આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, Apr 11th

Last update:04:36:36 AM GMT

શ્વાસનળીનો સોજો

તીવ્ર શ્વાસનળીનો સોજો

Print PDF
શર્દીના તીવ્ર ઓછા સમય માટે આવતા હુમલાને લીધે શ્વાસનળીમાં સોજો આવે છે. આ પરિસ્થિતીમાં, જ્યાં લક્ષણો અચાનક અને ગંભીર પ્રમાણમાં જણાય છે, ત્યારે તેને તીવ્ર શ્વાસનળીનો સોજો કહેવાય છે. આ વિકાર ફ્લુથી ચાલુ થાય છે અથવા પાછળથી થાય છે અને તે કદાચ કોઇ ચેપ વગર પણ થઈ શકે છે. તીવ્ર શ્વાસનળીનો સોજો લગભગ ૧૦ દિવસ ચાલે છે.

તીવ્ર શ્વાસનળીના સોજાના લક્ષણો
ત્યાં બારીક તાવ છે ૧૦૦-૧૦૨ ડીગ્રી ફેરનાઈટ (૩૭.૮ - ૩૮.૯ ડીગ્રી સેન્ટીગ્રેડ) તે સંતાપથી કોરી, દુ:ખદ ઉધરસ છે જેમાં એક જાડો અને પીળો ગડફો બે થી ત્રણ દિવસ પછી બને છે. આ તબક્કામાં એ તાવ ઓછો થતો જાય છે અને ઉધરસને લીધે આવેલુ દર્દ પણ ઓછુ થાય છે. એક અથવા બે અઠવાડીયા પછી એક હળવી ઉધરસ સામાન્ય રીતે રહે છે. તીવ્ર ઘટનાઓમાં કદાચ સામાન્ય નબળાઈ અને છાતીમાં દુખાવો રહે છે.

તીવ્ર શ્વાસનળીના સોજાનો ઉપચાર
જેટલુ જલ્દી બની શકે તેટલુ ડૉકટરને બતાવવુ મહત્વનુ છે. જો આ બળતરા તમારી શ્વાસનળી અને તેની શાખાઓના ઝાડ અને નાની શ્વાસનલીકા (નાની શ્વાસવાહીની) અને પછી હવાના કોષમાં જાય તો તે bronchopneumonia માં ફેરવાઈ જાય છે. સૌથી અસરકારક રીતે આ તીવ્ર શ્વાસનળીના સોજાને વહેચવા માટે નીચે જણાવેલ રસ્તાઓ છે.

  • બરોબર આરામ કરીને થકાવટથી દુર રહો
  • જ્યારે રૂતુ ભેજવાળી અને હવાવાળી હોય તો ઘરમાં રહો
  • છાતીમાં થતી લાળને પ્રવાહી બનાવવા માટે મોટા પ્રમાણમાં પ્રવાહી પીવો
  • ભરાયેલી લાળને ઉધરસ ખાઈને કાઢી નાખો જેનાથી ઉધરસને લગતી કફ દુર કરનાર દવાઓનો વપરાશથી દુર રહેવાય
  • લાળને ઓછી કરવા તમારો ડૉકટર તમને ક્ફ છુટો કરવાની દવા આપશે
દર્દીને આરામની જરૂર છે એટલે એક હુંફવાળા, ભેજવાળા ઓરડામાં ઘણીવાર વરાળ શ્વાસમાં લઈને એક બાષ્પીયંત્ર વાપરીને ચેપ લાગેલ શ્વાસનલિકામાં રહેલ લાળને નરમ કરવા રાખો. કફનો ગડફો થુકીને કાઢવા માટે દર્દીને ગરમ પાણી આપવુ, તે પાણી વીના ગળાને સુકાઈ જતુ રોકે છે. ગમે તે ઉધરસને શાંત પાડનાર દવા રાત્રે દરદીને આપવી જેથી તે આરામથી સુઈ શકે. એક ઉધરસની દવા જે કફને છુટો કરે છે તે દિવસમાં કદાચ મદદરૂપ થશે.

જ્યારે લાળ (થુંક સાથે મેળવેલ લાળ) ઉધરસ જે લીલી પીળી દેખાય છે અને ભુખરા રંગની અને પાણી જેવી દેખાય છે ત્યારે ડૉકટરની સલાહ લેવી અથવા જ્યારે તાવ વધે અને છાતીમાં દુખાવો વધે. ડૉકટર તમને યોગ્ય જીવાણુનાશક દવા લેવાની સલાહ આપે છે જે ચેપને દુર કરવા મદદ કરે છે. પુખ્તવયના લોકોએ જીવાણુનાશક દવા ગંભીર જીવાણુ સંબધિત ચેપ લાગે છે જે તેમની ઓછી થયેલ પ્રતિકારક શક્તિને લીધે છે તેના લેતા પહેલા ડૉકટરની સલાહ લેવી.

Page 3 of 3

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us