આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Aug 13th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૧

ગુજરાત રાજસ્થાન સરહદે એઇડસના કેસમાં ભારે વધારો

Print PDF
અમદાવાદ, બુધવાર
ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં એઇડસનો રોગ અચાનક જ મોટાપ્રમાણમાં વધવા પામ્યો હોવાનો આજે રાજ્યસભામાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાને સ્વીકાર કર્યો છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રીનો રાજ્યસભામાં સ્વીકાર, પાછલા પાંચ વર્ષોમાં પ્રમાણ વધી ગયું
પાછલા પાંચ વર્ષોમાં રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારમાં એઇડસના દર્દીઓના અચાનક જ વધી ગયેલા પ્રમાણ અંગે રાજસ્થાનના સાંસદ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આજે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન શ્રી ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે તેમના મંત્રાલયને પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર એ વાત સાચી છે કે ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં એઇડસના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી છે. જો કે આના અનેક કારણો પૈકી એક એ પણ છે કે દેશાં એચઆઇવીના પરીક્ષણની સુવિધાઓ વધી છે તે રીતે આ જિલ્લાઓમાં પણ વધી છે અને તેથી આંકડા વધુ આવી રહ્યા છે.

અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવઃ મેલેરિયા, ડેન્ગ્યૂના વધતા કેસ
અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં બેવડી મોસમનો અનભવ થઈ રહ્યો છ. મોડી રાત્રે અને વહેલી સવારે સાધારણ ઠંડી હોય છે અને બપોરે ગરમી પડે છે. આ પ્રકારનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ માટે સાનુકૂળ હોય છે. છેલ્લાં કેટલાંક સમયથી શહેરમા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તેના લીધે મેલેરિયા, ડેન્ગ્યૂ, ફાલ્સીપારમ, જેવો મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના કેટલાંક વિસ્તારોમાં કમળો, ઝાડા-ઉલટીના કેસો પણ વધી રહ્યા છે. ખાણી પીણીના બજારોમાં ડીસ્પોઝેબલ ડીશનો વપરાશ ફરજિયાત બનાવાઈ રહ્યો છે.

મચ્છરોના બ્રીડિંગ શોધવા વોર્ડમાં સર્વે ઃ ખાણી પીણી બજારમાં ડીસ્પોઝેબલ ડીશનો વપરાશ ફરજિયાત
અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે અને તના પગલે મચ્છરજન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા આવશ્યક પગલાં લેવામાં ન આવે તો મેલેરિયા, ડન્ગ્યૂ, ફાલ્સીપારમ, જેવા રોગના દર્દીઓ વધવાની સંભાવના છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રીડીંગ શોધવા અને મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે પગલાં લેવા માટે દરેક વોર્ડમાં હેલ્થ વિભાગના સ્ટાફ અને વધારાના ૫ વોલન્ટિયર મૂકવામાં આવ્યા છે.

તાજેતરમાં ખાડિયા, કાળી, ચાંદખેડા, વગેરે વિસ્તારોમાં કમળાના કેસો જોવા મળ્યા છે. આથી પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે હેલ્થ અને ઈજનેર વિભાગ વચ્ચે સંકલન કરીને પગલાં લેવાશે. વિવિધ સ્થળે આવેલા ખાણી પીણી બજારમાં આરોગ્યના નિયમોનું પાલન કરવાઈ રહ્યું છે. પાણી પુરી, સહિતની ખાદ્ય ચીજો વેચનારને ડીસ્પોઝેબલ ડીશનો વપરાશ કરાવવા ફરજ પાડવામાં આવે છે.


Last Updated on Monday, 16 January 2012 10:38 Read more...

Page 5 of 67

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us