આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Aug 13th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૧

કેન્સર થવા માટે ઓરલ સેક્સ કારણભૂત

Print PDF
કેન્સર થવા માટે ઓરલ સેક્સ કારણભૂત
લંડન : તા. 24 ફેબ્રુઆરી

ઓરલ સેક્સ કરનારાઓ માટે એક માઠા સમાચાર છે. મોઢા એન ગળાના કેન્સર થવા પાછળનું એક કારણ ઓરલ સેકસ પણ હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે. અમેરિકામાં ઓરલ સેક્સ પ્રત્યે વધતી જતી રૂચીના કારણે ત્યાં મોઢા અને ગળાના કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે ઓરલ સેક્સના કારણે પૈપીલોમા નામના કેન્સરના વાયરસ ખુબ જ ઝડપથી ફેલાય છે. તેના કારણે 50 કે તેથી ઓછી ઉમંરના લોકો મોઢા અને ગળાના કેન્સરના રોગથી પીડાય છે. જો આનાથી બચવુ હોય તો યુવાઓએ એચપીવીની રસી લગાવવાની રહેશે.

ઓહિયો યૂનિવર્સિટીના પ્રોફેસર માઉરા ગિલિસનના જણાવ્યા પ્રમાણે ગળાના કેન્સર તમાકુ કરતા ઓરલ સેક્સના કારણે વધુ ફેલાઈ રહ્યું છે. અન્ય એક સંશોધન કરતા ડૉ. વિલિયમના જણાવ્યા પ્રમાણે ટૉસિલ અને જીભની નીચેના ભાગમાં થતાં કેન્સરના કિસ્સાઓમાં વધારો થયો છે જેનું કારણ એચપીવીને માનવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ટોસિલ કેન્સરના 60 થી 70 ટકા સુધીના કેસો એચપીવી સાથે સંબંધીત છે. ઓરલ સેક્સથી એચપીવીનું સંક્રમણ થાય છે. જેથી ઓરલ સેક્સને જ ટૉસિલ કેન્સર માટે કારણભૂત માનવામાં આવે છે.

2007માં ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન દ્વારા પ્રકાશીત એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગળા અને માથાના કેન્સરથી પીડિત એચપીવી સંક્રમિત યુવાઓમાંથી મોટા ભાગનાએ કબુલ્યુ હતુ કે તેમના એકથી વધારે સેક્સ પાર્ટનરો છે. તેમાંથી મોટાભાગનાએ તેમના પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરેલું છે. આ શોધમાં એ બાબત પણ જાણવા મળી હતી કે જે લોકોના 6 થી વધારે સેક્સ પાર્ટનરો હોય છે તેના ગળા અને માથાના ભાગે કેન્સર થવાની શક્યતા 3.4 ટકા વધી જાય છે. એટલુ જ નહીં જેમ જેમ સેક્સ પાર્ટનરોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ કેન્સર થવાની શક્યતા પણ વધતી જાય છે.

Last Updated on Monday, 16 January 2012 10:42 Read more...

Page 9 of 67

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us