આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Aug 13th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૧

ઘરોમાં પ્રગટાવાતા અગરબત્તી, ધૂપથી અસ્થામા થવાનું જોખમ

Print PDF
ઘરોમાં પ્રગટાવાતા અગરબત્તી, ધૂપથી અસ્થામા થવાનું જોખમ
બંનેમાં વપરાતાં ઝેરી રસાયણોનો ધૂમાડો બાળકો માટે વધુ હાનિકારક હોવાનું એક વૈજ્ઞાાનિક અભ્યાસનું તારણ
(રોઇટર્સ) તાઇપેઈ, તા. ૨૬
જે ઘરોમાં નિયમિતપણે અગરબત્તી પ્રગટાવવાનો રિવાજ હોય છે ત્યાં બાળકોને દમ અથવા અસ્થમા થવાનું ભારે જોખમ રહે છે તેમ તાઇવાનના એક અભ્યાસમાં જણાવાયું છે. આ જોખમ સાથે ચોક્કસ જનીનિક વેરીએશન પણ સંકળાયેલું હોઇ શકે છે. હજારો વર્ષોથી અનેક સંસ્કૃતિઓમાં ધાર્મિક અને આધ્યાત્મિક સમારંભોમાં સુગંધિત દ્રવ્યો અથવા અગરબત્તીઓ જલાવવાનો રિવાજ ચાલતો આવે છે. એશિયાના મોટા ભાગના ઘરોમાં લોકો સામાન્યપણે અગરબત્તી પ્રગટાવે છે અને આ રિવાજ હવે પશ્ચિમમાં પણ લોકપ્રિયતા મેળવી રહ્યો છે.

તાઇપેઇની નેસનલ તાઇવાન યુનિવર્સિટીના સંશોધક યુંગલિંગ લીઓ લીની ટીમના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે શાળાએ જતાં મધ્ય વયના ૩૮૦૦ વિદ્યાર્થીઓમાંથી ત્રણ ટકા અસ્થમાથી પીડાતા હતા અને પાંચ ટકાથી વધુ બાળકોને તેની થોડી અસર હતી. જેમના માતા પિતા ઘરમાં અગરબત્તી પ્રગટાવતા હતા. તેમના બાળકોને ૩૬ ટકા વધુ જોખમ અસ્થમા હાલ હોવાનું હતું અને વધુ ૬૪ ટકાને કસરતો કરવા દરમિયાન છાતીમાં સસણી બોલવી કે હાંફ ચડવાનું વધુ જોખમ રહે છે, તેમ યુરોપીયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રસિધ્ધ તારણોમાં જણાવાયું હતું.

ચકાસણી હેઠળના બાળકોમાંથી ૪૮ ટકા GSTT 1 નામે ઓળખાતા જીન વેરીએન્ટની કોઈ નકલ ધરાવતા ન હતા. આ જનીન એન્ઝાઇન્સ સમૂહને અંકુશિત રાખે છે, જે સિગારેટના ધૂમાડા તથા ઝેરી રસાયણો સહિતના પદાર્થોના કારણે થતાં નુકસાન સામે શરીરના કોષોને રક્ષણ આપે છે, જનીનનો આ પ્રકાર નહિ ધરાવતા લોકોને એલર્જી અને અસ્થમા થવાનું ભારે જોખમ રહેલું છે. અગરબત્તીના ધૂપ અસ્થમા અને હાંફની ઘરઘરાટી માટે અને ખાસ કરીને GSTT 1 જનીન પ્રકાર નહિ હોવાની શંકા સાથેના બાળકોમાં, ઊંચુ જોખમનું પરિબળ છે.

જે ઘરમાં નિયમિત અગરબત્તી કે સુગંધિત દ્રવ્યોના ધૂપ બાળકોના શ્વાસમાં જતા હોય તેમાં ૭૮ ટકાને વર્તમાનમાં અસ્થમા હોવાની શકયતા વધુ હોવાનું તારણોએ જણાવ્યું હતું.

Last Updated on Monday, 16 January 2012 10:37 Read more...

Page 4 of 67

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us