આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, May 09th

Last update:04:36:36 AM GMT

વાનગીઓ - Kokum Saar

Print PDF
Article Index
વાનગીઓ
Kokum Saar
Malabar Fish
Potato & Mustard Salad
Roasted Onion Rice
All Pages

કોકમનો સાર
સામગ્રી
 • ૪ કપ પાણી.
 • ૬ - ૮ ટુક્ડા કોકમ (કોકમ જો કોરૂ હોય તો વધારે.).
 • સ્વાદ માટે મીઠુ.
 • ૧/૪ ચમચી સુધારેલુ આદુ.
 • ૧ સારી રીતે કાપેલી ડુંગળી.
 • ૨ ચીરા પાડેલા લીલા મરચા.
 • ૧ ચમચી સારી રીતે કાપેલ કોથમીર.
પદ્ધતી
કોકમને ૧૦ મિનિટ સુધી ઉકાળો. તેને ઠંડુ કરો. પ્રવાહીને ગાળો. જેટલુ જરૂર પડે તેટલુ મીઠુ, આદુ, ડુંગળી, મરચા અને કોથમીર વગેરેને ઠંડા કરીને ઉમેરો. કોકમના સારને ઓછામાં ઓછા કેટલાક અઠવાડીયા માટે ફ્રિઝમાં રાખો. તે સૌથી સારૂ ભુખ લગાડનાર છે અને લોકપ્રિય કોકણના સાગરપટથી સાગરપટ ઉપર તામસી માછલીની કઢીની અસર ઠંડી કરે છે. તે સમુદ્રના ખોરાકની સાથે ગરમાગરમ પિરસાય છે અને કાચા oyesters લીંબુને બદલે અથવા ગમે તે સુરકાને આધારિત અપાય છે.

સોલ કઢી કશાકમાંથી નિકળેલ છે, જે તેવી જ રીતે પિરસાય છે. અહિંયા નાળીયેરના દુધમાં (ગરમ કર્યા વિના) કોકમનાં ટુકડા મીઠાની સાથે ઉમેરાય છે, થોડુ લસણ અને લીલા મરચાના મિશ્રણને ૫ - ૧૦ મિનિટ સુધી પલાળાય છે. તે ગળાય છે અને કોથમીરને કાપીને, શણગારીને અને વધારે પડતી થંડી કરીને પિરસાય છે.

કોલ્હાપુરી પદ્ધતીના રીંગણા
સામગ્રી
 • ૧/૨ કીલો નાના આડા કાપેલા રીંગણા.
સરસ કણક નિમ્નલિખિત રીતે વટાય છે:
 • ૨ મોટી ડુંગળી.
 • ૧/૨ કોરૂ નાળીયેર, તે ધીમેથી શેકો જ્યા સુધી તે સોનરી રંગનુ ન થાય.
 • ૧ ચમચી લસણનો છુંદો.
 • ૧ ચમચી આદુનો છુંદો.
 • ૧/૨ તાજી કાપેલી કોથમીર.
 • ૨ ચમચી કોલ્હાપુરી મસાલો.
કઢી માટે
 • ૧/૨ ચમચી આદુ - લસણનો છુંદો.
 • ૧ સારી રીતે કાપેલી ડુંગળી.
 • ૧ કપ પાણી.
 • સ્વાદ માટે મીઠુ.
પદ્ધતી
ડુંગળી, નારીયેળ, લસણ paste, આદુનોpaste, કોથમીર અને કોલ્હાપુરી મસાલાનો સારી રીતે paste બનાવો. આ રીંગણાને લાંબા કાપીને તેમાં ભરો. મોટા લાંબા હાથવાળા વાસણમાં મુકો અથવા એક કપ પાણીની સાથે આદુ લસણનો paste,કાપેલી ડુંગળી અને સ્વાદ માટે મીઠુ ઉમેરો. તે કુણુ ન થાય ત્યા સુધી (લગભગ ૧૦ મિનિટ) ધીમા તાપે ઢાકેલા વાસણમાં રાંધો.
વિવિધતા
આ વાનગી પણ જીંગાની સાથે ઉત્તમ છે, કોરા અથવા તાજા. તમે જો કોરા જીંગા વાપરતા હોય તો, તેને મસાલા pasteની સાથે વાટો અને તે રીંગણામાં ભરો. જો તમે તાજા જીંગા વાપરતા હોય તો રાંધવાને છેવટે રસ્સામાં હલાવીને તેનો ઉમેરો કરો. સુકા જીંગા માટે તમને ૩ ચમચી (નાના પ્રકારની) જરૂર પડશે, તાજા જીંગા માટે નાનકડાની પસંદગી કરો, લગભગ ૨૦૦ ગ્રામને છોલીને સંપૂર્ણપણે devein કરો.
કોલ્હાપુરી પદ્ધતીના શાકભાજી
તમે તેને કોલ્હાપુરી પદ્ધતીના રીંગણા મિશ્રિત શાકભાજી- ફુલકોબી, વટાણા અને બટેટાની સાથે બદલી શકો છો. બીજી સામગ્રી તે જ રહેશે. રાંધવાને છેવટે બાફેલી શાકભાજી વાપરો અને થોડીક હીંગને ઉમેરો.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us