એકલાપણુ સાધારણ પણે દિવસના અમુક સમયે અથવા ચોક્કસ દિવસોએ જેવા કે રજાના દિવસો, જન્મદિવસ અને વર્ષગાઠના દિવસો દરમ્યાન લાગે છે. બીજી વસ્તુઓ સાથે પ્રવૃત્ત રહો, જે તમારા એકલાપણાને અસરકારક રીતે દુર કરવામાં મદદ કરે છે.
૧) પ્રવૃત રહો
જો તમે એકલા હો તો તમે રોજ જે કામ નિયમિત રીતે ઉત્સાહ અને આશાવાદની સાથે કરતા હો તેમ કરો, ચાલવા જાવ, પત્રો લખો, લોકોને મળવા જાવ, કોઇક વસ્તુની મરમત કરો, એક શોખ કેળવો, જુદીજુદી વસ્તુઓને ભેગી કરનાર બનો. ઇન્ટરનેટના શોખીન બનો, જેમાંથી તમને ઘણી બધી જાણકારી મળશે. બધી વસ્તુઓમાં વ્યસ્થ રહો, જે તમારૂ ધ્યાન ખેંચતી હોય - એક સૌથી નાની વસ્તુ પણ - જે થોડા સમયમાં મહત્વની યોજના બની જશે. આનંદી લોકો હંમેશા વ્યસ્થ લોકો હોય છે. તમે તેવી નાની વસ્તુ સાથે વ્યસ્થ રહો. એકલાપણાને દુર રાખવા પ્રવૃતમય રહો.
૨) પોતાને સમાવિષ્ટ કરો
જો તમે એકલા હો તો સમુદાયમાં સામીલ થાવ. એક મંદિર અથવા ગમે તે જગ્યા, જ્યા તમે પુજા કરતા હોય, કદાચ તે સારી જગ્યા છે. ત્યા હંમેશા કાઇક કરવાનુ હશે. નિવૃત લોકો પોતાને હંમેશા અનિશ્ચિત પરિસ્થિતીમાં જુએ છે. કેટલાક ફક્ત ખુરશી ઉપર બેસીને આકાશ તરફ જુએ છે અથવા ટીવી જુએ છે. આ પ્રકારનો માનસિક દૃષ્ટિકોણ એક વ્યક્તિને બહુ એકલો કરી દયે છે. અને જો તે/તેણી આવી રીતે કરવાનુ ચાલુ રાખશે તો એ સમય આવશે જ્યારે એકલાપણુ તેનો સંપુર્ણ સમયનો વ્યવસાય બની જશે.
૩) બીજાને મદદ કરો
તમારા એકલાપણામાં, બીજાનુ એકલાપણુ શોધો અને તે મટાડવા પ્રયત્ન કરો જેનાથી તમે પોતે સારા થઈ જશો. એવા લોકોને મદદ કરો જેમણે પોતાના બુઢાપા માટે પૈસા ભેગા નથી કર્યા. ત્યા ઘણા લોકો છે જેમને મદદની જરૂર છે - તેમને શોધો અને તેમને મદદ કરો.
૪) વાસ્તવિકતાથી ભાગો નહી
તમે જો એકલા હો તો દિવસે સ્વપ્ના નહી જુઓ, વધારે સમય માટે સુવો નહી, અથવા વધારે સમય માટે ટીવી નહી જુઓ. ઘણા સમય માટે સુવુ તે તંત્રથી ભાગવુ છે. આપણે પોતાના કરેલા પાપથી, જવાબદારીથી, નિષ્ફળતાથી અને નિરાશાથી ભાગીએ છીએ. દારૂ ઉપર નહી જાવ તે પરિસ્થિતીને બગાડે છે.
૫) આનંદમાં રહેવાનુ પસંદ કરો
એકલાપણુ ઉદાસિનતા અને દુખનુ કારણ છે. દુખી પરિસ્થિતીની સામે સીધા લડો, ભલે આવી પરિસ્થિતી હોય તો પણ સુખી રહેવા પ્રયત્ન કરો. તમે પોતાને કહો કે દુખ વસ્તુઓને સુધારી નહી શકે, તે વસ્તુઓને બગાડે છે. એટલે આનંદમાં રહેવાનુ પસંદ કરો. તમારી સમસ્યાઓ વિષે બોલીને ઉદાસિનતાને લડત આપો. જો દારૂડીયા તેમના દારૂ પીવા ઉપર નિયંત્રણ લાવવા માટે એક સમુદાયને જોડાઈ શકે તો તમે સમુદાયને જોડાવ અને તમારી ઉદાસિનતા ઉપર નિયંત્રણ કરી શકો છો. લોકો સાથે, પરામર્શક સાથે વાતો કરો જેનાથી આશાવાદનો એક દૃષ્ટીકોણ મેળવશો.
૬) સારા વિચારોને ભેગા કરો
જો તમે એકલા હોય તો સારૂ સંગીત સાંભળો, પ્રેરણાત્મક વિચારો વાંચો, ટુચકા, કવિતા અને સાહિત્યના કામો વાચો. એક પુસ્તકાલયમાં જોડાવ, સારા પુસ્તકો વાંચો, બની શકે તો, જો તમને વાંચવામાં તકલીફ પડતી હોય તો બીજુ કોઇ તમારા માટે વાંચશે. તમે પુસ્તકોની દુકાનમાં જઈ શકો છો અને થોડા સમય માટે browse કરી શકો છો.
૭) એક સામાજીક સમુદાયને જોડાવ
આજે ત્યાં ઘણા બધા સમુદાયો છે. તમારા સમાજમાંથી ઘણા બધા સામાજીક સમુદાયમાંથી એકમાં તમે જોડાવ. વરિષ્ઠ નાગરિકોની બેઠકમાં નિયમિત રૂપે જાવ અને નવા લોકોને મળો. ત્યા ઘણા બધા વ્યક્તિઓએને તમે મળશો જે જુદાજુદા પ્રકારના સામાજીક સમારોહમાં સમાવિષ્ટ છે. જેમાં તમને રસ હોય તેવા એક અથવા વધારે સમુદાયને જોડાવ. તમારા ઘરની નજીકના એક બગીચામાં જાવ, જ્યા ઘણા બધા વરિષ્ઠો "ફરવા" આવે છે. હવે ઘણા શહેરોમાં હસવાના સમુદાયો છે.
૮) પુજા કરવાની જગ્યા ઉપર જાવ
તમે જો એકલા હોય તો આ જગ્યા ઘણા વરિષ્ઠોને આકર્ષે છે અને હવે આ સમય છે જ્યારે તમે ભગવાનને સમર્પિત કરી શકો છો. જીવનના બધા કર્તવ્યો અને ફરજો પુરી થઈ છે. આ સમય છે જ્યારે તમારા માટે તમે શાંતી અને નિર્મળતા માટે કામ કરો.
વિચાર કરો, લોકો માટે વિચાર કરો, આજુબાજુ વિચારો, જીવનની બધી રોમાંચક વસ્તુઓ માટે અને પોતાના માટે વધુ પડતુ વિચારવાથી દુર રહો, અને તમારી એકલાપણાની સમસ્યા ગુમ થઈ જશે.
Sunday, Apr 11th
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English