આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Aug 13th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૧

ભારતીય વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ શોધ!

Print PDF
ભારતીય વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ શોધ!
એક બેઈલાજ રોગની રસી શોધવામાં ભારતના શિરે સફળતા દેશમાં આશરે 30 લાખ એચઆઈવી પીડિત છે
અત્યાર સુધી બેઈલાજ માનવામાં આવતા એચઆઇવી વાઇરસની રસી ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. ભારતમાં વિકસેલી આ રસી પ્રથમ તબક્કાના પરીક્ષણમાં સફળ રહી છે. કેટલાંક અન્ય પ્રયોગો પછીતે જલ્દી જ બજારમાં ઉપલબ્ધ થઈ જશે. ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડો. વી.એંમ. કટોચ પ્રમાણે પ્રથમ પરીક્ષણમાં કોઈ સાઇડ ઈફેક્ટ સામે આવી નથી.

એચઆઈવીના કેસો ભારતમાં સૌથી વધારે છે. દેશમાં આશરે 30 લાખ એચઆઈવી પીડિત છે. આ સિવાય આઈસીએમઆર પણ એચઆઈવી ડ્રગ્સ પર કામ કરી રહ્યા છે. 2008માં ઈન્ટરનેશનલ એઇડ્સ વેક્સિનની પહેલથી આ રસી પર કામ શરૂ કરવામાં આવ્યુ હતું.

આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદથી કરવામાં આવેલું આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યુ હતું. આ પહેલા થાઈલેન્ડમાં પણ એક વેક્સિનનું નિર્માણ કરવામાં આવ્યુ હતું, પરંતુ તે 30 ટકા જ સફળ થઈ શક્યુ હતું. અત્યારના પરીક્ષણમાં ધ નેશનલ કન્ટ્રોલ સોસાયટી મદદ કરી રહી છે.

Last Updated on Monday, 16 January 2012 10:39 Read more...

Page 7 of 67

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us