વિષયનો અભ્યાસ.

Print
મારી દીકરી પણ એક વાર ગમગીન હતી......
દેખીતી રીતે દુનિયામાં કેટલાક લોકો છે જેઓ અગાઊથી તેમની જીંદગી દર્દ, દુખ અને પીડાથી જે મુકરર થઈ ચુકી થઈ છે તે જીવે છે. તેઓ સર્વોત્તમ રીતે કોશિશ કરે છે, કે કોઇ પણ રીતે તેમના માટે કોઇ વસ્તુ કામ કરતી નથી. તેમની જીંદગીમાં સંપુર્ણ રીતે અંધાધુધી અને અંધકાર છવાયો હતો. તેવી રીતે સંઘર્ષ ચાલુ થયો, રસાકસી, લડવુ અથવા આત્મ સમર્પણ કરી દેવુ. આ સમસ્યાનો હલ નથી, કેટલાક નકારાત્મક થાય છે. ક્યારેક એક વ્યક્તિને આત્મહત્યા તરફ દોરી જાય છે. હું તેમાં બધાયમાંથી નીકળી ચુક્યો છુ. તે છતા મને ખાત્રી છે કે મારૂ જીવન સકારાત્મક રીતે અને સફળ રીતે સંચલિત્ત થશે.

હું એક મધ્યમ વર્ગની ગૃહીણી છુ. મારા લગ્ન થયા પછી મને ત્રણ દીકરીઓ છે. સૌથી મોટી, સ્મિતા જે માનસિક રીતે વિકલાંગ છે. બેશક તેના બે થી ત્રણ વર્ષ જન્મ થયા પછી મને ખબર પડી. મારી બીજી દીકરી હોશિયાર અને ઉત્સાહી છે. મારી ત્રીજી દીકરી, સુજાતા સમજદાર અને શાંત છે. પણ થોડા વર્ષો પછી તે તીવ્ર ઉદાસીનતાથી પીડાય છે.

મને યાદ નથી ક્યારથી આ સમસ્યાઓ ચાલુ થઈ. ઘણા વર્ષોના પૃથક્કરણ પછી તેની ઉદાસીનતાના મૂળની ખબર પડી. બાળપણની શરૂઆતથી તેનો પિતા, એટલે કે મારો પતિ તેને શીખવાડતો હતો. તેણી સાથે તે બહુ શાંત હતો. છેવટે તેણીએ સંપુર્ણરીતે તેના ઉપર નિર્ભર રહેવાનુ શરૂ કર્યુ અને પોતાની સ્વતંત્રરીતે વિચાર કરવાની બુદ્ધિશક્તિ ગુમાવી બેઠી. તેની મને કલ્પના થઈ કે છેવટે તેણીને ઉદાસીનતાની સમસ્યા વિકસિત થઈ છે.

તેણીએ આત્મવિશ્વાસ ગુમાવ્યો. તેણી સ્વતંત્ર રીતે વિચારી શક્તિ ન હતી, જેને લીધે તેની પરિસ્થિતી વધારે બગડતી ગઈ. તેણીનો પિતા તેને વઢતો અને મારતો હતો, જ્યારે તેણી તેની અપેક્ષા પ્રમાણે ન કરતી. જ્યારે તેણીના મિત્રો બહાર રમતા હતા ત્યારે તેણી ઘરની અંદર રહેવાનુ પસંદ કરતી. ધીરેધીરે તે એકલહુડી બની ગઈ. છેવટે મારા પતિને મેં તેણીને એકલી મુકવાનુ કહ્યુ, પણ ત્યારે બહુ જ મોડુ થઈ ગયુ હતુ. હું તેની સમસ્યાઓ સમજી શકી નહી અને તેનો ઉકેલ લાવવા અસમર્થ રહી.

જ્યારે તે મહાવિદ્યાલયમાં દાખલ થઈ ત્યારે તેના ઉદાસીનતાની સાથે જોડાયેલા લક્ષણો ઉઘાડી રીતે દેખાવા લાગ્યા. તે વારંવાર બીમાર પડવા માંડી. તે એક મહાવિદ્યાલયથી બીજી મહાવિદ્યાલય નાણાકીય દબાણને લીધે બદલતી રહી. ધીરેધીરે તે ઓછા મોકળા મનની થવા લાગી અને ચુપ થઈ ગઈ. વિચિત્ર રીતે તે નહાવાના ઓરડામાં વધારે સમય પસાર કરવા લાગી. છેવટે હું તેણીને એક મનોવૈજ્ઞાનિક્ને ત્યાં લઈ ગયો.


મેં શરૂઆતમાં થોડી મદદ કરી. તે છતા તે સમસ્યા ફરીથી પાછી આવી. જ્યારે મહાવિદ્યાલયમાં પદવીની નજીક આવી, ત્યારે તેણી કમ્પ્યુટરની સંસ્થામાં જોડાઈ. તેણી એક નોકરીમાં પણ જોડાણી અને કામ અને અભ્યાસ બંનેનુ એક સાથે સંચાલન કરી રહી છે. થોડા સમય માટે બધુ બરોબર ચાલ્યુ. છેવટે તેની જ્યારે પરિક્ષા શરૂ થઈ ત્યારે તેને ફરીથી ઉદાસીનતાનો હુમલો આવ્યો. અમે ઘણી જુદીજુદી જાતની સારવાર કરી પણ કોઈ ઉપયોગ નહી થયો. અમે ડોકટરને ECT ની કસોટી કરવાની અનુમતિ આપી અને ઇસ્પિતાલમાં દાખલ કરી. ડોક્ટરોએ અમને સ્પષ્ટ રીતે કહ્યુ કે તેઓ અસહાય છે. ત્યાં એવો ટપ્પો આવ્યો કે અમારે તેણીને જમાડી અને બાથરૂમમાં લઈ જવી પડતી હતી.

અમે તેને ઘરે લઈ આવ્યા અને જુદીજુદી જાતના વૈકલ્પિક ઔષધોની કોશિશ કરી પણ કાઈ ફાયદો નહી થયો. પરિસ્થિતી વધારે બગાડવા લાગી. તેનુ વજન બહુ વધી ગયુ અને કોઇક વાર તેના પગ ઉપર સોજા આવવા લાગ્યા. વધારામાં, તેણીને માસિક્સ્ત્રાવ પણ અનિયમિત આવવા લાગ્યો. હું બહુ હતાશ થઈ ગયો.

હું તેને એક વ્યક્તિ પાસે લઈ ગયો જે એક જાપાની ઉપચાર પદ્ધતિ જેને "Mahikari" કહેવાય છે, તેનો અભ્યાસ કરે છે. તેણીનો માસિકસ્ત્રાવ સામાન્ય રીતે આવવા લાગ્યો અને તે ખુશ મિજાજી થઈ ગઈ. પાછુ ફરીને જોઇએ તો માતાપિતા તરીકે અમે ક્યાક અયોગ્ય રસ્તા ઉપર ચાલ્યા ગયા હતા. અમે ઘણીવાર સુજાતાને તેની મોટી બેન સાથે હાનિકારક રીતે સરખાવતા હતા. તે બહુ અનુચિત હતુ. વધારામાં, લાંબા સમયે અમારા કુંટુંબનુ વાતવરણ પણ તેની સમસ્યાઓ માટે જવાબદાર હતુ.

ત્યા ઘણા બધા લોકો છે જેઓ જાતજાતની સમસ્યાઓથી પીડિત છે. તેઓ ઉદાસીન થઈ જાય છે. તેમને લાગે છે કે તેમનુ જીવન નિરાશજનક છે. આનુ પરિણામ દુખદ ઘટના છે. અમે અમારી દીકરીની સમસ્યાઓ કોઇવાર છુપાવવા કોશિશ નથી કરી. જો અમે અમારી શિકાયતો અને વ્યથા વહેચી હોય જે સૌથી ઓછી છે અને તેનો અમે અનુભવ કર્યો. આના સિવાય પ્રાર્થનામાં વિશ્વાસ કરૂ છુ. મારા મગજમાં નકારાત્મક વિચારો આવતા નથી. બધાયને જીંદગીમાં સમસ્યાઓ હોય છે, પણ એ વસ્તુઓ જેવી છે તેવી જ જોવા માટે તૈયાર હોય તો તેના વિચારો અને મન બદલાવી શકે છે. મને ખુશી છે કે મારી દીકરીની આ વાર્તા કોઇકને આ ઉદાસીનતામાંથી બહાર આવવા મદદ કરશે.

પતો :
Mrs. Prabhavati Dattaray Nimbalkar
Survey No. 43, Bibvewadi, Patil Chaul,
Off. Datta Mandir, Pune 411 037, Maharashtra, India.
Telephone: +91 20 24214850

અને તેથી અમારી સાથે જોડાવ અને જીવનનો નવો અધ્યાય શરૂ કરો @ aarogya Depression Support Group : “Nirdhar”.