આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Jul 14th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો વિમા કંપની ન્યુ ઇન્ડીયા ઍશ્યુરન્સ - જન આરોગ્ય વિમા પૉલિસી

ન્યુ ઇન્ડીયા ઍશ્યુરન્સ - જન આરોગ્ય વિમા પૉલિસી

Print PDF
Article Index
ન્યુ ઇન્ડીયા ઍશ્યુરન્સ
જન આરોગ્ય વિમા પૉલિસી
All Pages
જન આરોગ્ય વિમા પૉલિસી
 • આ પૉલિસી સમાજના ગરીબ લોકો માટે સસ્તો વૈદ્યકીય વિમો ઉતરાવવા માટે બનાવવામાં આવી છે. એક હપ્તો રૂ.૧૦,૦૦૦/- સુધી આયકરનો ફાયદો લેવા માટે, પેટા વિભાગ ૮૦D આયકાર વેરાનો કાયદો બનાવ્યો છે. સેવા કર આ પૉલિસીને લાગુ નથી.
 • વિમાની પૉલિસીની રકમ તેની સાથે વ્યક્તિગત મેડીક્લેઈમની પૉલિસી સિવાય કે એકત્રિત થયેલુ બોનસ અને વૈદ્યકીય તપાસના ફાયદાઓનો આમાં સમાવેશ નથી. એક માણસની વિમાની રકમ રૂ.૫૦૦૦/- સુધી સીમિત છે.
 • આ પૉલિસી વ્યક્તિઓ અને કુંટુંબના સભ્યો માટે મળે છે. ઉમરની મર્યાદા ૫ થી ૭૦ વર્ષની છે. ૩ મહિનાથી ૫ વર્ષના બાળકોનો આ પૉલિસીમાં સમાવેશ થઈ શકે છે, જો તેના માતાપિતા અથવા બંનેમાંથી એક આ પૉલિસીમાં એકત્રિતપણે સીમિત હોય.
Rasta Apatti Kavach (Road Safety Insurance)
આ પૉલિસી એક વ્યક્તિ માટે તેના વિશિષ્ટ જરૂરીયાત માટે બની છે જેને એક મોટર વાહનની સાથે રસ્તા ઉપર અકસ્માત થયો છે અને તેને ઇજા થઈ છે, જેને લીધે ઇસ્પિતાલમાં તેની સારવાર કરવા માટે દાખલ કરવો પડશે. આ પૉલિસીમાં મૃત્યુ ઉપર અને કાયમી અપંગતા ઉપર ભરપાઈની જોગવાઈ છે. આ પૉલિસીમાં તેના બે ભાગો છે.

ભાગ ૧: વ્યક્તિગત અકસ્માતને લીધે થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે ચુકવણી કરવી.
ભાગ ૨: શરીરની ઇજાઓને સારવાર કરવા માટે જે રસ્તા ઉપરના અકસ્માતને લીધે તેને ઇસ્પિતાલમાં દાખલ કરવાથી તેનો વૈદ્યકીય ખર્ચો.
 • વિમા ઉતરાવેલ રકમ આ બંને વિભાગોમાં સમાન છે.
 • વિમાની ઉપલબ્ધ રકમ રૂ.૨૫૦૦૦/-, રૂ.૫૦૦૦૦/-, રૂ.૭૫૦૦૦/- અને રૂ.૧,૦૦,૦૦૦/- છે.
 • આ પૉલિસી વાર્ષિક આધાર ઉપર મળે છે.
 • હપ્તો વિમા ઉતરાવેલ રકમ ઉપર આધારિત છે.
 • આ પૉલિસી સામુહીક આધાર ઉપર પણ મળે છે.
બીજી પૉલિસીઓનો સમાવેશ છે
 • વ્યક્તિગત અંગત અકસ્માતની પૉલિસી.
 • સામુહીક અંગત અકસ્માતની પૉલિસી.
 • યાત્રાની ઉડાણની ટિકીટ.
 • એક યાત્રાના ઠરાવેલ ઉડાણ દરમ્યાન પ્રવાસ કરતા અકસ્માતના જોખમનો સમાવેશ.
 • ગ્રામિણ વ્યક્તિગત અકસ્માતની પૉલિસી - લોકો માટે જેઓ ગામડામાં રહે છે, જેના ફાયદાઓ વિમા ઉતરાવેલ મુડીની રકમ રૂ.૧૦,૦૦૦/- સુધી સીમિત છે.
 • જનતા વ્યક્તિગત અકસ્માત પૉલિસી - જ્યાં ફાયદાઓની વધારેમાં વધારે રૂ.૧,૦૦,૦૦૦/-રકમનો સમાવેશ છે. લાંબા સમયની પૉલિસીઓ ૫ વર્ષ સુધી કાઢી શકાય છે.
 • વિદ્યાર્થીનો સુરક્ષતાનો વિમો - શાળા અને મહાવિદ્યાલયો માટે - વિદ્યાર્થીઓના વ્યક્તિગત અકસ્માતની મુડીની રકમ રૂ.૧૦,૦૦૦/- સુધી સમાવેશ છે.
 • રાજરાજેશ્વરી મહિલા કલ્યાણ યોજના - સ્ત્રીઓના સંઘની ઉમર ૧૦ થી ૭૫ વર્ષ સુધીનો આમાં સમાવેશ છે અને મુડીની રકમ રૂ.૨૫,૦૦૦/- છે. જો અવિવાહીત સ્ત્રી અકસ્માતને લીધે મરી જાય તો તેણે નીમેલા વ્યક્તિને અથવા કાનુની વારીસને રૂ.૨૫,૦૦૦/- આપવામાં આવશે. એક વિવાહીત સ્ત્રીના દાખલામાં જો તેનો પતિ કોઇ અકસ્માતને લીધે મરી જાય તો પત્નીને રૂ.૨૫,૦૦૦/- મળશે, પણ જો વિમા ઉતરાવેલ અથવા તેની પત્ની મરી જાય તો ભરપાઈ ચુકાવવામાં નથી આવતી.
 • ભાગ્યશ્રી બાળકના કલ્યાણની પૉલિસી: એક કન્યાની ઉમર ૦ થી ૧૮ વર્ષ હોય અને જેના માતાપિતાની ઉમર ૬૦ કરતા વધારે ન હોય. અકસ્માતને લીધે તેના માતાપિતા અથવા બંનેમાંથી એક મરી જાય તો એક રકમ રૂ.૨૫,૦૦૦/- કન્યાના નામ ઉપર નાણાકિય સંસ્થા જેનુ નામ પૉલિસીમાં લખ્યુ છે ત્યા જમા કરવામાં આવે છે. આ સંસ્થા કન્યાના માતાપિતાને અથવા નીમેલા પાલકને કન્યાના ફાયદા માટે ઠરાવેલ રકમ ચુકવવામાં આવશે. સામુહિક પૉલિસીઓ પણ આપી શકાય છે.
ઉપર જણાવેલ ફક્ત એક વ્યાપક સંકેત સમાવેશ કરેલ દરખાસ્તનો છે. વધારે વિગત માટે ગમે તે ન્યુ ઈન્ડીયા એસ્યુરન્સની પૉલિસી વિસ્તરણ કરતી કચેરીમાં અથવા વેબસાઈટ www.newindia.co.in ઉપર મુલાકાત લઈ શકો છો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us