આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 27th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ ભારતમાં સારવાર કરાવવા ૫ લાખ વિદેશી દર્દીઓ આવ્યાં

ભારતમાં સારવાર કરાવવા ૫ લાખ વિદેશી દર્દીઓ આવ્યાં

Print PDF
ઉચ્ચ ગુણવત્તાની, ઓછી ખર્ચાળ તથા પરંપરાગત ઔષધિઓને સાંકળતી સારવારે વિદેશી દરદીઓને આકર્ષ્યા
મુંબઇ - ઉચ્ચ ગુણવત્તાની, ઓછી ખર્ચાળ તથા પરંપરાગત ઔષધિઓને સાંકળી લેતી તબીબી સારવારે વિશ્વભરમાંથી પાંચ લાખથી પણ વધુ દરદીઓને ભારતમાં આકર્ષ્યા છે. અને આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.

ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિ (ફિકિક) તથા હૉસ્પિટલ પ્લાનિંગ અને કન્સલટન્સિ કંપની હોસમેક (એચઓએસએમએસી)એ સંયુક્તપણે કરેલા અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી હતી. અભ્યાસમાં ભારતીય હેલ્થકેર ક્ષેત્રની પરિસ્થિતિની સરખામણી અમેરિકા, બ્રિટન, સિંગાપોર, ચીન, બ્રાઝિલ તથા યુએઇ એમ છ દેશોની હેલ્થકેર ક્ષેત્રની સ્થિતિ સાથે કરવામાં આવી છે. ભારતમાં આરોગ્યની ચોક્કસ સમસ્યામાં તબીબી સારવારનો ખર્ચ આ દેશોમાં થતા ખર્ચ કરતાં લગભગ ૧૦મા ભાગ એટલો થાય છે. આ જ કારણે પસંદગીની અને જટિલ શસ્ત્રક્રિયા માટે વિશ્વભરના લોકો ભારત આવે છે.

વિશ્વભરના દરદીઓને સૌથી વધુ સંખ્યામાં પોતાની હૉસ્પિટલોમાં આકર્ષવામાં ચેન્નઇએ મુંબઇ સહિતનાં તામ શહેરોને પાછળ પાડી દીધાં છે. અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકાના નાગરિકો ભારતની કોઇ હૉસ્પિટલમાં એન્જ્યોપ્લાસ્ટિક કરાવીને તે માટેના ખર્ચમાં ૭૯થી ૮૨ ટકા રકમ બચાવી શકે છે.

અમેરિકન નાગરિક ભારતમાં બાયપાસ શસ્ત્રક્રિયા કરાવે તો ૯૨થી ૯૩ ટકા, કોસ્મેટિક સર્જરીમાં પણ પેટનો ઘેરાવો ઓછો કરવાની સારવારમાં ૬૭થી ૮૯ ટકા કે તેથી વધુ અને ફેસલિફ્ટ શસ્ત્રક્રિયામાં ૪૪ ટકા નાણાં બચાવી શકે છે. જોકે, તબીબી સારવાર માટે અગ્રતા અપાતા દેશ તરીકે સિંગાપોર જાણીતું છે પણ સારવારનો ખર્ચ ઓછો હોવાની બાબતે ભારતે તેને પાછળ પાડયું છે.

હવે માત્ર કોસ્મેટિક જેવી પસંદગીની શસ્ત્રક્રિયા માટે ભારત આવવાના અભિગમમાં ફેરફાર થયો છે અને કાર્ડિયાક, ઓન્કોલોજી, ઓપ્થેલ્યોલોજી, કિડનીનું પ્રત્યારોપણ અને સાઇકિયાટ્રિક સારવાર જેવી વધુ લાઇફ સેવિંગ સારવાર અને શસ્ત્રક્રિયા માટે ભારત આવવાનું વિદેશી દરદીઓ પસંદ કરે છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us