- કાંદા (ડુંગળી)નો રસ ૧/૪ કપ, ૧ ટેબલ્સ્પૂન મધ અને ૧/૮ ભાગ મરીના ભૂકાનું મિશ્રણ કરીને લેવું.
- જેઠીમધ અને આદુનો કવાથ બનાવો. એક કપ પાણીમાં ૧/૨ ચમચો કવાથ નાખીને લેવું.
- લસણનો રસ કાઢી ૧૦/૧૫ ટીપા નવશેકા પાણીમાં નાખીને લેવું.
- દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દિવાની જયોત પર ગરમ કરી પછી તેને છોલીને મરીનો ભુકો ઉપર ભભાવીને ખાવાથી આરામ થાય છે.
- ઘી સાથે દળેલી હળદ ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી આરામ થાય છે.
- બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત મળે છે.
- રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
- હળદ, મીરી અને અળદ એ ત્રણેને અંગાલા પર નાંખી ઘુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
- દસ પંદર લવીંગ ચાવીતે તેનો રસ ગળવાથી દમ મટે છે.
- એલચી, ખજુર અને દ્રાક્ષ મધ સાથે ચાટવાથી દમ મટે છે.
- રોજ થોડી ખજુર ખાઇ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
- બે ત્રણ સુકા અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે. અને દમ મટે છે.
- નાગવેલના પાનમાં રતીભાર જેટલી ફુલવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
- અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
- પંદર વીસ મીરી વાટી મધ સાથે રોજ ચાટવાથી દમ મટે છે.
- તુલસીનો રસ ૩ ગ્રામ. આદુનો રસ ૩ ગ્રામ. અને એક ચમચી મધ સાથે લેવાથી દમ મટે છે.
- તુલસીનો રસ ૧૦ ગ્રામ અને પાંચ ગ્રામ મધ ભેગું કી લેવાથી દમ મટે છે.
- ફુલવેલી ફટકડી અને સાક સરખે ભાગે લઈ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલી ફાકવાથી દમ મટે છે.
Monday, Mar 08th
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English