આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, Nov 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ હૃદય મજબૂત હોય તે પુરુષ સેક્સમાં પણ મજબૂત ઠરે

હૃદય મજબૂત હોય તે પુરુષ સેક્સમાં પણ મજબૂત ઠરે

Print PDF
મેલબોર્ન, તા.૧૬

હૃદય મજબૂત હોય તે પુરુષ સેક્સમાં પણ મજબૂત ઠરે
જેનું હૃદય મજબૂત હોય અને ધમનીઓ મજબૂત હોય તેવા પુરુષો જ સેક્સમાં લાંબો સમય ટકી શકે છે તેમ તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસનાં તારણોમાં જાણવા મળ્યું છે. મેલબોર્નના એન્ડોક્રોનોલોજિસ્ટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે માનસિક રીતે ગમે તેટલી શાંતિ રાખી હોય અને અન્ય બધી તૈયારી કરી હોય તો પણ ધમની કહેવાતી લોહીની નળીઓ જો નબળી હોય તો તે પુરુષ સેક્સમાં પણ નબળો જ સાબિત થાય છે.

ડો. કેરોલીન એલન નામના આ નિષ્ણાતનું કહેવું છે કે અત્યાર સુધી બધા માનતા હતા કે મગજમાં સેક્સની ઇચ્છા જાગૃત થતાં તે મગજના ખાસ વિભાગને જાગૃત કરે છે અને તેના પરિણામે પ્રજનન અંગમાં લોહીનો ભરાવો થઈ ઉત્થાન સર્જાય છે. કેરોલીનના અભ્યાસ અનુસાર અહીં સુધીની ક્રિયા મગજના હોર્મોનના સિગ્નલ પર આધારિત હોય છે. પરંતુ અહીંથી આગળ ધમનીઓની મજબૂતી જ કામ આવે છે.

મેલબોર્નના ડો. કેરોલીન એલન દ્વારા કરવામાં આવેલા અભ્યાસનાં તારણો
આ નિષ્ણાતે જણાવ્યું કે તેમની પાસે પ્રજનન અંગની શિથિલતાના જે કેસો આવતા હતા તેમાંથી ૭૫ ટકામાં જોવા મળ્યું હતું કે તેની પાછળ કોઈ માનસિક કારણ નહોતું. માત્ર શારીરિક નબળાઈ જ તેમાં કારણરૃપ હતી. આ નબળાઈનું કારણ સમજવા માટે અભ્યાસ કર્યો હતો. તેમાં જાણવા મળ્યું કે ધમની કહેવાતી તાજા લોહીની નળીઓ જેટલી મજબૂત હોય તેટલું લોહીનું દબાણ વધુ સહન કરી શકે છે અને તેટલો વધુ સમય પ્રજનન અંગનું ઉત્થાન ટકી શકે છે.

કેરોલીને વધુમાં જણાવ્યું હતું કે ધમનીની નબળાઈ પછીના ક્રમે પ્રોસ્ટેટ કેન્સરની સારવાર અથવા કરોડની ઈજાના કારણે જ્ઞાનતંતુઓને થયેલું નુકસાન પ્રજનન અંગની શિથિલતાનું કારણ હોય છે. કેટલાકને ટેસ્ટોસ્ટરોન હોર્મોનનું પ્રમાણ ઓછું હોવાથી મુશ્કેલી થતી જણાય છે. પરંતુ મારા અભ્યાસમાં જોવા મળ્યું છે કે સૌથી વધુ પુરુષો લોહીમાં કોલેસ્ટરોલ હોવાથી અને બ્લડપ્રેશરમાં બોર્ડર લાઈન પર હોવાથી પ્રજનન અંગની નબળાઈનો ભોગ બને છે. જે લોકો નિયમિત કસરત કરતા હોય, શરાબ અને સિગારેટ વગેરેથી દૂર રહેતા હોય તેમનાં હૃદય સ્વસ્થ રહે છે અને તેમને પ્રજનન અંગની કોઈ નબળાઈ પણ પજવતી નથી.

બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલ ધરાવતા પુરુષની ઉંમર વધતી જાય તેમ તેની મુશ્કેલી વધતી જાય છે તેમ કેરોલીને જણાવ્યું હતું. સિગારેટ શરાબ વગેરે છોડીને કસરત ચાલુ કરવાથી તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હોવાનું પણ કેરોલીને સ્વીકાર્યું હતું.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us