આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરોનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક

મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરોનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક

Print PDF
વધઘટ થતા તાપમાનને કારણે મોટા શહેરોમાં વકરતી ગંદકી, નદી, સમુદ્રોમાં ઠલવાતો પ્રદૂષિત કચરો નવા રોગચાળાને આમંત્રણ આપી રહી છે...
મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરોનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક
એક જમાનો હતો જ્યારે માનવીના નખમાં ય રોગ નહોતો. પરંતુ કાળક્રમે માનવી શરીર શ્રમની મહત્તા છોડતો ગયો અને ભોગ વિલાસમાં રાચતો ગયો. ખોરાકમાં પોષણતત્ત્વોનું પ્રમાણ ઘટયું. સ્વાદ અને ભેળસેળનું પ્રમાણ વધ્યું વળી ઝેરી રસાયણો, સૂક્ષ્મ જીવજંતુઓ અને પ્રદૂષણની હારમાળાએ માનવ શરીરને અસંખ્ય રોગોનું ઘર બનાવી દીધું છે. આજે આપણને સવાર પડે ને રોજ નવા નવા રોગો- બીમારીઓના નામો સાંભળવા મળે છે. જે પહેલા કદી જોયા કે સાંભળ્યા નહોતા... માઇસ્થેનિયા ગ્રેવીસ, એઇડ્સ, મગજનો તાવ, ઝેરી મેલેરિયા, ડીપ્રેશન જેવા દારૃણ અને ઘાતક નવા રોગોની ભેટ માનવીને મળતી રહી છે.

વધતી જતી વસ્તીને કારણે મોટા મોટા શહેરોમાં ખડકાયે જતા ગંદકીના ઢગોએ રોગોનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે કારખાનાઓના નગરમાં ઝુંપડપટ્ટીઓ અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન દુષ્કર થઈ પડયું છે. હવે ફરી એકવાર વાઇરસ ફીવર 'ડેન્ગ્યુ'એ ભારતમાં પોતાનો કાળપંજો ફેલાવી હાહાકાર મચાવવાનું શરુ કરી દીધુ છે ડેન્ગ્યુ ફીવરના કાળપંજાએ મોતનું તાંડવ શરુ કરી દીધું છે પાટનગર દિલ્હીમાં ડેન્ગ્યૂએ ફરી એકવાર ગંદા વસવાટોમાં હાહાકાર મચાવી દીધો છે. સેંકડો દર્દીઓ ડેન્ગ્યૂની લપેટમાં આવી ગયા છે. હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના અગણિત દર્દીઓ ઉભરાઈ રહ્યા હતા ત્યાં સુધી કે દવાખાનામાં દર્દીઓ માટે જગ્યા ખૂટી પડી. આ રોગને કાબૂમાં લેવાના સાધનો અત્યારે ટાંચા પડયા નિષ્ણાતોની એવી આશંકા હતી કે દિલ્હીમાં જ ઓછામાં ઓછા ૧,૫૦,૦૦૦ જેટલા ડેન્ગ્યૂના દર્દીઓ હશે.

ગીચ વસ્તી, પાણી અને કચરાના નિકાલની અપૂરતી વ્યવસ્થાથી અસરગ્રસ્ત શહેરી જીવન અને બિનઅસરકારક મચ્છર નિયંત્રણ કાર્યક્રમના કારણે જીવલેણ ડેન્ગ્યૂ રોગ ફેલાતો જાય છે. રોગ પર ચાંપતી નજર રાખવાની વ્યવસ્થાનો અભાવ અને રોગચાળાને રોકવા માટેની સજાગતા નહિ હોવાથી ડેન્ગ્યૂનો ફેલાવો દિલ્હીમાં વધ્યો છે. પાટનગર દિલ્હી જેવા રાજકીય સત્તાધીશોના આંગણામાં જ જ્યાં આવી દશા હોય ત્યાં દેશના અન્ય ખૂણાની તો વાત જ શી કરવી ?

હવે આ ડેન્ગ્યૂથી દિલ્હીના સીમાડાઓ ઓળંગી મુંબઈ અને ગુજરાતમાં સુરત, અમદાવાદ સુધી વિસ્તરી રહ્યો છે. ભારતમાં ડેન્ગ્યૂનો ફેલાવો ખૂબ ઝડપથી વધી રહ્યો છે તેની સામે ઉપાયો અને બચાવકાર્ય ઔપચારિક અને ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) ના માજી વડા ડો. રામાલિંગા સ્વામી માને છે કે પ્રજાના ઉપયોગ માટે સલામત રસી ઉપલબ્ધ થાય તે માટે હજી બીજા ઓછામાં ઓછા પાંચ વર્ષ નીકળી જશે !

આપણા દેશાં ૧૯૫૩માં મહત્ત્વકાંક્ષી રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૃપે દેશના ઘણા ભાગોમાં ડી.ડી.ટી.નો છંટકાવ કરવામાં આવ્યો હતો તેના કારણે થોડોક વખત લોકો મચ્છરોના ત્રાસથી મુક્ત થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મેલેરિયાએ ફરીથી માથુ ઉંચક્યું છે. ડીડીટીની મચ્છરો ઉપર કોઈ અસર થતી નથી. ભારતમાં ટૂંકા ગાળામાં મેલેરિયા, મગજનો તાવ અને ડેન્ગ્યૂ તાવ આ ત્રણેય રોગના ફેલાવા માટે મચ્છરો જ જવાબદાર છે.

ડૉ. રામાલિંગા સ્વામીના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૦ વર્ષમાં ૩૦ નવા રોગો વિકસ્યા છે આમાંથી મોટા ભાગના રોગો બંધોનું બાંધકામ કે સિંચાઈ યોજના જેવા વિકાસલક્ષી આયોજનના કારણે વિકસ્યા છે. એ જોતાં ભવિષ્યમાં ગુજરાતની નર્મદા યોજનાનો લાભ લેનારા નહેર નજીકના વિસ્તારોમાં મહાશત્રુ મચ્છરનો મુકાબલો કરવાની તૈયારી રાખવી પડશે એમાં મીનમેખ નથી.

આ રોગ ભારતમાં આમ તો વર્ષોથી થોડા ઘણા અંશે વર્ષાઋતુમાં જોવા મળતો હતો. ક્યારેક આઉટબ્રેક પણ નોંધાયો છે. દા.ત. ૧૯૮૦માં ૪૬૦૦ જેટલા કેસો ભારતમાં નોંધાયા હતા. ૧૯૯૦માં ગુજરાતમાં પણ આ રોગે દેખા દીધી હતી. ભારત ઉપરાંત બર્મા, થાઇલેન્ડ વગેરે દેશોમાં પણ આ રોગ નિયમિતરૃપે દેખા દે છે. એ ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા, લેટીન અમેરિકા, મેક્સિકો, ટેક્સાસ, ક્યુબા જેવા ભાગોમાં આ રોગ ઇનેમિક છે. ૧૯૫૮માં ક્યુબામાં અને ૮૧'માં થાઇલેન્ડમાં ફેલાયો હતો.

કોસ્ટારિકાના તટપ્રદેશથી ગિરીમાળાઓમાં ડેન્ગ્યૂ ફિવરના રોગોનું પ્રમાણ ઘણા લાંબા સમયથી હતું પરંતુ ૧૯૯૫માં વધતી જતી ગરમીને 'એડેઇઝ ઇજીપ્તી' (Aedes Aeypti) પ્રકારના મચ્છરોને તટ પ્રદેશની અવરોધક દિવાલ તોડીને બાકીના દેશના વિસ્તારોમાં આક્રમણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ડેન્ગ્યૂ ફિવરે લેટિન અમેરિકામાં પણ પગપેસારો કર્યો અને ઉત્તરના છેક ટેક્સાસ રાજ્યની સરહદ સુધી તેની આણ વર્તાઈ છે. સપ્ટેમ્બર- ૯૫ સુધીમાં આ રોગથી ચેપ પામેલા ૧,૪૦,૦૦૦ લોકોમાંથી ૪૦૦૦ દર્દીઓએ જાન ગુમાવ્યો છે. ૧૯૮૬માં ભારતમાં લગભગ ૨૧,૦૦૦ દર્દીઓને ડેન્ગ્યૂ લાગુ પડયો હતો.

વિશ્વના ઉષ્ણ કટિબંધ અને ઉપ-ઉષ્ણ કટિબંધના ઘણા પ્રદેશોમાં ડેન્ગ્યુ એ પ્રદેશનિષ્ઠ યોગ છે. મચ્છરોનું પ્રમાણ વધી જાય ત્યારે એટલે કે ગરમી પડવા માંડે તેવા હવામાનમાં તે થાય છે. ડેન્ગ્યુના વિષાણુઓની ચાર જાતિઓ છે. જે દરેક ગરમીની મોસમમાં એશિયા પ્રશાંત મહાસાગરના ભાગો ઉપરાંત પશ્ચિમી આફ્રિકામાં મળી આવે છે. આ ચારમાંથી કોઈ એક વિષાણુ પણ ડેન્ગ્યુ રોગચાળો ફેલાવવાનું કારણ બની શકે છે.

ડેન્ગ્યૂ ભારત માટે કોઈ નવો રોગ તો નથી જ. આ રોગચાળો ફેલાવાની શરુઆત ૧૮મી સદીથી થઈ હતી. સૌથી વધારે ભયંકર રોગચાળો બ્રિસ્બેનમાં ૧૯૦૬ની સાલમાં ડર્બનમાં ૧૯૨૭માં અને એથેન્સમાં ૧૯૨૮માં ફેલાયો હતો. મુખ્યત્વે એડીસ ઇજિપ્ટાઈ મચ્છર ઉપરાંત 'સ્ટેગોમાય' મચ્છરની જાતિ પણ ડેન્ગ્યૂ ફેલાવે છે એવી પણ સાબિતી મળી છે કે વાંદરાઓના શરીરમાં આ વિષાણુઓને આશરો મળે છે. અગ્નિ એશિયા, દક્ષિણ પ્રશાંત મહાસાગર, આફ્રિકા અને કેરોબિયન આ દેશોમાં ડેન્ગ્યૂએ અવારનવાર દેખા દીધી છે.

તેને કારણે પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર વિવિધ આંતરરાષ્ટ્રીય સેમિનારો અને નજીકના ભવિષ્યમાં યોજાનારી પરિષદોમાં ભાગ લેનારા વિદેશીઓની સંખ્યા ઘટી છે. રાજ્યના આરોગ્ય વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હાલ આ રોગના મચ્છરો ઉપર વધુ જાણકારી મેળવવા માટે જીવિત મચ્છરો એ વિમાન દ્વારા પૂના મોકલી તેનો રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે અને જ્યાં છૂટાછવાયા કેસો જણાયા છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ત્યાં જઈ સઘન સારવાર દ્વારા પાણીના નમૂના લઈ આ રોગને આગળ વધતો અટકાવવા ઘનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે.

પૃથ્વીના વધતા જતા ઉષ્ણાતમાન સાથે મેલેરિયાનું મચ્છરોનું સામ્રાજ્ય વધતું જઈ રહ્યું છે. એ વૈજ્ઞાાનિકો માટે હવે ચિંતાનો વિષય બન્યો છે. આજે મચ્છર સાથે સંકળાયેલા રોગોમા મેલેરિયા પછી ડેન્ગ્યૂએ માથુ ઉંચકવા માંડયું છે. આ મચ્છરોએ હવે માત્ર માનવીઓને જ નહિ પરંતુ પશુ-પ્રાણીઓને ડંખ મારવાનું શરુ કર્યું છે એ જોતાં ભવિષ્યમાં પ્રાણી સૃષ્ટિ ઉપર પણ મોટું સંકટ આવી પડે તો નવાઈ નહિ.

અમેરિકાની હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સાથે સંકળાયેલા મહામારીવિદ્ પૌલ એપ્સ્ટેઇન જણાવે છે કે ઉષ્ણતમાનમાં માત્ર ૨ં સેન્ટીગ્રેડનો વધારો થશે તો મચ્છરોમાં ચયાચપય પ્રક્રિયા બમણાથી અધિકનો વધારો થશે અને તેના પરિણામે તેમના ખોરાક લેવાની પ્રક્રિયામાં પણ તીવ્ર વૃદ્ધિ થશે. વૈશ્વિક તાપમાનમાં ૨ં સેન્ટીગ્રેડના જ વધારાથી આપણી પૃથ્વી પર મચ્છરો ૪૨% સામાન્ય જ મળ્યું છે તે વધીને ૬૦% સુધી વિસ્તરે તેવી ગણતરી છે.

આજે ભારત સહિત એશિયા અને લેટિન અમેરિકાના દેશોના નગરોમાં વધુ પડતી ગીચ વસતિ, નદીઓ, સમુદ્રના જળમાં કચરાસહિત ગંદકીનું ઠલવાતું મેલું પાણી, બંગાળના ઉપસાગરમાં પ્રદુષણને રોકતા વૃક્ષોની હારમાળાઓનો વિકાસ જેવી માનવસર્જિત બાબતોથી રોગચાળાની સમસ્યાને પ્રોત્સાહન આપે છે.

છેલ્લા પાંચ વર્ષના વિશ્વના આરોગ્ય ઉપર દ્રષ્ટિપાત કરીશું તો માલુમ પડશે કે (૧) દ. અમેરિકામાં ૧૯૯૧માં મહાસાગરના અસાધારણ હુંફાળા પાણી અને તટપ્રદેશોમાં લીલી શેવાળના વિસ્ફોટથી સંકળાયેલા કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. (૨) ૧૯૯૨માં દ. અમેરિકામાં ડેન્ગ્યૂ ફીવરનો રોગચાળો, (૩) ૧૯૯૩, ૯૪- ૯૫માં અસાધારણપણે તીવ્ર ગરમી અને ભેજવાળી આબોહવાની પરિસ્થિતિ બાદ મેક્સિકોન પ્રદેશોમાં ડેન્ગ્યૂ ફીવરનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. (૪) દુકાળ અને પુર બાદ ૧૯૯૩માં હન્ટાવાયરસનો રોગચાળો, (૫) ૧૯૯૩માં બાંગ્લાદેશમાં સતત જોરદાર ચોમાસાઓ બાદ ૧૯૯૩માં નવતરપ્રકારના કોલેરાએ હાહાકાર મચાવી દીધો હતો. (૬) ૯૩માં આફ્રિકામાં યલોફિવરે દેખા દીધી, (૭) ૧૯૯૪માં ભારતમાં ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં ૧૯૯૪માં ભારે પૂર બાદ ન્યુમોનિક પ્લેગનો રોગચાળો ફેલાયો હતો. (૮) ૧૯૯૫માં શિકાગોમાં તીવ્ર ગરમીના મોજાએ ૫૦૦નો ભોગ લીધો હતો. (૯) જ્યારે ૯૫- ૯૬માં સાહેલમાં સૂકી ગરમ આબોહવા બાદ મેનિન્જાઇટીસનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને હવે દિલ્હી સહિત ભારતમાં પુનઃ ડેન્ગ્યૂએ માથુ ઉંચક્યું છે.
દીપક જગતાપ

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:gujaratsamacha

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us