આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 27th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ સ્પ્લિટિંગ ટેબ્લેટ્સ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે

સ્પ્લિટિંગ ટેબ્લેટ્સ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે

Print PDF
બ્રસેલ્સ, તા.૭

દવાઓ તોડવી (સ્પ્લિટિંગ ટેબ્લેટ્સ) દર્દીઓ માટે જોખમી સાબિત થઇ શકે તેમ હોવાની બેલ્જિયમના સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી છે. સંશોધકોએ તેમના અભ્યાસના તારણોના આધારે નોંધ્યું હતું કે સ્પ્લિટિંગ ટેબ્લેટ્સની દર્દીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઇ શકે છે, ખાસ કરીને એવી દવાઓ કે જેમાં થેરાપ્યુટિક અને ટોક્સિક ડોઝ વચ્ચે નજીવું અંતર હોય.

ગ્હેન્ટ યુનિર્વિસટીના સંશોધકોએ પાંચ વોલન્ટિયર્સને ર્નિંસગ હોમ્સમાં ઉપયોગમાં લેવાતી ત્રણ કોમન ટેક્નિક્સનો ઉપયોગ કરીને જુદી જુદી સાઇઝની ૮ દવાઓ તોડવા જણાવ્યું હતું. પાર્ટિસિપન્ટ્સે સ્પ્લિટિંગ ડિવાઇસ, કાતર અને કિચન નાઇફનો ઉપયોગ કરીને દવાઓના કુલ ૩,૬૦૦ ટુકડા કર્યા હતા.

આ ટુકડાઓની ચકાસણી પરથી સંશોધકોને માલૂમ પડયું કે ૩૧ ટકા ટુકડાઓના થિયરિટિકલ વેઇટમાં ૧૫ ટકા જ્યારે ૧૪ ટકા ટુકડાઓના કિસ્સામાં ૨૫ ટકા વધઘટ થઇ હતી. સૌથી ચોક્કસ મનાતી સ્પ્લિટિંગ ડિવાઇસની મેથડમાં પણ ૨૧ ટકા સુધીનું એરર માર્જિન રહ્યું હતું.

થેરાપ્યુટિક અને ટોક્સિક ડોઝ વચ્ચે નજીવું અંતર હોય તેવી દવાઓના કિસ્સામાં જોખમ મહત્તમ
લીડ રિસર્ચર ડો. શાર્લોટ્ટ વર્યુએ કહ્યું હતું કે, “ટેબ્લેટ-સ્પ્લિટિંગ તમામ હેલ્થકેર સેક્ટર્સમાં વ્યાપક છે અને જર્મનીમાં એક પ્રાઇમરી કેર સ્ટડીથી જાણવા મળ્યું હતું કે કુલ દવાઓના ચોથા ભાગની દવાઓ સ્પ્લિટ થાય છે. ડોઝ ફ્લેક્સિબિલિટી વધારવા, ટેબ્લેટ્સને ગળવા માટે સરળ બનાવવા અને દર્દીઓ તથા હેલ્થકેર પ્રોવાઇડર્સ બન્નેનાં નાણાં બચાવવા સહિતના કારણોસર ટેબ્લેટ-સ્પ્લિટિંગ કરાય છે. જોકે, સ્પ્લિટ ટેબ્લેટ્સ ઘણી વખત અસમાન કદની હોય છે અને સ્પ્લિટિંગ દરમિયાન મોટી માત્રામાં ટેબ્લેટ્સ ખોવાઇ પણ શકે છે.”

“દવા બનાવતી કંપનીઓએ ટેબ્લેટ-સ્પ્લિટિંગ ટાળવા જુદા જુદા ડોઝની દવાઓ અને લિક્વિડ ઓલ્ટરનેટિવ્સ ઓફર કરવા જોઇએ. ટેબ્લેટ-સ્પ્લિટિંગનું કામ સંભાળતી વ્યક્તિઓને દવાઓ શક્ય તેટલી વધુ ચોકસાઇથી તોડવાની તાલીમ પણ આપવી જોઇએ.” તેમ ડો. શાર્લોટ્ટે ઉમેર્યું હતું.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us