આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Jan 22nd

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૦

દરરોજ યોગની કસરતથી ઘૂંટણને નુકસાન થવાની ચેતવણી

Print PDF
દરરોજ યોગની કસરતથી ઘૂંટણને નુકસાન થવાની ચેતવણી
નવી દિલ્હી, તા. ૨૨

જો તમે દરરોજ યોગની કસરત કરતા હો તો હવે તેનાં કારણે તમારા ઘૂંટણને નુકસાન ન પહોંચે તેની સાવધાની રાખવાની ડૉકટરોએ ચેતવણી ઉચ્ચારી છે. જો નિયમિત ધોરણે યોગની કસરત કરવામાં આવે તો તેના કારણે ઘૂંટણનાં જોઈન્ટસ નબળા પડી શકે છે અને લાંબાગાળે ઘૂંટણનાં જોઈન્ટ્સ બદલવાનું ઓપરેશન કરાવવું પડે છે તેવું ડૉકટરોએ તાજેતરમાં હાથ ધરેલા અભ્યાસમાં જણાવ્યું છે.

સ્વાસ્થ્ય સુરક્ષા અંગેનો અભ્યાસ જણાવે છે કે કેટલીક કસરતને કારણે ઘૂંટણનાં જોઈન્ટસને નુકસાન પહોંચે છે. મેડીસિટી મેદાન્તા ખાતે બોન એન્ડ જોઈન્ટ ઈન્સ્ટીટયુટનાં ચેરમેન ડૉ. અશોક રાજગોપાલે જણાવ્યું હતું કે યોગની વધારે પડતી કસરત કરવાને કારણે ઘણાં યોગ ગુરુઓ અમારી પાસે ઘૂંટણનાં જોઈન્ટ્સ બદલાવવાનું ઓપરેશન કરાવવા આવે છે.

ઘૂંટણના જોઈન્ટસ બદલવા સર્જરી કરાવવી પડતી હોવાનો ડૉકટરોનો દાવો
યોગગુરુ કે તેમના શિષ્યો જ્યારે વજ્રાસન કરે છે ત્યારે તેમનાં ઘૂંટણ અને તેનાં જોઈન્ટસ પર વધારે વજન આવે છે અને તેમનાં ઘૂંટણનાં જોઈન્ટસને વધારે નુકસાન પહોંચે છે. યોગની દરેક કસરત વખતે વ્યક્તિ જ્યારે ઘૂંટણને વધારે પડતો વાળે છે ત્યારે તેનાં તેનાં ઘૂંટણનાં જોઈન્ટસ ડીસલોકેટ થાય છે અને લાંબા ગાળે તેનાં કારણે ઘૂંટણમાં દુખાવો વધે છે.

દર્દીઓ જ્યારે ઘૂંટણનાં જોઈન્ટ્સ બદલાવવાનું ઓપરેશન કરાવે તે પછી તેઓ ચાલવામાં મુશ્કેલી પડવાની કે ઢીંચણ વાળવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો કરે છે તેથી હવે અમે પરંપરાગત ની-જોઈન્ટ્સ બદલવાની સર્જરી કરતા હોવાનું ડૉ. રાજગોપાલે જણાવ્યું હતું. ઓપરેશનની આ નવી પદ્ધતિમાં ઘૂંટણનાં અસલ જોઈન્ટ્સની જગ્યાએ કૃત્રિમ જોઈન્ટસ એવી રીતે ફીટ કરવામાં આવે છે કે જે અલસ જોઈન્ટસ જેવું જ કામ કરે છે અને દર્દીઓને ચાલવામાં તકલીફ પડતી નથી કે ઢીંચણ વાળવામાં મુશ્કેલી ્પડતી નથી. આમાં થાપા અને ઘૂંટણ તેમજ પગની ઘૂંટીનું એલાઈમેન્ટ જળવાઈ રહે તેવી રીતે ઓપરેશન કરાય છે. તેમાં જૂના હાડકાંને સ્થાને અને જોઈન્ટસને સ્થાને તેટલી જ સાઈઝનું, આકારનું અને ફિટિંગનું હાડકું બેસાડવામાં આવે છે. દર્દી તેને વાળી શકે છે , ગોળ ગોળ ફેરવી શકે છે.

Read more...

Page 4 of 81

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us