આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Jan 22nd

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૦

યુવક નસ-ગાંઠ સાથે દશ વર્ષથી જીવતો હતો

Print PDF
તાજેતરમાં જમણા પગમાં સાડા ત્રણ કિલોની નસગાંઠ સાથે જીવતા યુવાનની ગાંઠનું સફળ ઓપરેશન આર.વી. દેસાઈ રોડની એક હોસ્પિટલ ખાતે કરાયું હતું. સર્જન ડૉ. આઈ.ટી.વસાએ ઓપરેશન સાડા ત્રણ કલાકમાં કર્યું હતું.

મધ્યપ્રદેશના ખરગૌનના ૨૨ વર્ષીય યુવાન કભરૂના જમણા પગની અંદરની તરફ નસગાંઠ થઈ હતી. છેલ્લાં દસ વર્ષથી તે આ ગાંઠ સાથે જીવતો હતો. આ ગાંઠ ૧૭ ઇંચ લાંબી, ૧૦ ઇંચ પહોળી અને ૮ ઇંચ ઊંચી હતી. આ ગાંઠને લીધે તેને ચાલવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. તેથી તે સારવાર અર્થે શહેરમાં આવ્યો હતો. જો આ ગાંઠને સીધી જ પગમાંથી છુટી કરાય તો દર્દીને સ્કીન ડ્રાફ્ટિંગ કરવું પડે તેમ હતું.

મધ્યમવર્ગના આ યુવાનને વધુ ખર્ચ ન થાય તે માટે કેટલીક ત્વચાને રાખીને ગાંઠને સફળતાપૂર્વક કાઢવામાં આવી હતી. ઓપરેશનના અઠવાડિયા બાદ હવે યુવાનની હાલત બિલકુલ નોર્મલ છે. આ વિશે સર્જન ડૉ. આઈ.ટી.વસાએ જણાવ્યું કે, ‘ આ ગાંઠને નસની ગાંઠ કહેવાય છે. કેન્સરની ગાંઠ ન હતી પણ તે બીજા પગ સાથે ઘસાવાથી તેમાં સેપિ્ટકની અસર હતી. ૨૫ વર્ષની કારકિર્દીમાં મેં ગાંઠનાં સેંકડો ઓપરેશન કર્યાં છે. પણ આટલી મોટી ગાંઠ પહેલી વાર ઓપરેશન કરીને કાઢી છે.’

Read more...

Page 3 of 81

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us