આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Aug 13th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૧

AIIMSનાં ડોક્ટર્સે આલ્કોહોલથી સ્પાઇનલ ટયુમરની સારવાર કરી

Print PDF
AIIMSનાં ડોક્ટર્સે આલ્કોહોલથી સ્પાઇનલ ટયુમરની સારવાર કરી
નવી દિલ્હી, તા.૨૦

ડોક્ટરોએ આલ્કોહોલનો એક નવા જ હેતુ માટે ઉપયોગ શક્ય બનાવ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે આલ્કોહોલ સ્પાઇનલ ટયુમર (કરોડરજ્જુની ગાંઠ)ની સારવાર માટે ઉપયોગી છે.

અહીંની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)ના ડોક્ટરોએ વર્ટેબ્રાલ હેમાન્ગિઓમસ નામની અનકોમન સ્પાઇનલ ટયુમરથી પીડાતા ૩૦ દર્દીઓની આલ્કોહોલના ઉપયોગથી સફળ સારવાર કરી છે. ટયુમરના કોષોમાં લોહીનો પુરવઠો ઘટાડવા અને ધીમે ધીમે તે કોષોને ખતમ કરી નાખવા માટે આલ્કોહોલ ઉપયોગમાં લેવાય છે.

'એઇમ્સ'ના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોસર્જરીના એસોસિયેટ પ્રોફેસર ડો. પી. સરતચંદ્રે કહ્યું હતું કે તેમણે આ ટેક્નિકનો પહેલી વાર ઉપયોગ ૧૦ દર્દીઓ પર કર્યો હતો. તેના પ્રોત્સાહક પરિણામો મળ્યા બાદ અન્ય ૨૦ દર્દીઓને પણ તે ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને સારવાર આપવામાં આવી હતી, જે ટ્રીટમેન્ટ ઓછી જટિલ અને સારાં પરિણામો આપતી હોવા ઉપરાંત પરંપરાગત સારવારપદ્ધતિથી સસ્તી પણ છે.

અનકોમન સ્પાઇનલ ટયુમરથી પીડાતા ૩૦ દર્દીની આલ્કોહોલના ઉપયોગથી સફળ સારવાર
કરોડરજ્જુની આ ગાંઠની ટ્રીટમેન્ટ માટે આલ્કોહોલ ઉપયોગમાં લેવાના કારણો આપતા ડો. સરતચંદ્રે ઉમેર્યું હતું કે તે બે રીતે લાભકારક છે. આલ્કોહોલ (એબ્સોલ્યુટ ઇથેનોલ) સૌથી અસરકારક અને બિનખર્ચાળ બ્લડ ક્લોગિંગ એમ્બોલાઇઝિંગ (ટયુમરના કોષોમાં લોહીનો પુરવઠો ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુ) છે. પરંપરાગત એમ્બોલાઇઝેશનમાં બે-ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે આલ્કોહોલના વપરાશથી માત્ર ૨૦-૩૦ રૂપિયામાં જ બ્લડ ક્લોગિંગ એમ્બોલાઇઝિંગ શક્ય બને છે.

આલ્કોહોલમાં રહેલું ઝેર (ટોક્સિસિટી) ટયુમરના કોષોને ખતમ કરવા માટે પૂરતું છે અને વળી તે નવી નોર્મલ બોર્ન ફોર્મેશન (નવેસરથી હાડકા બનવાની સામાન્ય પ્રક્રિયા)ને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે. આ પ્રકારની ટયુમર્સની સારવારમાં સૌપ્રથમ તો નાની રક્તવાહિનીઓમાં રક્તપ્રવાહ અટકાવવામાં આવે છે, જેથી સર્જન બ્લીડિંગના કોઇ રિસ્ક વિના કરોડરજ્જુ દબાવીને ટયુમર દૂર કરી શકે છે. ત્યાર પછી ફ્રેક્ચર્સ રોકવા અને બોન ફ્યુઝન થઇ શકે તે માટે રોડ અને સ્ક્રૂ પ્લેસમેન્ટ કરવામાં આવે છે.

Last Updated on Monday, 16 January 2012 10:42 Read more...

Page 10 of 67

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us