આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Sep 18th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૦

સ્તન કોસ્મેટિક સર્જરી(ABC OF બ્યૂટી )

Print PDF
સ્તન કોસ્મેટિક સર્જરી(ABC OF બ્યૂટી )
એબીસી ઓફ બ્યૂટી - મરિયમ ઝવેરી

છેલ્લાં વીસ વર્ષોમાં ‘મેમોપ્લાસ્ટી’ એટલે કે બ્રેસ્ટ-સર્જરીની પદ્ધતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આનું કારણ કે અંદર મૂકવાના સિન્થેટિક-મટીરિયલ સંબંધિત થયેલું સંશોધન.

(૧)
જે સ્ત્રીઓ પોતાના સ્તનોનું કદ વધારવા માંગે છે કે ઢીલાં પડેલા સ્તનોને ફરી સુડોળ બનાવવા માંગે છે તેઓ આ હેતુ માટે સ્તનોની કોસ્મેટિક-સર્જરી કરાવે છે. સ્ત્રીઓમાં જોવા મળતા સર્વસામાન્ય ઓપરેશનોમાંનું આ એક ઓપરેશન છે. સ્તનોના આકારની સમસ્યા ત્રણ પ્રકારની હોય છે. ખૂબ નાના સ્તન હોવા, ખૂબ મોટાં સ્તન હોવા અને ઢીલાં કે બેસી ગયેલા સ્તન હોવા. સર્જરી દ્વારા આ સમસ્યાઓને દૂર કરી શકાય છે.

સૌ પ્રથમ હું પહેલી સમસ્યા એટલે કે નાના સ્તનોની સમસ્યા વિષે વાત કરીશ. આવા સ્તનોના કદ અને આકારને સુધારી શકાય છે. તેની સર્જરી પણ સરળ છે. છેલ્લાં વીસ વર્ષોમાં ‘મેમોપ્લાસ્ટી’ એટલે કે બ્રેસ્ટ-સર્જરીની પદ્ધતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આનું કારણ કે અંદર મૂકવાના સિન્થેટિક-મટીરિયલ સંબંધિત થયેલું સંશોધન. શરૂઆતમાં દર્દીની પોતાની પેશીઓને મૂકીને આ સર્જરી કરવામાં આવતી હતી. આ પદ્ધતિ જોકે એટલી સંતોષદાયક ન હતી. છેલ્લાં ૪-૫ વર્ષોથી અંદર મૂકવા માટે વપરાતા ઈમ્પલાન્ટમાં સીલીકોન જેલ અને ઈન્ફલેટેબલ-સીલાસ્ટિક -રબરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઈમ્પલાન્ટ્સમાં સીલીકોન જેલફોર્મ ડેકસ્ટ્રીન અથવા સેલાઈનથી ભરેલી પાતળી સીલાસ્ટિક-બેગ હોય છે. જેને સ્તનોની પેશીઓની પાછળ મૂકવામાં આવે છે. આ બેગ સ્તનને ઉભાર આપે છે. ‘પ્રોસ્થેસીસ’ તરીકે ઓળખાતા આ ઈમ્પલાન્ટ્સને ક્યારેય સ્તનોની પેશીઓની વચ્ચે મૂકવામાં નથી આવતા. તેમને પેશીઓની પાછળ નીચેના ભાગમાં ગોઠવવામાં આવે છે તેથી જે દેખાય છે તે પાછળના ભાગમાં મૂકેલા ઈમ્પલાન્ટ્સવાળી નાની બ્રેસ્ટ જ હોય છે. મોટા ભાગના કિસ્સામાં સર્જરી પછી સ્તનો દેખાવમાં અને સ્પર્શમાં સામાન્ય લાગે છે. ઉભારની માત્રા પેશીઓની ઉપલબ્ધિ પર આધાર રાખે છે.

સર્જરીની પહેલાં પૂરતી ચકાસણી કરવામાં આવે છે. સર્જરી બાદ બે કે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે. સર્જરીના નિશાન સ્તનોની નીચેના ભાગમાં કે જ્યાં ચીરો મૂક્યો હોય છે ત્યાં દેખાય છે. સર્જરી બાદ સ્તનોની ચકાસણી નિયમિત રીતે કરવામાં આવે છે. કેટલાંક કિસ્સામાં સર્જરી બાદ તકલીફ પણ ઉદ્ભવે છે.

Read more...

Page 2 of 81

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us