આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Jul 04th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ ચિકનગુનીયાનાં લક્ષણો ધરાવતાં દર્દીઓ મળતાં ફફડાટ

ચિકનગુનીયાનાં લક્ષણો ધરાવતાં દર્દીઓ મળતાં ફફડાટ

Print PDF
આણંદ શહેર પાસેના ગામડી, ચિખોદરા સહિત તાલુકાના આસપાસના ગામોમાં તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
આણંદ શહેર પાસેના ગામડી સહિતના વિસ્તારમાં ચિકનગુનીયા તાવનાં લક્ષણો ધરાવતાં દર્દીઓ મળી આવતાં આરોગ્ય વિભાગ ચોંકી ગયું હતું અને તાત્કાલિક પગલાં ભરવા ટીમને દોડતી કરી હતી. જો કે, કેટલાં કેસ શંકાસ્પદ છે તે હજુ ખુલ્યું નથી. પરંતુ ચારથી પાંચ વ્યક્તિના નમૂનાને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.

આ અંગે આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા કેટલાક ગામોમાં અંગતોડ તાવનાં લક્ષણોની ફરિયાદ સાથેના દર્દીઓ નોંધાયા હતાં. જેની જાણ થતાં ટીમો સાબદી કરી દેવામાં આવી હતી. જોકે, આ બાબતની નોંધ લેવાના પગલે અમદાવાદથી પણ એક ટીમ આવી હતી. જેણે ગામડી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં સર્વે કર્યો હતો. જેમાં ચિકનગુનીયાની શંકા જતાં તાત્કાલિક પગલાં ભરવાના શરૂ કર્યા હતાં.

આરોગ્ય વિભાગની ટીમે જે તે ગ્રામ પંચાયતના સરપંચો સાથે મળી ગામ સફાઈ માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત લોકજાગૃતિના ભાગરૂપે મચ્છરદાની વિતરણ શરૂ કર્યુ્ હતું. ચુકનગુનિયાને ઉગતો જ ડામી દેવા ગંદકી ભર્યા વિસ્તારમાંથી મચ્છરોના પણ નમૂના લેવામાં આવ્યાં હતા અને તેની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે, આણંદ તાલુકાના ગામોમાં સફાઈ બાબતે ગ્રામ પંચાયતો દ્વારા ધાંધિયા જોવા મળે છે. જેને કારણે અવાર નવાર રોગચાળો ફેલાયા કરે છે.

ઉપરાંત કેટલાક ગામોમાં નિયમિત પાણી ન મળતાં નાછુટકે લોકોને પાણીનો સંગ્રહ કરવો પડે છે. જે ચિકનગુનીયાના મચ્છરોનું ઉછેર સ્થાન બને છે. આથી, ગ્રામજનોને પણ નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાનમાં પણ નાટયાત્મક ફેરફારના કારણે શિતલહેરથી શરદી ખાસીના દર્દીઓની પણ સંખ્યા વધી છે. જેને કારણે લોકોમાં પણ સતત ફફડાટ જોવા મળી રહ્યો છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us