આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાના સહાયક જુથના સભ્યો

અપંગતાના સહાયક જુથના સભ્યો

Print PDF
Article Index
અપંગતાના સહાયક જુથના સભ્યો
રાજીવ ગ્રોવર.
વિનય ફાટક.
All Pages
કોકીલા શાહ
કોકીલા શાહ બે વર્ષના હતા ત્યારથી બાળ લકવાની સાથે જીવી રહ્યા છે. તેને અપંગતા એટલી બધી ત્રાસ નથી આપતી પણ શહેરમાં મળતી સુવિધાનો અભાવ. તે કહે છે કે નગરનિયોજક ઘણા બધા અપંગ લોકોની જરૂરીયાત તરફ બહુ લાગણીશૂન્ય રહે છે. મને તારી પોતી માટે જો પોશાક ખરીદવા માટે બહાર જવુ હોય તો મારે રિક્ષામાં બેસવુ પડશે અને દુકાનદાર નમુના લાવે ત્યા સુધી રાહ જોવી પડશે. આનુ કારણ એ છે કે શહેરમાં એક પણ પગદંડી નથી જેના ઉપર ઢળતો રસ્તો હોય અથવા કઠેરો હોય કે જેનો આધાર લઈને એક અપંગ વ્યક્તિ પહોચી શકે.

મને ખબર છે કે લોકો બહુ મદદરૂપ છે, પણ વાસ્તવમાં અમારા જેવા અપંગ લોકોને ભાન કરાવે છે કે અમે કોઇ ઉપર નિર્ભર નથી અને તે વસ્તુ અમને મદદ કરશે. પણ પુણે મહાનગરપાલિકા નિગમની મદદ સીવાય અમે પોતાના માટે કાંઈ કરી શકતા નથી. પુણે મહાનગર પાલિકા બિલ્ડર્સ, ઇસ્પિતાલ અને સાર્વજનિક જગ્યાઓને કઠેરા અને ઢળતા રસ્તાઓ બનાવવા માટે ફરજીયાત કેમ કરતા નથી કે જેનાથી અપંગ લોકોને મદદ મળે. અમારે લોકોની ઉદારતા ઉપર શું કરવા નિર્ભર રહેવુ પડે ? મને સમજાતુ નથી કે અમારા માટે વિશિષ્ટ બસની સેવા કેમ નથી કે જે પૈડાવાળી ખુરશીવાળા વાપરી શકે ? અમારા વિષે કોઇ પણ વિચાર કેમ નથી કરતુ ? મેં શહેરના વહીવટી ખાતાના અધિકારી સાથે વાત કરી આવી રીતે પણ મેં વિચાર કર્યો કે આપણે આ બધુ પુરૂ કરી શકીયે જો આપણે એકત્ર મળીને સામનો કરીયે. મને લાગે છે કે લોકો માટે આ મહત્વનુ છે કે મારા જેવા લોકો સાથે મળીને પોતાના અધિકારો માટે ઝુંબેશ કરે. જેઓને આમાં રસ છે તેઓ contact@aarogya.com તેણીને આ સાઈટ ઉપર મળી શકે છે.

સ્વર્ગીય છાયા મેહતા.
હું કુંટુંબંની છ બાળકોમાં સૌથી નાની દીકરી હતી. છાયા એક રમતિયાળ દીકરી હતી જેના ઉપર પ્રેમ અને લાગણી હંમેશા વર્ષાતી. તેની દુખની વાર્તા ૧૯૬૫ ચાયનિઝ આક્રમણ પછી તરત જ ચાલુ થઈ, તેણીએ ૫૫૦ સી.સી. લોહી સૈનિકોને દાન કર્યા પછી, એક ઇસ્પિતાલની પથારી ઉપર કમળાથી પીડિત થઈને પડી.

આ સમયે તેણીના બંને પગમાં તીવ્ર દર્દ થવા લાગ્યુ. તેણી કહે છે " આ થયા પછી હું બીમાર પડવા માંડી. તે દરમ્યાન મેં મારી વિદ્યાની પદવી ગ્રહવિજ્ઞાનમાં એસએનડીટી, મહાવિદ્યાલયમાંથી સંપુર્ણ કરી અને અધ્યાપકની પદવી જાળવી. પણ મારે તે રોકવી પડી કારણકે મને સંધિવા થયો અને પગ ઉપર ચામડીની સમસ્યાઓ દેખાવા લાગી જે ઓસરવા માટે તૈયાર ન હતી. આ ત્યારે થયુ જ્યારે મારો ભાઈ મને the All India Institute of Medical Sciences (AIIMS), Delhi લઈ ગયો. ક્યારેક મારી સારવાર દરમ્યાન કેટલાક ઇંજેકશનો જે મને આપવામાં આવ્યા હતા તેનાથી મારા બંને પગમાં સડો ચાલુ થઈ ગયો. ૧૬ ડૉકટરોના જુથ જે મારા કિસ્સા ઉપર કામ કરતા હતા તેમણે મારા બંને પગ કાપી નાખવાનુ નક્કી કર્યુ. મારી સ્થિતીને લીધે મને ભારે ભુલ આપી શકતા નહી અને ડૉકટરો જે મારા ઉપર શસ્ત્રક્રિયા કરતા હતા તેની મને જાણ હતી."

મેહતા માટે આ આઘાત બહુ દર્દનાક હતો. તેણી કહે છે " હું તેમને મારા પગ નહી કાપવા માટે કહેવા લાગી પણ મારા અવાજને ક્યાય જગ્યા ન મળી." પછી ત્યાં કેટલીક ગુચંવણો વિકસિત થઈ કારણકે તેણીએ દુખ ઓછુ કરવા ડૉકટરની સલાહ લીધા વીના દવા લીધી. "તેની આડ અસરને લીધે ઉચુ અને નીચુ લોહીનુ દબાણ ચાલુ થયુ, તેના ગુરદા નિષ્ફળ થયા, તેનુ ડાબુ ફેફસુ પડી ભાંગ્યુ, બંને આંખોમાં મોતિયો આવ્યો, મધુમેહ, હાડકા બરડ થવા લાગ્યા અને રક્તવાહિનીઓ સંકોચાવાને લીધે લોહીનો પ્રવાહ ઓછો થયો. આ એ બતાવવા માટે કે દવાઓ ફક્ત ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઇએ" મહેતા કહે છે.
યથાવિધી દરમ્યાન મેહતાએ કૃત્રિમ અવયવો બેસાડવા માટે કોશિશ કરી, પણ તેણીને નિરાશાનો સામનો કરવો પડ્યો. તેણી કહે છે "મારૂ શરીર આ ભાર નહી લઈ શક્યુ, જે મારા ઉપર એક આઘાત હતો. આ મારા માટે ઘણુ લાગ્યુ કે હું મારા પોતાના પગ ઉપર ઉભી રહી શકીશ. પણ એક પૈડાવાળી ખુરશીની મદદથી હવે હું તેનુ સરસ રીતે સંચાલન કરી શકીશ. ત્યારથી હું હસ્તકલામાં હંમેશા નિપુર્ણ હતો એટલે મે તેને એક વ્યવસાય તરીકે સ્વીકાર્યો. મને મિત્રો અને પડોશી પાસેથી ઘણા બધા નિર્દેશો મળે છે. મને સ્વર્ગીય વિજય મર્ચન્ટ પાસેથી પુન:વસવાટ કરવા માટે એક દુરધ્વની સંચાર કરવાનુ યંત્ર માટે એક કેબીન મળી છે".

આત્મનિર્ભર થવા માટે અને બીજા ઉપર પરવશ નહી થવા માટે એ મારૂ સૌથી મોટુ લક્ષ હતુ. જેઓને આ વિષે વધારે જાણકારી જોઈતી હોય તો તેણીની બેનને kiran@kiranarts.org ઇમેલ કરે.

સ્વર્ગીય છાયા મેહતાની સિદ્ધિઓ.

અપંગો માટે પ્રેરણાત્મક કવિતાઓ.

નરેન્દ્રનાથ દુબે.
જ્યારે ૨૧ વર્ષની ઉમરે નરેન્દ્રનાથ દુબેને રેલ્વેનો અકસ્માત થયો, તેને પગનો લકવા થઈ જશે એમ ધાર્યુ ન હતુ. તે કહે છે " શરૂઆતમાં મને એવુ લાગ્યુ કે કાઇક કપાઇ ગયુ છે. ડૉકટરોએ એમ માની લીધુ કે મને પગનો લકવા થઈ ગયો છે તેમ મને ખબર છે, પણ મને ન હતી. તેમણે મને જણાવ્યુ તે છતા મને કેટલોક સમય લીન થતા લાગ્યો. તે ફક્ત મને ત્યારે ખબર પડી જ્યારે મારા પગને મે હલાવ્યો પણ તે હલ્યો નહી, ત્યારે મને સમજાયુ કે શું થયુ છે."

ઘણાઓને આશ્ચર્ય લાગશે કે હું ઉદાસ અથવા ગુસ્સે નહી થયો અથવા એવી કોઇ વાત જ નહી થઈ. હા, મને ગુમાવવાનો અફસોસ થયો અને હું ચારો તરફ દોડી નહી શકુ તેની ખોટ સમજાઈ અને હવે હું પૈડાવાળી ખુરશીની સીમા સુધી છુ, પણ આ તબક્કામાંથી બહુ જલ્દી બહાર આવી ગયો.

મને વાસ્તવમાં એ વસ્તુ ખબર પડી કે મારી માં ઉજ્જડ થઈ ગઈ. મારા માતાપિતા અસ્વસ્થ થઈ ગયા અને તે હું હતી જેણે તેમને કહ્યુ કે હું જલ્દી ચાલતી ફરતી થઈ જઈશ અને યોગ્ય રીતે સામાન્ય નિયમિત જીંદગી જીવી શકીશ.

શરૂઆતમાં એ અઘરૂ હતુ. આંતરડા અને મુત્રાશય ઉપર હું નિયંત્રણ ગુમાવી બેઠો હતો. તમને પૈડાવાળી ખુરશી વાપરવા માટે મુશ્કેલ પડશે પણ હું એ વિચારૂ છુ કે હું તેની સાથે કેવી રીતે સોદો કરી શકીશ. મેં એ નોંધ લીધી કે અપંગ લોકો જેઓ બહાર જનારા છે તેઓ સારી રીતે કરી શકે છે. તે વાસ્તવિક રીતે સરળ છે. જો મને ચોપડી ખરીદવા માટે એક દુકાનમાં જવુ પડે અને હું મારી પૈડાવાળી ખુરશી સાથે આ પગદંડી ચડી ન શકુ તો હું એક આસપાસ જતા વ્યક્તિ પાસેથી મદદ માગી શકુ છુ. લોકો જેને મદદની જરૂર હોય તો તે આપવા આનંદથી મદદ કરશે, જે તેમને કોઇને આપણે કામમાં આવ્યા તેની જાણ થશે અને તેનાથી મારૂ કામ પણ થઈ જશે.

જો હું મારી ખુરશીમાં બેસીને મારી આ સ્થિતી બાબત ઉદાસ થઈ જાઊ અને લોકોને ન મળી શકુ તો મને વધારે દયાપાત્ર લાગશે કે હું પૈડાવાળી ખુરશીમાં બેઠો છુ. મને લાગે છે કે અપંગતાની સાથે લોકોએ સંકોચરૂપ ન થવુ જોઇએ અને મદદ માંગવી જોઇએ. તેમાં કાઈ ખરાબ નથી. જ્યાં સુધી મારો સવાલ છે, હું અપંગ હોવાનુ મહેસુસ નથી કરતો જ્યાં સુધી લોકો મને કાંઈ પુછવા આવે છે.

હું હંમેશા મારા અનુભવો બીજા સાથે વહેચવા માટે તૈયાર રહુ છુ, જેમને તેની જરૂર છે. હું વાસ્તવિકતામાં લોકોને જઈને મળવા માટે તૈયાર છુ, તેમને મદદની જરૂર છે અને અમે અનૌપચારિક રીતે એક બીજાના ઘરે તેમને મળવા જઈએ છીએ. મને લાગે છે કે જો આપણે એક્બીજાને મળીએ તો જ એકબીજાને મદદ કરી શકશુ. સંકોચાયા વીના મારો સંપર્ક સાધો contact@aarogya.com.

દુબેને જાણવુ છે કે ક્યાં તેને હાથેથી ચલાવતા સ્વયંમગતિશીલ ઉપકરણો ભારતમાં મળશે.
Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us