મધુમેહ પર નિયંત્રણ

Print
સારવારનું લક્ષ્ય એ છે કે તમારા લોહીમાં સાકરનું પ્રમાણ ઓછું કરવું અને શરીરમાં ઇન્શુલીનનો વપરાશ નીચેના દર્શાવેલા માર્ગોથી સુધારવો.

સમતોલ આહાર
જે તમે ખાવો છો ત્યારે તમારૂં શરીર ખોરાકને સાકરમાં ફેરવે છે. સંતુલિત આહાર લોહીમાં ખાંડના પ્રમાણને બનાવી રાખે છે. મધુમેહના દર્દીનો ખોરાક સામાન્ય વ્યક્તિના ખોરાક જેવો જ હોવો જોઇએ કે જેમાં - ચરબીનું પ્રમાણ ઓછું, પુરતાં પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાયડ્રેટ વધું પ્રમાણમાં હોય જેવું કે બીયાવાળા ખોરાક, શાક્ભાજી અને અનાજ - જેવું કે ઘઊ, કઠોળ, ભાત.

કસરત
પ્રવૃત્તીમય રહેવાથી તમારા કોષો લોહીમાંથી સાકર વાપરે છે. આને લીધે કસરત પણ સારવારમાં એક મોટો ભાગ ભગવે છે. તમે જો રોજ કસરત કરતા હો તો તમારી નવી કસરતને આમાં સામેલ કરી શકો છો. જો તમે કસરત ના કરતાં હોય તો આ એક યોગ્ય સમય છે કે તમારો કસરત ચાલુ કરો. જો તમે રોજ અંદાજે ૩૦ મિનિટ કસરત કરતાં હશો અને તેને ટૂંકા વિભાગમાં વહેંયશો તો પણ તમને સરો ફાયદો થશે. જો તમે કસરત કરવા ટેવાયેલા ના હો તો થોડી થોડી કસરત કરવાનું શરૂ કરો. રોજ પાંચ મિનિટ ચાલવાની કસરત તમને યોગ્ય પાટા પર લાવશે.

વજન ઘટાડવું
આ રોગના દર્દીને વજન ઘટાડાવું એ સારવારમાં માટો ભાગ ભજવે છે. આને લીધે શરીર ઇન્શુલીનનો વપરાશ સરી રીતે કરશે. સૌથી સુંદર રસ્તો વજન ઘટાડવા માટે એ છે કે કસરત કરવી અને સમતોલ આહાર લેવો. સમતોલ આહાર માટે તમે ઓછી કેલેરી વાળો ખોરાક લો છો જેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. તમો વજન કેટલું ઓછું કરવું યોગ્ય છે તે માટે તમે યોગ્ય સલાહકારની મદદ નક્કી કરો . ૧૦ અથવા ૨૦ પાઉન્ડ (૪ થી ૮ કિલો) વજનનો ઘટાડો મધુમેહને કાબૂમાં રાખી શકે છે. ત્યા બાદ દર અઠવાડીયે કેટલું વજન ઓછું કરવું તે નક્કી કરો. દર અઠવાડીયે વધુમાં વધુ ૧ પાઉન્ડ( અર્ધો કિલો) વજન ઘટાડવું. થોડું થોડું વજન ઘટાડવું એ તંદુરસ્તી માટે સારૂં અને ફાયદાકારક છે.

લોહીમાં સાકરની ચકાસણી
તમારા ધ્યાનમાં આવ્યું હશે કે પૌષ્ટીક આહાર, વજનનું ઘટવું અને શરીરને તંદુરૂસ્ત રાખવાથી તમે લોહીમાં સાકરનું પ્રમાણ સામાન્ય રાખી શકો છો. તમે આ ચકાસણી ઘરમાં પણ કરી શકો છો અને તમારી સારવાર યોગ્ય રીતે થાય છે કે નહી તે પણ તપાસી શકો છો. આ તપાસ માટે તમારો તમારી આંગળીમાંથી લોહીનું એકાદ બિંદુ કાંઢી, ખાસ પ્રકારની પટી પર મુકો. ગ્લુકોમીટરના સાધનથી (કે જે હવે બજામાં સહેલાઇથી મળી શકે છે) તમે તમારા લોહીમાં સાકરનું પ્રમાણ કેટલું છે તે જાણી શકશો. આ તપાસ એક કાગળ ઉપર તારીખ અને સમય સાથે નોંધી રાખો. આવી રીતે તમે જલ્દીથી જાણી શકશો કે તમારી સારવાર પદ્ધતી કેટલી અસરકારક છે. તેવીજ રીતે કસરત અને ખોરાક પણ કેવી અસર કરે છે તે પણ જાણી શકશો.