આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 27th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ 2012 સુધી ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓનું માર્કેટ 320 અબજ

2012 સુધી ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓનું માર્કેટ 320 અબજ

Print PDF
2012 સુધી ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓનું માર્કેટ 320 અબજ
૨૦૧૧માં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થવાનું છે. જેના ભાગરૂપે મેડિકલ કેર(સ્વાસ્થ્ય સેવાઓ) ની પ્રવર્તમાન અને ભવિષ્યની પરિસ્થિતિનું આલેખન કરવા યોજાયેલા એક દિવસીય સેમિનારમાં રાજ્યના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે,‘૨૦૧૨ સુધી ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓનું માર્કેટ લગભગ ૩૨૦૦ અબજ સુધી પહોંચે તેવી ધારણા છે. તેમાંથી ૧૦ ટકા ફાળો ગુજરાતનો હોવાથી ગુજરાતમાં મેડિકલ કેરનું માર્કેટ ૩૨૦ અબજ થાય છે.’

‘મેડિકલ કેર ઇન ગુજરાત - કરન્ટ સિનારિયો એન્ડ ફ્યુચર’ વિષય અંતર્ગત ફીક્કી દ્વારા યોજાયેલા આ સેમિનારમાં તેમણે જણાવ્યું હતું કે,‘સ્વાસ્થ્ય સેવા અને સુવિધા છેક છેવાડાના માણસ સુધી પહોેંચે તેવા લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર કાર્યક્રમો ઘડી રહી છે. આગામી બે વર્ષનો અંદાજ કાઢીએ તો ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓના માર્કેટમાં વિસ્ફોટક પરિસ્થિતિ સર્જાશે. જો કે તેને પહોંચી વળવા ક્રિટિકલ કેર ક્ષેત્રે ૧૦૮ જેવી વધુ સુવિધા વધારાશે. કીડની અને કેન્સર હોસ્પિટલ જેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એિકસલન્સ બનાવીશું. મેડિકલ શિક્ષણના માળખાનો વિકાસ કરવામાં આવશે.’

સ્વાસ્થ્ય સેવાઓમાં કોર્પોરેટ સેકટરનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે મેડિકલ ટુરઝિમ પણ ઝડપથી વિકસી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ગયા વર્ષે ૪.૫ લાખ વિદેશી ટુરિસ્ટોએ ગુજરાતમાં વિવિધ સ્વાસ્થ્ય સેવાઓ લીધી હતી. જે સંખ્યા ૨૦૧૨ સુધીમાં વધીને ૨૦ લાખ સુધી પહોંચે તેવી શક્યતા આરોગ્ય મંત્રીએ દર્શાવી હતી. ફીક્કીના ગુજરાતના ચેરમેન પંકજ પટેલે પણ મેડિકલ ક્ષેત્રે આગામી બે વર્ષોમાં અણધારી તકોનું નિર્માણ થવાની આશા દર્શાવી હતી.

આગામી બે વર્ષોમાં સ્વાસ્થ્ય સેવાઓના ક્ષેત્રે ગુજરાત દુનિયાનું ‘કેન્દ્ર’ બનશે
ગત વર્ષે ૪.૫ લાખ મેડિકલ ટુરિસ્ટોએ ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓ લીધી હતી

જ્યારે રાજ્ય સરકારના હેલ્થ કમશિ્નર વિજયાલક્ષ્મી જોષીએ રાજ્ય સરકારના સ્વાસ્થ્ય સેવાઓના વિવિધ પ્રોજેક્ટ અને લક્ષ્યાંકો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,‘પ્રસુતિ સમયે માતા અને બાળકના મૃત્યુનો દરમાં ઝડપથી ઘટાડો થાય તે સૌથી પહેલું લક્ષ્યાંક છે. તે સિવાય સ્ત્રી-પુરુષના અસમાન દરમાં ઘટાડો થાય તેના ઉપર પણ ભાર મુકાશે. સ્વાસ્થ્ય સેવાઓ દરેક વ્યક્તિને પોસાય તેવી કોસ્ટ ઇફેક્ટિવ બને તેવા પ્રયત્નો પણ સરકાર કરી રહી છે.’
તસવીરોઃ વિજય ઝવેરી

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source: Divyabhaskar.co.in

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us