- જખમને સાબુ અને પાણીથી ધોઇને ૫ થી ૧૦ મિનિટ સુધી સાફ કરવો.
- લોહીને રોકવા માટે એક સાફ કપડુ જખમ ઉપર સીધુ દબાવીને રાખવુ.
- જખમ ઉપર મલમપટ્ટી કરીને દરદીને નજીકની ઇસ્પિતાલમાં અથવા ચિકિત્સક પાસે લઈ જવો.
ના, એ જોવામાં આવ્યુ છે કે આ પદાર્થો ફાયદાને બદલે વધારે નુકશાન કરે છે. સૌથી સારો વિમો ચેપની સામે એ છે કે સંપુર્ણ મલમપટ્ટી કરીને અથવા ૫ થી ૧૦ મિનિટના સમય માટે સાધારણ સાબુ અને નળના પાણીથી સાફ કરવો.
બરફથી ઊઝરડેલા અથવા કચરેલા ભાગ ઉપર ઘસવાથી શું પેશીજાલમાંથી લોહી પડવુ ઓછુ થઈ જશે?
હા, પણ એ યાદ રાખવુ જોઇએ કે બરફ ઘણી વાર સુધી લગાડવાથી નુકશાનમાં પરિણામશે. બરફ એક વાર ફક્ત ૨૦ મિનિટ સુધી લગાડવો જોઇએ અને તેટલા સમય માટે બંધ કરવો જોઇએ.