આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Jul 14th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૧

મોબાઈલ ફોન મગજને સક્રિય બનાવે પરંતુ નુકસાન નથી

Print PDF
મોબાઈલ ફોન મગજને સક્રિય બનાવે પરંતુ નુકસાન નથી
ન્યૂ યોર્ક, તા.૨૩

મોબાઈલ ફોનથી મગજના કોષ સક્રિય બની જાય છે ખરા, પરંતુ તેના સામાન્ય ઉપયોગથી મગજને કોઈ ગંભીર નુકસાન થતું હોવાની સાબિતી તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં મળી શકી નથી. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના નિષ્ણાતોએ કરેલ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મોબાઈલ ફોનનો સતત પચાસ મિનિટ ઉપયોગ કરવાથી મગજમાં શર્કરાનો વપરાશ વધુ થવા લાગે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે શર્કરાનો વધુ ઉપયોગ મગજ વધુ સક્રિય બનવાની સાબિતી છે.

જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ નિષ્ણાતોએ ૪૭ તદ્દન સ્વસ્થ વ્યક્તિને અભ્યાસમાં સામેલ કર્યા હતા. તેમના બંને કાન પર એક એક મોબાઈલ લગાવી દેવામાં આવ્યો હતો. તેમાંનો એક ફોન બંધ હતો અને બીજો ચાલુ હતો પરંતુ તેનો અવાજ મ્યુટ (મૂંગો) કરી દેવામાં આવ્યો હતો. એટલે સ્વયંસેવકોને ખબર પડતી નહોતી કે બંને ફોન ચાલુ છે કે બંધ છે. ત્યાર પછી તેમનો જમણા કાનનો મોબાઈલ ૫૦ મિનિટ માટે ચાલુ કરવામાં આવ્યો હતો અને બીજો ફોન સતત બંધ જ રાખવામાં આવ્યો હતો.

મોબાઈલ ફોનનો ઉપયોગ સતત પચાસ મિનિટ કે તેથી વધે તો જ મગજ પર ૭ ટકા અસર થાય
પચાસ મિનિટ ફોન ચાલુ રાખી વાતો રીલે કર્યા પછી દરેક સ્વયંસેવકના મગજની મેગ્નેટિક ફિલ્ડ સ્કેનર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે જે મોબાઈલ ચાલુ રાખવામાં આવ્યો હતો તે મોબાઈલની નજીકના મગજમાં શર્કરાનું પાચન ૭ ટકા વધી ગયું હતું. બંધ મોબાઈલ ધરાવતા ડાબી બાજુના મગજમાં શર્કરાનો કોઈ વધારાનો ઉપયોગ જણાયો નહોતો.

પ્રયોગમાં સામેલ નિષ્ણાત ડો. જેક કેસ્લરે જણાવ્યું હતું કે આ પ્રયોગ સાબિત કરે છે કે મોબાઈલ ફોનના સામાન્ય ઉપયોગથી મગજને કોઈપણ જાતનું નુકસાન થતું નથી. પચાસ મિનિટ ફોન સતત ચાલુ રહે તો મગજનો થોડોક ભાગ ૭ ટકા વધુ સક્રિય બને છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓન ડ્રગ એબ્યુઝના ડાયરેક્ટર અને અભ્યાસ કરનાર ટુકડીના વડા ડો. નોરા વૌલ્કોવે જણાવ્યું હતું કે હવે સાબિત થઈ ગયું છે કે મોબાઈલથી કોઈ નુકસાન નથી.

Last Updated on Monday, 16 January 2012 10:41 Read more...

Page 8 of 67

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us