આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Aug 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ હવે, ડેંગ્યુના ટેસ્ટનું પરિણામ માત્ર ૪૮ કલાકમાં ઉપલબ્ધ

હવે, ડેંગ્યુના ટેસ્ટનું પરિણામ માત્ર ૪૮ કલાકમાં ઉપલબ્ધ

Print PDF
મુંબઈ - ડેંગ્યુના ટેસ્ટનું પરિણામ મળતાં સામાન્ય રીતે એક સપ્તાહ લાગે છે. પરંતુ હવે તે માત્ર ૪૮ કલાકમાં ઉપલબ્ધ થવા સાથે ડેંગ્યુ થયો છે કે નહિ તેનું નિદાન ઘણું સહેલું બન્યું છે. નિદાન માટેના આધુનિક ટેસ્ટને કારણે આ શક્ય બન્યાનું પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું.

કસ્તુરબા હોસ્પિટલ ખાતેની પીસીઆર લેબોરેટરીના વડા ડો. જયંતી શાસ્ત્રીએ કહ્યું હતું કે રીઅલ-ટાઈમ પીસીઆર (પોલિમર્સ ચેન રીએક્શન) ડેંગ્યુ ટેસ્ટને લીધે આ જીવલેણ રોગનું નિદાન ટૂંક સમયમાં કરી શકાય છે. અને તેથી ડોક્ટરોને ડેંગ્યુના દરદીની સારવાર વેળાસર કરવામાં સહાય મળે છે. ડેંગ્યુના ઝડપી નિદાન માટે ડોક્ટરો સામાન્ય રીતે એલિસા (એન્ઝાયમે લિન્કડ્ ઈમ્યુનો સ્તેરબેન્ટ એસે) ટેસ્ટ કરાવવાની ભલામણ કરતા હોય છે. જો કે, શરૃઆતના (ચેપ લાગ્યાની) દિવસોમાં આ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે છે.આ દ્રષ્ટિએ પીસીઆર ટેસ્ટ ઉપયોગી પુરવાર થાય છે. આ એક મોલિક્યૂલર (સૂક્ષ્મ) ટેસ્ટ હોવાથી તે દ્વારા પ્રારંભિક તબક્કામાંના ડેંગ્યુની ભાળ પણ મેળવી શકાય છે. એમ શાસ્ત્રીએ કહ્યું હતું.

પાલિકાની એક માત્ર કસ્તુરબા હોસ્પિટલમાં રીઅલ-ટાઈમ પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલો પણ રૃા.૧૬૦૦ સુધીના ચાર્જમાં આ ટેસ્ટ કરે છે. શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે અમારી લેબોરેટરીમાં રોજ ડેંગ્યુ માટે ૧૦ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવે છે તે પૈકીના બેનું પરિણામ પોઝિટિવ આવે છે. ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ કહ્યું છે કે ડેંગ્યુનું નિદાન કરવું તે સૌથી મોટો પડકાર છે. હોસ્પિટલોના ઓપીડી વિભાગમાં ડેંગ્યુના કેસ નોંધવાનું સતત ચાલુ હોવા છતાં પાલિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ડેંગ્યુની બાબતે ચિંતા કરવા જેવું કંઈ છે નહીં.

પાલિકાના એક્ઝિક્યુટિવ આરોગ્ય અધિકારી ડો.ગૌરીશ અમોએ જણાવ્યું હતું કે ડેંગ્યુના દરદીઓની સંખ્યા મલેરિયાના દરદીઓની સંખ્યા જેટલી ચોંકાવનારી નથી. અત્યાર સુધીમાં પાલિકાની હોસ્પિટલોમાં ડેંગ્યુના ૧૮૮થી વધુ દરદીઓ દાખલ થયા છે. જો કે, ડેંગ્યુના કોઈ દરદીનું મોત થયું નથી.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us