આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Jul 04th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૦

સ્તનપાન શિશુને બુદ્ધિશાળી બનાવે છે

Print PDF
સ્તનપાન શિશુને બુદ્ધિશાળી બનાવે છે
લંડન, તા.ર૧

વર્ષોથી તબીબો કહેતા આવ્યા છે કે સ્તનપાન માતા અને નવજાત શિશુ બંને માટે સર્વશ્રેષ્ઠ છે. આ બાબતને હવે એક નવા અભ્યાસમાં પણ સમર્થન મળી ચૂક્યું છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્તનપાન શિશુ અને ખાસ કરીને પુત્રને વધારે બુદ્ધિશાળી બનાવે છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના નેતૃત્વમાં એક આંતરરાષ્ટ્રીય ટુકડીએ વ્યાપક અભ્યાસ બાદ જણાવ્યું છે કે સ્તનપાન બાળકોને ૧૦ વર્ષની વય સુધી અભ્યાસમાં સફળતા મેળવવામાં પણ મદદરૃપ બને છે. આની અસર નવજાત પુત્ર પર વધારે થાય છે. બાળકીની સરખામણીમાં બાળક પર તેની અસર વધારે થાય છે.

સંશોધકોએ કહ્યું છે કે માતાના દૂધમાં ઘણા ઘટકો હોય છે જે દિમાગને વિકસિત કરવામાં મદદરૃપ બને છે. બાળકોના દિમાગના વિકાસ માટે જરૃરી અને જવાબદાર ફિમેલ હોર્મોનનો અભાવ હોય છે. સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે નવી બાબત શીખતી વેળા બાળકો માતા ઉપર વધારે ધ્યાન આપે છે. કારણ કે તેમના આદર્શ તરીકે માતાની ભૂમિકા વધારે હોય છે. માતાના દૂધની અસર તેના પુત્ર પર સૌથી વધારે થાય છે.

૬ મહિના સુધી અથવા તેનાથી વધુ સમય સુધી સ્તનપાન બાળકો પર હકારાત્મક અસર કરે છે. ધ ડેઈલી ટેલિગ્રાફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમારા અભ્યાસથી ઘણી બધી બાબતોને સમર્થન મળ્યું છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા છ મહિના સુધી સ્તનપાન બાળકના સ્વાસ્થ્ય માટે ઉપયોગ સાબિત થાય છે. માતાઓને ૬ મહિના સુધી સ્તનપાન કરાવવા પ્રોત્સાહન આપવામાં આવે તે જરૃરી છે. આશરે ૧ હજાર બાળકોને આવરી લઈ કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તબીબોની વાત બિલકુલ સાચી છે. આ બાળકો ઉપર એવા સમયથી નજર રાખવામાં આવી રહી હતી કે જ્યારે તેમની માતા સગર્ભા હતાં. આનો અભ્યાસ બાળકોનાં દસ વર્ષની વય સુધી કરવામાં આવ્યો હતો.

Read more...

Page 5 of 81

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us