કેટલાક બાળકોને કોઇ વાર ગુસ્સો - લાગણીનો વિસ્ફોટ નથી થતો, જ્યારે બીજાઓને ૪૦ વર્ષની ઉમર સુધી થાય છે. માતાપિતા પાસે એક અવસર છે જ્યારે તેના તરુણ બાળકોને ગુસ્સાથી બચવાના યોગ્ય રસ્તાઓનો સામનો કરતા શીખવાડે છે.
ગુસ્સો સમજવો
ગુસ્સો એક સામાન્ય લાગણી છે, જેનો આપણે જીવનભર અનુભવ કરીએ છીએ. લક્ષ આપણુ ગુસ્સાને નાબુદ કરવાનુ નથી પણ નિરોગી રસ્તાઓનો સામનો કરતા શીખવાનુ અને લાગણી વ્યક્ત કરવાનુ છે. એક શિશુ દુનિયામાં આવ્યા પછી ગુસ્સાની ક્ષણો સ્પષ્ટ રીતે દર્શાવે છે. જોરથી ચીસો પાડીને, ઘૂંઆપૂંઆ થઈને, મુઠ્ઠી બંધ કરીને અને ચહેરો લાલ કરીને તમને બતાવે છે કે તે નવી દુનિયાની ગોઠવણ સાથે ખુશ નથી.
જે વખતે તે ચાલવાનુ શિખવાના વર્ષોના તબક્કામાં દાખલ થાય છે, તે કદાચ તેનો ગુસ્સો બતાવવા લાગણીના વિસ્ફોટનો ઉપયોગ કરે છે. શાળાએ જતા પહેલા બાળકો નવી ઘડેલી શબ્દકોષનો ઉપયોગ તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે કરે છે. ભાવનાઓના વિસ્ફોટો કરીને જેવા કે " તમે હવે મારા મિત્ર નથી" અથવા "હું તમને ધિક્કારૂ છુ." આવા અનુભવો સુખદ હોતા નથી પણ બાળકના પ્રારંભિક વર્ષો દરમ્યાન તે એક સાધારણ વિકાસનો ભાગ છે. જીવનના પહેલા પાંચ થી છ વર્ષો દરમ્યાન તમારા બાળકનો ક્રોધની સાથેનો અનુભવ સારી પેઠે પોતાના માટે અથવા પોતાના ભવિષ્ય માટે એક ઉચિત રસ્તાથી ક્રોધને સંભાળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.
ગુસ્સાના કારણો
ધ્યાન દોરવા માટે
કેટલાક બાળકો તેમના તરફ ધ્યાન ખેચવા માટે ગુસ્સાને એક માધ્યમ તરીકે વાપરે છે. બધા બાળકોને તેમના તરફ ધ્યાન દોરાવવાની ઇચ્છા હોય છે પણ કેટલાકને બીજા કરતા વધારે જરૂર હોય છે અને તેઓને તે મળે નહી ત્યાં સુધી ઘણા નારાજ રહે છે. એક વાર તેમને ખબર પડે કે આ પદ્ધતી પ્રતિક્રિયા લાવે છે, ત્યાં સુધી તેને વાપરવાનુ ચાલુ રાખશે ભલે તેનુ ધ્યાન નકારાત્મક હોય.
પોતાનો માર્ગ મેળવો
ગુસ્સાનુ સૌથી સામાન્ય કારણમાંથી એક છે જ્યારે આપણને જોતુ હોય તે મળે નહી. આ ચાલુ થાય છે જ્યારે બાળકો વધારે પડતા થાકી ગયા હોય છે અથવા વધારે પ્રેરિત હોય છે. તેમની સામે જોર નથી તેના ઉપરનુ નિયંત્રણ કરવા માટે કે તેમની ભાવનાઓને કેવી રીતે વ્યક્ત કરે.
અનિશ્ચિત પરિસ્થિતીઓ
બીજુ સામાન્ય ગુસ્સાનુ કારણ બાળક માટે આવી પરિસ્થિતીમાં અનિશ્ચિત હોવુ છે. આ બાળક માટે સામાન્ય અને નિરોગી છે કે તેઓ તેમને આપેલ સીમાનુ પરિક્ષણ કરે. તે એટલા માટે કરે છે એ જાણવા કે આ સીમાઓ સાચી અને વિશ્વસનીય છે. માતાપિતા બાળકને નમીને બતાવશે કે તેમની વર્તણુકને ચકાસવી તે તેમની માંગોને પુરી કરવાનો સફળ માર્ગ છે. બાળકો તેમનુ સ્વાતંત્ર અને સ્વતંત્રતાનો પ્રયોગ કરી શકશે તેમની સીમાઓની પસંદગી કરીને. તે કોઇ વાર તમને નિયમો આપવાનુ નહી કહે પણ નિયમો અનિયંત્રિત દુનિયામાં વ્યવસ્થા અને સલામતી લાવશે.
ઉદાહરણ દ્વારા ગુસ્સો
જ્યારે બાળકો વયસ્કરને તેમનો ગુસ્સો વિનાશકારી રીતથી વ્યક્ત કરતા જુએ છે, ત્યારે તેઓ પણ એવુ કરવાની સંભાવના ધરાવે છે.
કુંટુંબના મુદ્દાઓ
પરિસ્થિતીઓ જે બાળકોની નિયંત્રણની મર્યાદાની બહાર છે, જેવી કે તેમના માતાપિતાના છુટાછેડા, તમે પ્રેમ કરતા હોય તેનુ મૃત્યુ, ગરીબી, માંદગી અથવા શારિરીક અથવા લૈંગિક ભ્રષ્ટ્રાચાર, ઉંડા ઝડ ક્રોધનુ કારણ બને છે, જે ઘણા રસ્તાઓને ઊઘાડે છે.
ગુસ્સાને વ્યક્ત કરવાની યોગ્ય પદ્ધતિઓ
તમે તમારા બાળકને ગુસ્સો બતાવવા ઉચિત અને પસંદ કરવા લાયક રસ્તાઓ શીખવી શકો છો. બધા બાળકોને તેમની ભાવનાઓને વ્યક્ત કરવા અને સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર છે.
માર્ગદર્શન કરો
જ્યારે તમારા બાળકને ક્રોધનો વિષ્ફોટ ચાલી રહ્યો છે, ત્યારે શાંતીથી તેને જાણકારી આપો કે તેને નિયંત્રિત કરવા શેની જરૂર છે, દા.ત. "હું સમજી શકુ છુ કે તું ગુસ્સામાં છે અને આપણે સિનેમા જોવા બહાર જઈ શકતા નથી પણ હું તારા ગુસ્સાને બતાવવા દીવાલ ઉપર લાત નહી મારવા દઊ અથવા તેને બદલે આપણે કોઇક મુશ્કેલીનો ઉકેલ લાવવા કામ કરીએ".
સીમાની મર્યાદા બાંધવા
એક નાની ઉમરથી સીમાઓ સ્થાપો અને એક ધારી રીતે પ્રકાશિત કરો. બાળકોને તેમની પ્રક્રીયા માટે યોગ્ય રીતે પરિણામની જરૂર છે. તમારા બાળકને સમજાવો કે ગુસ્સાને અયોગ્ય રીતે વ્યક્ત કરવાની રીતે જેવી કે લાગણીનો વિસ્ફોટવાળુ આચરણ અથવા વિનાશકારી વર્તણુક તેને ત્યા નહી લઈ જાય જે તે ઈચ્છે છે.
મક્કમતાથી ઉભા રહો
ગમે તેટલુ મુશ્કેલભર્યુ અથવા તણાવપૂર્ણ હોય પણ તેની નકારાત્મક વર્તણુકમાં જવા દેતા નહી. બાળકો શીખવા માટે બહુ હોશિયાર છે કે ગુસ્સાનો વિસ્ફોટ માતાપિતા ઉપર દબાવ લાવશે અને તેઓ સરળતાથી સમર્પણ કરશે. દા.ત. એક બાળકને ગુસ્સાનો આવેશ આવે છે કારણકે તેની માતા તેને ઓરડો સાફ કરવાનુ કહે છે. તેણી તેને તેના ઓરડામાં જવાનુ કહે છે. જ્યારે તે ઓરડામાં છે, ત્યારે તેણી આગળ વધીને તેણી પોતે ઓરડો સાફ કરે છે. આવી રીતે બાળક શીખે છે કે તેના ગુસ્સાનો વિસ્ફોટ તેને સાફ કરવા ઓરડામાંથી બાહર કાઢે છે. એક બરોબર પ્રતિક્રિયા તેના ઓરડામાં જવા મોકલશે જ્યા સુધી તેનો ઓરડો સાફ કરવાની ઇચ્છા ન થાય અને પછી તેની ઉદારતાથી પ્રશંસા કરે જ્યારે કામ પુરૂ થયુ હોય.
મધ્યમતાનો પ્રભાવ
ટેલીવીઝન, વિડીયોની રમતો, સિનેમા અને સંગીત જે અનિયંત્રિત ગુસ્સાને પ્રદર્શિત કરે અને જે શક્તિશાલી પ્રભાવ તમારા બાળક ઉપર પાડે છે, તેનાથી સુરક્ષિત રાખો. માધ્યમ ઘણીવાર બાળકોને બતાવે છે કે હિંસાના માધ્યમથી ઝગડાનો ઉકેલ થાય છે. આ બાળકોમાં બતાવે છે કે હિંસા એક ગુસ્સો બતાવવાનો સામાન્ય રસ્તો છે. તેમને સમજાવો કે હિંસાનો સ્વીકાર કેમ નથી.
વ્યવસાઈક મદદ લ્યો
જો તમારૂ બાળક તેનો મિજાજ ગુમાવીને તીવ્ર ગુસ્સાના ચિન્હો પ્રદર્શિત કરે, લાગણીના આવેશથી પ્રવૃત પ્રતિક્રિયા કરીને અને વિનાશકારી વર્તણુક બતાવીને તો તેણે એક સ્વાસ્થયના વ્યવસાઈકની મદદ લેવી જોઇએ. ઉપચારનુ સામાન્ય લક્ષ જેમાં ગુસ્સાનુ સંચાલન, ક્રિયા માટે જવાબદારીઓ અને પરિણામની સ્વીકૃતીનો સમાવેશ છે.
Monday, Jan 25th
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English