આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 27th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ ડાયાબિટિસનું ૧૦ વર્ષ વહેલું નિદાન કરતો બ્લડ ટેસ્ટ શોધાયો

ડાયાબિટિસનું ૧૦ વર્ષ વહેલું નિદાન કરતો બ્લડ ટેસ્ટ શોધાયો

Print PDF
લંડન - રાજરોગ ગણાતો ડાયાબિટીસ એકવાર શરીરમાં દાખલ થઇ જાય પછી કાયમ માટે મહેમાન બની જાય છે. પણ જો ૧૦ વર્ષ અગાઉથી જ ડાયાબિટીસ થવાનો છે તેવી ચેતવણી મળી જાય તો તે રોગથી બચી શકવાના પગલા લઇ શકાય છે. આ વિષય પર રીસર્ચ કરવામાં આવ્યું છે. લંડનની કીંગ્સ કોલેજના વૈજ્ઞાાનિકોએ એવો બ્લડટેસ્ટ શોધી કાઢયો છે. જે તમને માહિતી આપી શકે છે કે તમને ૧૦ વર્ષ પછી ડાયાબિટિસ થવાનો છે કે નહીં. ટાઇપ ટુ ગણાતો ડાયાબિટિસ ઓળખ કરવા આ બ્લડટેસ્ટ ઉપયોગી નીવડે છે. જે વ્યક્તિઓને ભવિષ્યમાં ટાઇપ ટુ ડાયાબિટિસ થવાનો હોય છે, તેમના લોહીમાંક્રોઆરએનએ નામના જીનેટીક મોલેક્યુની માત્રા પરથી આગાહી કરી શકાય છે.

આ માહિતી રીસર્ચકર્તા એટલે ઇંગ્લેન્ડના બર્મિંગહામ શહેરમાં યોજાયેલા બ્રિટીશ સાયન્સ ફેસ્ટીવલમાં આપી હતી. હૃદયરોગ અને રક્તવાહિની ધમનીની દીવાલ સાંકડી થઇ જાય છે. તેવા દર્દીઓમાં પણ માક્રોઆરએનએ મોલેક્યુલ અંગેનું પરીક્ષણ ઉપયોગી નીવડે છે. બ્રિટનમાં વીસ લાખ લોકો ડાયાબિટીસથી પીડાય છે. આ પરીક્ષણથી એવું જાણી શકાય છે કે તેમને ભવિષ્યમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ ડાયાબિટીસના કારણે આવી શકે છે - જેમ કે હૃદયરોગનો હુમલો, લકવો અને લોહીનું નબળું પરિભ્રમણ વિગેરે.

રીસર્ચ કર્તાઓના અગ્રણી ડો. મેન્યુઅલ માપીરે કહ્યું કે માઇક્રોઆરએનએ પરીક્ષણની સાથે પરંપરાગત પરીક્ષણો પણ કરાવવા જોઇએ. તેનો ખર્ચ ૨ પાઉન્ડ જેટલો આવશે. ડાયાબિટીઝને કારણે રક્તવાહીનીઓને કેટલું નુકસાન થાય છે તે આ પરીક્ષણથી જાણી શકાય છે. ડો. માપીરે કહ્યું કે ડાયાબીટીઝના જે દર્દીઓને હૃદયરોગ થવાની સૌથી વધુ સંભાવના હોય છે તેવા દર્દીઓની વહેલી ઓળખ કરવી ડોકટરો માટે ઘણી જરૃરી છે. ડાયાબીટીઝથી પીડાતા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓન હૃદયરોગ અથવા લકવાનું જોખમ છે. તે આ પરીક્ષણથી જાણી શકાય છે. ડોકટરો તેમની સારવાર વહેલી શરૃ કરી શકે છે. આવા દર્દીઓને કોલેસ્ટરોલ અને બ્લડપ્રેશર ઘટાડવાની દવા પ્રારંભિક તબક્કે ડોકટર આપી શકે છે. લાખો દર્દીઓનું જીવન બચી શકે છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:gujaratsamachar.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us