સ્વાઇન ફ્લૂમાં સપડાયેલી ખેરાલુની સગર્ભાનું મોત

Print
એક સપ્તાહ પૂર્વે મહેસાણાથી અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી
ખેરાલુની એક સગર્ભા મહિલાને સ્વાઈન ફ્લૂ હોવાનું નિદાન થયા બાદ ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મોત નપિજતાં ફફડાટ પ્રસર્યો છે.

સ્વાઇન ફ્લૂમાં સપડાયેલી ખેરાલુની સગર્ભાનું મોત
ખેરાલુ ખાતે રહેતી ૨૧ વર્ષીય સગર્ભા મહિલાને છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી તેમજ તાવના લક્ષણો જણાતા તેણીને ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અત્રે હાજર તબીબે મહિલાને સ્વાઈન ફ્લૂનાં લક્ષણો જણાતા તેના કફના નમૂના લઈ પરિક્ષણ માટે મોકલી આપ્યા હતા.

જો કે, પરિક્ષણમાં સગર્ભા મહિલાને સ્વાઈન ફ્લૂ હોવાનું નિદાન થતાં તેને અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી. છેલ્લા એક સપ્તાહથી સ્વાઈન ફ્લૂ સામે લડી રહેલી આ મહિલાને ગુરુવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અમદાવાદ સિવિલ દ્વારા જ તેના અગ્નિસંસ્કાર કરાયા હોવાનું બહાર આવ્યું છે.

મૃતકનાં સગાંની તપાસ

આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરાયા બાદ જિલ્લા આરોગ્ય અધિકારી રાવલના માર્ગદર્શન હેઠળ તેણીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને સ્વાઈન ફ્લૂ વિરોધી દવા સહિતની સારવાર હાથ ધરાઈ હતી. જ્યારે બીજીબાજુ સ્ટેટ નોડલ ઓફિસર સ્વાઈન ફ્લૂના તમામ તબીબો અને ફિઝીશિયનના ખેરાલુ, વડનગર, સતલાસણામાં વર્કશોપ કરાવી સ્વાઈન ફ્લૂ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar