આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

આરોગ્ય સંબંધિત વિમો

એક સામાન્ય દોરો માનવ જાતિમાંથી પસાર થવો એ એક અજાણતો ડર છે. આપણુ જીવન ભંગુર છે અને આ bedrock નો સિધ્ધાંત આપણને પોતે સુરક્ષિત રહેવા પ્રેરીત કરે છે. આપણે પરિસ્થિતીને બેસાડવા માટે પ્રયત્ન કરીએ કે જેના ઉપર આપણુ નિયંત્રણ રહે જે આપણે આવી પરિસ્થિતીઓ માટે બરોબર રીતે તૈયાર રહીયે પણ તે નથી થતુ. આ અજાણતા ડરને લીધે વિમાને આખી દુનિયાનો સૌથી મોટો અને લાભદાયક ધંધો બનાવ્યો છે.

દિવસની અંતમાં અનુકુળ ન હોય તેવી ઘટનાથી બચવા માટે વિમો ફક્ત એક પ્રયત્ન છે. ત્યાં ઘણી જુદીજુદી જાતના વિમા ઉતારીને સુરક્ષિત રહેવા માટે મળે છે, જે આખી દુનિયામાં સાધારણ જનતા માટે છે. ભારતમાં વિશિષ્ટરૂપે વિમો પહોળી રીતે બે ભાગમાં વિભાજીત થયો છે - એક જીવન વિમો અને બીજો સાધારણ વિમો.

જીવનનો વિમો એટલે શું?
જીવન વિમાની પૉલિસી આપણા જીવનમાં બનતી ઘટનાઓ અને જોખમો જે આપણા હાથમાં નથી તેને આવરે છે. આ વિમો તરત જ લાગુ થાય છે, જ્યારથી તેના પૉલિસીધારકનુ મૃત્યુ થાય છે અને તરત જ વિમા કંપની તેની પૉલિસીના દાતાને પૈસા આપે છે. તે એક પત્ની, માતાપિતા અથવા મૃત્યુ પામેલાના બાળકો પણ હોઇ શકે છે.

સાધારણ વિમો એટલે શું?
તે જીવન વિમા જેવો નથી. આ વિમો પૈસા નથી આપતુ પણ તે સંકટકાલીન સમયે અને અણધારીત ઘટનાઓમાં જેવી કે બિમારી, કુદરતી હોનારત, ચોરી વગેરે માટે સુરક્ષિત કરે છે. તેમાં ઘણા પેટા વિભાગો છે જેવા કે યાત્રા વિમો, ગ્રહસ્થાશ્રમી વિમોથી મોટર ગાડીનો વિમો, દુકાનદારનો વિમો, વ્યક્તિગત દુર્ઘટનાનો વિમો અને પશુઓનો વિમો પણ કરે છે. આમાં સૌથી મોટો ભાગ સ્વાસ્થયના વિમાનો છે.

સ્વાસ્થય વિમો વૈદ્યકીય દેખરેખ રાખતી વખતે થતા ખર્ચા, મંદવાડ અથવા અકસ્માતને લીધે થતી ઇજાઓને લીધે થતો સવાલ છે જે ખર્ચાનુ ધ્યાન રાખે છે. એક અત્યંત મહત્વનો દરેક વ્યક્તિ માટે નાણાકીય સવાલ છે, જે ઉમરને ધ્યાનમાં નહી લેતા, સૌથી સારી દેખભાળ લઈ શકે છે.

સ્વાસ્થયનો વિમો કેવી રીતે ચાલે છે?
સ્વાસ્થયના વિમાની યાંત્રિક સ્થિતી બહુ જ સરળ છે. તમે જેટલા વિમાની પૉલિસીના પૈસા ભર્યા હોય તેના ઉપર આધારિત તમને તમારી માંદગી અથવા ઈજાની સારવાર કરવા માટે તેનો અડધો ભાગ અથવા પુરા પૈસા આપે છે. આમાં સમાવેશ છે ઇસ્પીતાલમાં ભરતી કરતી વખતે લાગતા પૈસા, ડૉકટરની પરામર્શ કરવાની કિંમત, સેવા ચાકરી કરવા અને દવા વગેરે ખરીદવા લાગતા પૈસા વગેરે આપે છે. તેમ છતા, મોટા ભાગની સ્વાસ્થય વિમા પૉલિસીઓ નિયમિત લાગતી દવાનો ખર્ચો, દર્દીએ બહારથી લીધેલ સેવા ચાકરી, રોજ લાગતી દવાનો અને ઉપચાર કરવા લાગતા પૈસા નથી આપતી.

તમે તમારા માટે, અથવા આખા કુંટુંબ માટે આરોગ્યનો વિમો ખરીદી શકો છો. આ પૉલિસી ખરીદવા માટે તમારે વિમા કંપનીને વર્ષની ફી અથવા હપ્તો ચુકવવો પડશે. તમે તમારા વિમાની પૉલિસીની રકમ નક્કી કરશો અને તેને લગતો હપ્તો ભરશો.

જો તમે માંદા પડો તો તમારી વિમા કંપનીની ફરજ છે કે તે તમને તમારા પુરા વિમા ઉતરાવેલ રકમના પૈસા આપે. આ એક વખતનો ખર્ચો હોઇ શકે અથવા તમારી જરૂરીયાત પ્રમાણે એક કરતા વધારે વાર હપ્તામાં પૈસા લઈ શકો છો. દા.ત. તમારી વિમાની પૉલિસીની રક્કમ રૂ.૧,૦૦,૦૦૦/- છે. તમે જો બિમાર પડો તો વિમા કંપની તરફથી તમને રૂ.૧,૦૦,૦૦૦/- મળશે. જો તમને આ પૈસા ઘણીવાર નાની રકમમાં જોઇતા હોય તો તમને કંપની તરફથી તમારી જરૂરીયાત પ્રમાણે તેટલા જ પૈસા આપશે.

આ પૈસા તમે વિમાની કંપની પાસેથી બે રીતે લઈ શકો છો અને તે પણ તમારી પૉલિસીની શર્તો પ્રમાણે મળશે. તમે તમારો ઈસ્પીતાલમાં થયેલો ખર્ચો તમારી પાસેથી ભરશો અને પછીના દિવસોમાં કંપની તરફથી તે પૈસા વસુલ કરી શકશો અથવા તમારી કંપની સીધી વિમા કંપનીને તે પૈસા આપશે. આનો અર્થ એ કે તમારી વિમા કંપની જે ઇસ્પીતાલમાં તમે સારવાર લઈ રહ્યા છો, તે ઇસ્પીતાલ તમારી વિમાની કંપનીનુ નામ મંજુર કરેલુ હોય તો તમારા બીલનુ ભોગતાન તમારી વિમાની કંપની સીધા ઇસ્પીતાલને કરશે.

તમારો સકારાત્મક દૃષ્ટીકોણ તમને તંદુરસ્ત અને સ્વસ્થય લાંબા સમય સુધી રાખશે. પણ એક આશાવાદી દૃષ્ટીકોણની સાથે એ પણ મહત્વનુ છે કે અણધારીત ઘટનાઓથી બચવા માટે તમે તમારો અને કુંટુંબનો વિમો ઉતરાવો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us