બાળકોની વૃદ્ધિના દરો જુદાજુદા હોય છે અને કદાચ શરીરના બંધારણો તેમના ભાઈબેન અને મિત્રો કરતા જુદા હોય છે. તેમાંથી વજન એક ખાસિયાત છે, જેમાં બીજા બાળકોની વચ્ચેનો ભેદ દેખાય છે. તે એક શારિરીક અને માનસિક સ્તર તરફ ઇશારો કરે છે. તે શું છે અથવા શું નથી ખાધુ અને જે ગણાય છે તે વિષે માતાપિતા અને બાળક વચ્ચે ઘણીવાર અસહમતી થાય છે. ઘણા બધા માતાપિતાનો હંમેશા એ પ્રશ્ન છે કે " મારા બાળકનુ "બરોબર" વજન કેટલુ છે?" માતાપિતા માટે તેમના બાળકો જેટલા પરિપુર્ણ બની શકે તેવા હોવા જોઇએ. પણ વજનમાં શબ્દ "પરિપૂર્ણ" દરેક વ્યક્તિથી વ્યક્તિ બદલાય છે. ધોરણાત્મક વિકાસનો નકશો, છોકરાઓ અને છોકરીઓની જુદીજુદી ઉમરમાં ઉચાઈ અને વજન બતાવે છે જે બાળકોનુ વજન ચિકિત્સક સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાય છે.

માતાપિતા તેવા બાળકોને મદદ કરે છે જેઓ સ્થુળ અને વધારે વજનવાળા છે.
પૈતૃક પ્રક્રિયા તેના ઉપર આધાર રાખે છે કે ફક્ત બાળકને અથવા આખા કુંટુંબને વજનની સમસ્યા છે. આના સિવાય પણ બાળકના વજનને ધ્યાનમાં ન રાખીને તેને પૈતૃક પ્રેમ આપો. જો આખુ કુંટુંબ ખોરાકની અને વ્યાયામ કરવાની ટેવો સુધારવા તૈયાર હોય જે તેમના માટે જરૂરી છે, તો માતાપિતા અને બાળક બંને સાથે કામ કરી શકે છે.

એક કામ પુરૂ કરવા માટે તેને ભોજન ઈનામના રૂપમાં કોઇ દિવસ આપવુ નહી કારણકે આ સહાનુભુતીની લાગણી વ્યક્ત કરતી ભાવનાઓને દુખ પહોચાડશે અથવા કંટાળાનો ઇલાજ આપશે. આ ટેવો બાળકને આવી પરિસ્થિતીમાં આહાર લેવા દોરશે પછી ભલે તેને ભુખની ભાવના થાય. તમે તમારા બાળકને શીખવી શકશો કે આવી વર્તણુક કોઇકવાર કરી શકશે પણ તે હંમેશા કરવાની છુટ નથી, બાળક કદાચ આધારિત ટેવોને આકાર આપવાથી દુર રહેશે જે તેના વજનની સમસ્યાઓનુ કારણ બની શકે. જો બાળક ફક્ત કુંટુંબનો એક જ સભ્ય હોય જેને વજનની સમસ્યા છે, તો બીજા ઘટકો ધ્યાનમાં લેવા જોઇએ, જેવા કે ગમે તેવી દવા સબંધી સમસ્યાઓ અથવા ભાવનાત્મક દબાણ જે કદાચ બાળકની ખોરાક લેવાની વર્તણુકને પ્રભાવિત કરે.

વજન ઓછુ હોય તેવા બાળકને કેવી રીતે મદદ કરવી.
બાળકના ચિકિત્સકનો પરામર્શ કરો અને બીજા કુંટુંબના સભ્યોની કદની ચર્ચા કરો, બાળકને તેના કદ સબંધિત મદદ કરવા એ વસ્તુ પણ ધ્યાનમાં રાખો કે ધીમેધીમે મોટુ થવુ પણ ખરાબ નથી. તે છતા જો બાળકનુ વજન અચાનક ઓછુ થવા લાગે, તો બીજા વૈદ્યકીય અને ભાવનાત્મક સમસ્યાઓ તરફ જોઇ શકાય છે. તમે તમારા બાળકના ચિકિત્સક, આહાર વિશેષજ્ઞ અથવા બાળકના મનોવિજ્ઞાનીની વ્યવસાયિક મદદ લઈ શકો છો.

બાળકને ધવડાવતી વખતે ત્રણ જવાબદારીઓ.
પૌષ્ટીક ખોરાક નિયમિત ગાળા રાખીને બાળકને આપવો જોઇએ. નિયમિત ઉર્જાનુ મુળ ખોરાક અને નાસ્તો ધ્યાનમાં રાખીને આપવો. વધારામાં સમજદાર ખોરાક લેવાની ટેવો બાળકને સાચો ખોરાક લેવા શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. વધારે વજનવાળા બાળકો એ બતાવે છે કે બાળકો જેઓ નિયમિત રીતે આહાર લ્યે છે તેઓ તેમનુ વજન વધારે સફળતાથી નિયત્રિત કરે છે. માતાપિતા બાળકને ઓળખ અને ભુખ અને પરિપુર્ણતાની ભાવનાઓનુ ધ્યાન રાખવા શિખવાડે છે. તેમણે નવા ચાલવા શીખતા બાળકને બળજબરીથી એક વધારે બટકુ ન આપવુ જોઇએ. માતાપિતા એક સ્વસ્થ જીવનશૈલી પ્રદર્શિત કરી શકે છે. બાળકોને તેમના માતાપિતાની નકલ કરવી ગમે છે, કે જેનાથી તેઓ એવી વસ્તુઓ કરે જે તેમના માતાપિતા કરતા હોય, પછી ભલે તે ચીપ્સ ખાતા હોય અને જમતી વખતે અથવા ગાડી ચલાવતી વખતે ટીવી જોતા હોય.

માતાપિતાએ કાર્યોથી બચવુ જોઇએ.
માતાપિતાની પ્રાથમિક ભુમિકા આધાર આપવાની છે. દા.ત. બાળકને જ્યારે તેમની સાથે રમનાર સાથીઓ તેના શારિરીક દેખાવને લીધે તેને ખિજવે છે ત્યારે માતાપિતા તેમને જવાબ આપે છે, "જ્યારે તુ પાતળો થઈશ ત્યારે તેઓ તને ખીજવશે નહી." બાળકને તે વસ્તુ વધારે શંકાજનક બનાવે છે કે તેનામાં/તેણીમાં કાઈક ખામી છે. માતાપિતાએ બાળકની ભાવના તેને ખીજવવા વિષે સાંભળવી જોઇએ. અને તેના જેવા બાળક સાથે તેઓએ આ સ્થિતી ઉપર ચર્ચા કરવી જોઇએ.

માતાપિતાએ તેમના વધારે વજનવાળા બાળકો સાથે બીજા કુંટુંબ કરતા જુદી રીતે વર્તવુ ન જોઇએ. દા.ત. બાળકને ભોજન, ડેજર્ટ્સ, અથવા નાસ્તો જબરજસ્તીથી ખાવાનુ ન કહેવુ જોઇએ, જે બાકીના કુંટુંબીયો માટે જુદી જાતનુ હોય. એ જ પ્રમાણે બાળકને સખ્ત વજન ઘટાડવાનો આહાર ન આપવો જોઇએ જે એક સજાના રૂપમાં છે. આ કરવાથી તેઓ ભુખ લાગવાની ભાવનાઓની અવગણના કરશે અને કદાચ તેમને એમ લાગવા મંડશે કે તેમનામાં કાંઈ ખરાબ વાત છે કે તેમના માતાપિતા ખોરાક આપે તે કરતા તેમને વધારે ખોરાક જોઇએ છે.

તેમના બાળકોને સારી ખાવાની ટેવો શીખવવી તે માતાપિતા માટે વિશિષ્ટ પ્રક્રિયાની જરૂર છે.
 • બાળકોને વિવિધ પ્રકારનો આહાર લેવા પ્રોત્સાહીત કરો.
 • ધીમેધીમે નવા આહારો વપરાશમાં લાવો. નાના ટુકડાથી ચાલુ કરો પણ તમારા બાળકને જબરજસ્તી કરીને ખાવાનુ ન કહો.
 • માતાપિતા પોતાના માટે સારી ખોરાક લેવાની ટેવોનો અભ્યાસ કરીને એક શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરે છે.
 • યોજના બનાવો અને આખા કુંટુંબ માટે નિયમિત રૂપથી ભોજન અને નાસ્તાની જોગવાઈ કરો.
 • ભોજન લેતી વખતે આનંદથી ચર્ચા કરો અને સમસ્યાઓ ઉપર વાદવિવાદ નહી કરો.
 • બાળકના માપ અને ઉમર પ્રમાણે ખોરાક આપો. પાંચ વર્ષ સુધી દરેક વર્ષ માટે ૧ ચમચી માંસ, ફળ અને શાકભાજી આપો.
 • બાળકની શારિરીક પ્રવૃત્તી અને જોરદાર વિકાસ ઉપર તેની ભુખ આધારિત છે. બીજી વાર પિરસતી વખતે કેટલાક ઓછી કેલેરીવાળા ખાધ્ય પદાર્થો આપવા જોઇએ.
 • વધારે કેલેરીવાળો - ઓછો પૌષ્ટીક ખોરાક ફક્ત પ્રાસંગિક સમયના ભોજનમાં આપો, નિયમિત નહી.
 • બાળકોને યોજના, ખરીદી કરવા અને લેબલ વાંચવા માટે સમાવિષ્ટ કરો.
 • બાળકના વજન બાબત ચીડવતી ટિપ્પણીઓ કોઇ વાર નહી કરો. બાળકો જેનુ વજન "સાચુ" કરતા વધારે અથવા ઓછુ હોય તો તેમને આધારની જરૂર છે.
 • નિયમિત શારિરીક પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહન આપો. ડ્રાયવિંગને બદલે ચાલીને અથવા સાયકલ ચલાવીને, લિફ્ટ ન લેતા પગથિયા ચડીને, અઠવાડીયાને છેવટે પર્યટન આયોજીત કરીને અથવા બહાર તરવા અથવા રાત્રે જમ્યા પછી બ્લૉકની આજુબાજુમાં ચાલીને એક ઉદાહરણ સ્થાપિત કરો.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us