આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ સાઇઝ ઝીરો’ ફિગરથી હાડકાંની તકલીફો થતી હોવાનું સર્વેક્ષણનું તારણ

સાઇઝ ઝીરો’ ફિગરથી હાડકાંની તકલીફો થતી હોવાનું સર્વેક્ષણનું તારણ

Print PDF
સાઇઝ ઝીરો’ ફિગરથી હાડકાંની તકલીફો થતી હોવાનું સર્વેક્ષણનું તારણ
લંડન, તા.૨૬
ટેલિવિઝન પર અને ફિલ્મી પડદે મોડેલ્સ અને અભિનેત્રીઓની કમનીય કાયા જોઇને છેલ્લા કેટલાક સમયથી યુવતીઓમાં ‘સાઇઝ ઝીરો’ ફિગરનો ક્રેઝ જોવા મળે છે પરંતુ લંડનની એક કોલેજના નવા રિસર્ચનાં તારણો ‘સાઇઝ ઝીરો’ ફિગર સામે લાલબત્તી ધરે છે.

આ તારણો મુજબ, ‘સાઇઝ ઝીરો’ ફિગરથી હાડકાંની તકલીફો થઇ શકે છે, જેમાં હાડકાં છિદ્રાળુ બનાવી નબળા પાડી દેતો રોગ ઓસ્ટિયોપોરોસિસ પણ સામેલ છે. ૪,૦૦૦ યુવતીઓને આવરી લેતા રિસર્ચના પગલે જાણવા મળ્યું હતું કે, ટેલિવિઝન પર, અખબારોમાં તેમ જ મેગેઝિન્સમાં ‘સાઇઝ ઝીરો’ મોડેલ્સ, અભિનેત્રીઓની તસવીરો જોઇને યુવતીઓ તેમનું અનુકરણ કરવા પ્રેરાય છે અને ઇટિંગ ડિસઓર્ડર્સ નોતરે છે.

કમનીય કાયાનો ક્રેઝ ઓસ્ટિયોપોરોસિસ, ઇટિંગ ડિસઓર્ડર્સ નોતરે છે
કરીના કપૂરે ૨૦૦૭માં ‘ટશન’ માટે બિકિની બોડી બનાવવા ૮ કિલો વજન ઘટાડયા પછી ભારતમાં પણ ‘સાઇઝ ઝીરો’નો ક્રેઝ વધ્યો છે પરંતુ તબીબો ચેતવણી આપે છે કે, ખાસ કરીને સ્ત્રીઓએ હાડકાં મજબૂત બનાવવાની વધુ જરૂર છે, કેમ કે તેમને ઓસ્ટિયોપોરોસિસ અને હિપ ફ્રેક્ચર થવાનું જોખમ પુરુષોની તુલનાએ ત્રણગણું વધારે રહે છે.

અભિનેત્રી ગુલ પનાગે જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે માનું છું કે, થિન દેખાવા કરતાં ફિટ રહેવું વધુ મહત્ત્વનું છે. ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા પાર્વતી ઓમાનકુટ્ટને પણ ગુલ સાથે સંમત થતાં કહ્યું કે, ‘સાઇઝ ઝીરો’ એ માર્કેટમાં જે-તે પ્રોડક્ટ વેચવા માટેના ગતકડાથી વિશેષ કંઇ નથી.

ફિટનેસ એક્સપર્ટ્સે નોંધ્યું હતું કે, ‘સાઇઝ ઝીરો’ અનહેલ્ધી છે અને ખરેખર તો લોકોને આ શબ્દનો સાચો અર્થ પણ ખબર નથી. ‘સાઇઝ ઝીરો’ એટલે સ્લિમ ફિગર જાળવવું. કોઇ ર્સિટફાઇડ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ યોગ્ય એક્સર્સાઇઝ કરવી અને તમને સ્લિમ રહેવામાં મદદરૂપ થઇ શકે તેવો ખોરાક લેવો. મોડેલ્સ, અભિનેત્રીઓનું આંધળું અનુકરણ કરવું એ તો નર્યું ગાંડપણ છે.

‘ડેડલી’ સાઇઝ ઝીરો
૨૦૦૬માં સફરજન અને ટામેટાંના ડાયેટ પર રહ્યા બાદ ૨૧ વર્ષની બ્રાઝિલિયન મોડેલ એના કેરોલિના રેસ્ટનનું પેરિસમાં એક ફોટોશૂટ પૂર્વે જ મોત થયું હતું.

તે જ વર્ષે ઉરૂગ્વે ફેશન વીકમાં સ્થાનિક મોડેલ લુઇસેલ રામોસનો પણ ‘સાઇઝ ઝીરો’એ ભોગ લીધા બાદ મેડ્રિડના ફેશન શોઝમાં ‘સાઇઝ ઝીરો’ મોડેલ્સ પર પ્રતિબંધ લદાયો હતો. લુઇસેલના પિતાએ દાવો કર્યો હતો કે, તેમની ૨૨ વર્ષીય પુત્રીએ કેટલાય દિવસોથી કંઇ ખાધું જ નહોતું. વાત જાણે એમ હતી કે, લુઇસેલને તેની મોડેલ એજન્સી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, તે સારું એવું વજન ઘટાડે તો મોડેલિંગમાં ઘણી આગળ આવી શકે છે. છેવટે ફાઇનલ કોસ્ચ્યુમ ચેન્જ માટે જતી વેળાએ જ તેણે જીવ ગુમાવ્યો હતો.

તેના છ મહિના બાદ લુઇસેલની નાની બહેન ઇલિઆના (૧૮) પણ તેના બેડરૂમમાં મૃત મળી આવી હતી. પ્રાઇમરી ડાયગ્નોસિસ મુજબ, તેનું મોત પણ કુપોષણના કારણે થયું હતું.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘fair dealing’ or ‘fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us