આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Jan 22nd

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૦

આહારમાં વિવિધ પ્રકારનાં ફળોથી ફેફસાંના કેન્સરનું જોખમ ઘટે છે

Print PDF
(પીટીઆઈ) લંડન, તા. ૧૮
વિવિધ પ્રકારના ફળોનું નિયમિત સેવન ફેફસાનું કેન્સર થવાની જોખમમાં ૨૩ ટકા જેટલો ઘટાડો કરી શકતું હોવાનું તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે. સંશોધકોના કહેવા પ્રમાણે દરરોજ વિવિધ ફળો અને શાકભાજીના ઓછામાં ઓછા પાંચ ટુકડા આરોગવાથી કેન્સર થતું અટકાવવામાં ઘણી મદદ મળી રહે છે અને નિષ્ણાતો પણ વારંવાર આ જ સલાહ આપે છે.

ધૂમ્રપાન કરનારાઓને આ કેન્સરનું જોખમ ઓછું કરવા જુદાં જુદાં પ્રકારનાં ફળો ખાવાની વિજ્ઞાાનીઓની સલાહ
આ અભ્યાસ સાથે જોડાયેલા વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે આ સંશોધનમાં ૧૦ દેશોના નિષ્ણાતો જોડાયા હતા. અભ્યાસના અંતે એવું તારણ નીકળ્યું હતું કે ફેફસાના કેન્સરના સંદર્ભે માત્ર ફળોનો જથ્થો જ નહીં, તેની વિવિધતા પણ એટલી જ મહત્વની છે. વિવિધ ફળોનું નિયમિત સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટે છે. આ સંશોધનમાં વ્યક્તિના ભોજન અને ફેફસાના કેન્સર વચ્ચેનો સંબંધ વિગતે સમજાવાયો છે. આ અભ્યાસમાં ૧૦ દેશોના પાંચ લાખ જેટલા લોકો પર પરીક્ષણ કરાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે ધુમ્રપાન કરનારાઓને ફેફસાનું કેન્સર થવાનું જોખમ સૌથી વધુ રહેલું છે અને તેઓ જુદા જુદા ફળો અને શાકભાજીનો નિયમિત રીતે ભોજનમાં સમાવેશ કરે તો આ કેન્સરનું જોખમ ૨૩ ટકા જેટલું ઘટી શકે છે. જેના માટે વૈજ્ઞાાનિકો દરરોજ ઓછામાં ઓછા આઠ શાકભાજીના ટુકડા ભોજનમાં લેવા પર ભાર મુકી રહ્યા છે અને આ દરેક ફળ અને શાકભાજીનો ટુકડો ફેફસાના કેન્સરનું ૪ ટકા જેટલું જોખમ ઘટાડે છે. સંશોધકના કહેવા પ્રમાણે ધુમ્રપાન કરનારાઓમાં ભોજન અને ફેફસાનાં કેન્સર વચ્ચે મહત્વનો સંબંધ જોવા મળ્યો છે. તેથી ધુમ્રપાન કરનારા લોકો વિવિધ પ્રકારના ફળોનું જેટલું વધારે સેવન કરે તેટલું જ તેમને ફેફસાનું કેન્સર થવાનું જોખમ ઘટે છે. ઉલ્લેખનીય છે કે આ મહત્વના અભ્યાસમાં જર્મની, ડેન્માર્ક, સ્પેન, ફ્રાંસ, ગ્રીસ, હોલેન્ડ, ઈટાલી, નોર્વે, યુકે અને સ્વીડન સહિત કુલ ૧૦ યુરોપીય દેશોના સંશોધકો જોડાયા હતા.

Read more...

Page 7 of 81

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us