આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

દંત ચિકિત્સા

Dental examination
દંત ચિકિત્સા
દંતચિકિત્સા એ મોંઢાના આરોગ્યાની કાળજી લેનારું શાસ્ત્ર/વ્યવસાય છે. મોંઢાની અંદરના આરોગ્યાનું પ્રચાર કરવું, મોંઢામાં રોગનો પ્રતિરોધ કરવો, મોંઢામાં આરોગ્યની સ્થિતી પર ધ્યાન આપવું અને જેને દાંતના ચોકઠાની જરુરી હોય એવા દર્દીને ઉપચાર આપવો આ વ્યવસાયિકો/દંતચિકિત્સકોનું કાર્ય છે.

દાંતનું આરોગ્ય ટકાવી રાખવા માટે કાળજી લેનાર વ્યક્તિ બઘા પ્રકારના અને કોઇ પણ ઉમરના લોકો સાથે કામ કરે છે અને દાંતમા રોગ ન થવા દેવો તથા રોગ થયો હોય તો ઉપચાર કરવાની જવાબદારી તેમની હોય છે. દાંતની કાળજી લેતી વખતે દાંતમાં પોલાણ, દાંતના પેઢાંનો રોગ તેનો ઉપયોગ, લોકોને દાંતની કાળજી કેવી રીતે લેવી તે શીખવવામાં આવતો હોય છે.

દંતચિકિત્સકોના વ્યવસાયમાં વિશેષ મહત્વનો કાર્ય ઉપર રીતે કરવામાં આવતી પ્રાથમિક તપાસણી અને પ્રત્યેક દર્દીના દાંતનું ચાટે બનાવવું નાજુક માંસપેશી અને મોંઢાની રચનાનો સમાવેશ થાય છે. તેમજ પેંઢા નીચે અને ઉપર જમા થતા નકામાં થનારો દૂર કરવો. દાંત સડીના જાય તે માટે પહેંલાથી ઉપચાર કરવા માટે flueride અને sealants જેવા ઘટકોના ઉપયોગ કરવો. વ્યક્તિગત રીતે મોંઢાની સ્વચ્છતા માટે ઘે માવજત કરી શકાય, એવા પ્રકારના સૂચનો તૈયાર કરી આપવાનો સમાવેશ થાય છે.

બીજા વ્યવસાયિક કાર્યમાં દંતરોગના દર્દીના નિદાનની માહિતી એકઠી કરવી, તેમાં દર્દીનો વૈઘકીય ઇતિહાસ, આહાર વિશેનો વિશ્લેષણ, દાંતનુ ક્ષ-કિરણ ચિકિત્સા, દાંતના પોલણને કામયલાઉ રીતે ભરવું પીરિઅડોન્ટલ ડ્રેસિંગ, ટાંકા લેવા અને કાર્યાલયનો વ્યવસ્થાપન વગેરેનો સમાવેશ થાય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us