આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 27th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ સ્થળ તપાસ બાદ દુખાવો અને તાવની ફરિયાદ સામાન્ય હોવાનો હેલ્થ ખાતાના તબીબોનો અભિપ્રાય

સ્થળ તપાસ બાદ દુખાવો અને તાવની ફરિયાદ સામાન્ય હોવાનો હેલ્થ ખાતાના તબીબોનો અભિપ્રાય

Print PDF
નાના બાળકોને અનેકવિધ પ્રકારના રોગથી બચાવવા કેન્દ્ર સરકારના રસીકરણ અભિયાન અંતર્ગત બહેરામપુરા વિસ્તારમાં હેલ્થખાતાના કર્મચારીઓ દ્વારા રસીના ઇન્જેક્શન અપાયા બાદ ૬૦ જેટલાં નાના બાળકોને ચાલવામાં મુશ્કેલી થઇ હોવાની અને તાવ આવ્યાની ફરિયાદ ઉઠતાં મ્યુનિ.તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.

પ્રાપ્તમાહિતી અનુસાર, નાના બાળકોને રસીકરણ કરવાની ઝુંબેશ અંતર્ગત મ્યુનિ.ના હેલ્થ ખાતાના કર્મચારીઓ દ્વારા ગઇકાલે બહેરામપુરા વિસ્તારના પરિક્ષિતલાલનગર તથા તેની પાછળ આવેલા ભીલવાસમાં ફરીને નાના બાળકોને ત્રિગુણીની રસી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવી હતી.

પાંચ વર્ષ સુધીના ૬૦થી વધારે બાળકોને ઇન્જેક્શન અપાયા બાદ આજે સવારથી બાળકોને કુલાના ભાગે દુખાવો વધી ગયો હતો અને તેઓ ચાલી શકતા નહોતા તેથી તેમના માતાપિતા ગભરાઇ ગયાં હતા અને હોહા મચી ગઇ હતી. એકત્ર થયેલા લોકોમાં બાળકોને રસીની આડઅસર થઇ હોવાની અને લકવો-પોલીયો થઇ ગયાની ચર્ચા ચાલી હતી.

એકત્ર થયેલા લોકોમાંથી કોઇએ આ બાબતની જાણ મ્યુનિ. હેલ્થ ખાતાને કરતાં હેલ્થ ખાતામાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને તરત જ હેલ્થ ખાતાના ઓફિસર ડો.કુલકણીઁ તથા દક્ષિણ ઝોનના હેલ્થ ખાતાનો સ્ટાફ અને મેડિકલ વાન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તરત જેટલાં બાળકોને રસી અપાઇ હતી તે તમામની તબીબી તપાસ કરીને સારવાર કરવામાં આવી હતી.

આ ઘટના અંગે પૂછતાં ડો.કુલકણીઁએ કહ્યું કે, નાના બાળકોને રસી આપવામાં આવે એટલે દુખાવો રહે અને સામાન્ય તાવ પણ આવતો હોય છે અને તેની સૂચના બાળકોના માતાપિતાને આપવામા આવે છે, પરંતુ બાળકોને વધારે દુખાવો થતો હોવાથી તેઓ ચાલતા નહોતા. આ રસીકરણની કોઇ આડઅસર કે લકવો પોલીયો થયાના આક્ષેપ અંગે પૂછતાં તેમણે કહયું કે, કોઇ બાળકને આડઅસર કે લકવો પોલીયો થયો નથી. તેમણે કહયું કે, મેડિકલવાનના તબીબોએ દરેક બાળકની તપાસ કરી દુખાવો મટી જાય અને તાવ ઉતરે તેની દવા આપી છે અને સાંજ સુધીમાં બાળકોને સારૂ થઇ જશે.

બહેરામપુરા વિસ્તારમાં બાળકોને રસીકરણની આડઅસર થઇ હોવાનો હોબાળો મચતાં મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા બદરૂદ્દીન શેખ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બાળકોના માતાપિતા સાથે વાતચીત બાદ તેમણે ત્રિગુણી રસી એક્સપાયરી ડેટની હોવાની શંકા વ્યકત કરતાં તપાસની માંગણી કરી હતી. જ્યારે મેયર આસિતભાઇ વોરાએ બહેરામપુરા વિસ્તારમાં રસીકરણ ઝુંબેશમાં કોઇ બાળકને લકવો પોલીયો થયો હોવાની વાત નકારી કાઢતાં કહયું કે, ફરિયાદ ઉઠતાં તબીબી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ છે અને તબીબોએ રસીની આડઅસર થયાનો ઇન્કાર કર્યો છે.

દુખાવો વધારવામાં ઠંડી કારણભૂત
શિયાળામાં કોઇ વ્યક્તિને વાગે ત્યારે તેને સામાન્ય દિવસો કરતાં વધારે પ્રમાણમાં દુખાવો રહેતો હોય છે અને તેમાંય હાલમાં જે રીતે ઠંડી પડી રહી છે તેના કારણે નાના બાળકોને ઇન્જેક્શન અપાયા બાદ તેમને કુલાના ભાગે સોજા જેવુ જણાય છે અને તેના લીધે દુખાવો વધારે લાગતાં બાળકોને ચાલવામાં તકલીફ પડી રહી છે તેમ ડો.કુલકણીઁએ જણાવ્યું હતું.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us