આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Jan 22nd

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૦

વૃષણમાં રહેલા સ્ટેમસૅલમાંથી જ ડાયાબિટીશનો ઇલાજ શક્ય બનશે

Print PDF
વોશિંગ્ટન, તા. ૧૪
ટાઇપ ૧ ડાયાબિટીશનો નવો ઇલાજ મળવાથી લાખો પુરુષો માટે આશાનો સંચાર થાય તેવા મીઠા સમાચાર અમેરિકાના વૈજ્ઞાાનિકો પાસેથી પ્રાપ્ત થયા છે. ટાઇપ ૧ ડાયાબિટીશથી પીડાતા પુરુષોના વૃષણ (ટેસ્ટીકલ્સ)માં મોજુદ સ્ટેમસૅલનો ઉપયોગ તેમના નુકસાન પામેલા ઇન્સ્યુલીન સ્ત્રાવ કરતા બીટા આઇલેટ સેલના સ્થાને કરી શકાય છે. સામાન્ય રીતે વૃષણમાં મૌજુદ સ્ટેમસૅલનું વીર્યમાં રૃપાંતર થતું હોય છે.

શરીરમાં ઇન્સ્યુલિન પેદા કરતા કોષો ક્ષતિગ્રસ્ત બને તો તેના સ્થાને સ્ટેમસૅલથી સમસ્યા હલ કરવા હાથ ધરાયેલું સંશોધન
વોશિંગ્ટન ડીસીની જયોર્જટાઉન યુનિવર્સિટીના અગ્રણી રીસર્ચકર્તા એસોસીયેટ પ્રોફેસર ઇયાન ગેલીકેનોએ કહ્યું કે તેમને સૈધ્ધાંતિક સાબિતી મળી આવી છે. દેહદાન કરેલા મૃત વ્યકિતઓમાંના વૃષણમાંથી રીસર્ચકર્તાઓએ 'ર્સ્પમેટાગોનીયલ' સ્ટેમસૅલ (એસએસસી) મેળવ્યા હતા. એસએસસીના એક ટીસ્યુમાંથી રીસર્ચકર્તાએ દશ લાખથી પણ વધુ બીટા આઇલેટ સેલ મેળવ્યા હતા. ડાયાબિટીશ ધરાવતા ઉંદરમાં આ બીટાઆઇલેટ સેલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ત્રણ ઉંદરોમાં એક સપ્તાહ સુધી બ્લડ સુગરનું પ્રમાણ ઘટેલું દેખાયું હતું. ઉંદરોમાં ડાયાબિટીશનું પ્રમાણ ઘટયું હતું.

ડૉ. ગેલીકેનોએ કહ્યું કે આ પહેલા પણ ડાયાબિટીશ ધરાવતા ઉંદરોમાં આવા બીટા આઇલેટ પ્રકારના સેલ દાખલ કરવામાં આવ્યા હતા. પણ તે સેલ કૃત્રિમ રીતે લેબમાં બનાવવામાં આવતા હતા. જયારે આ પ્રયોગમાં કુદરતી બીટા આઇલેટ સેલનો ઉપયોગ કરાયો હતો.

ફિલાડેલ્ફિયા ખાતેની અમેરિકન સોસાયટી ઓફ સેલ બાયોલોજીની ૫૦મી વાર્ષિક બેઠકમાં આ અભ્યાસ રજુ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં ટાઇપ ૧ ડાયાબિટીશના ઇલાજ માટે આ નવો પ્રયોગ ખુબ જ કારગત સાબિત થઇ શકશે. દેહદાન કરનારાઓના જીવનની આખરી ભેટ રાજરોગથી પીડાતા દર્દીઓનું જીવન બદલી કાઢશે.

Read more...

Page 8 of 81

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us