પ્રશ્નોત્તરી

Print
ઍક્યુપંક્ચર ઉપચાર પધ્ધતિમાં વિશિષ્ટ બિંદુમાં કાર્યશક્તિના પ્રવાહને સમતોલ રાખવા માટે કરવામાં આવે છે. જેને લીધે વેદનાથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે. આરોગ્ય કાર્યશક્તિના પ્રવાહના સમતોલ પર અવલંબિત છે. આ વિશ્વાસ પર ઍક્યુપંક્ચરની ઉપચાર પધ્ધતિ આધારિત છે. શરીરના પ્રમુખ ૧૨ કાર્યશક્તિના પ્રવાહ માર્ગમાં પ્રસરેલો છે. જેને મેરીડીઅન્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક મેરીડીઅન એ વિશિષ્ટ અવયવ સાથે જોડાયેલો છે. મેરીડીઅનમાં ૧૦૦૦ કરતાં વધુ એક્યુબિંદુ હોય છે. તેને ઉદર્પિત કરીને (QI) કાર્યશક્તિના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે. " ઍક્યુપંક્ચર" આ શબ્દ લેટીન ભાષામાં"Acus" એટલે " સોય " તથા " Puncture " એટલે "ચાયનીઝ પધ્ધતિ " જેનો ઇતિહાસ ૪૫૦૦ વર્ષ જુનો છે.