આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 01st

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાના સહાયક જુથના સભ્યો

અપંગતાના સહાયક જુથના સભ્યો - વિનય ફાટક.

Print PDF
Article Index
અપંગતાના સહાયક જુથના સભ્યો
રાજીવ ગ્રોવર.
વિનય ફાટક.
All Pages

વિનય ફાટક.
અપંગતા ઉપર વિન.વી.ફાટકનો લેખ.
મારો જન્મ એપ્રિલ ૩, ૧૯૬૪માં કરોડરજ્જુની વિકૃતિ સાથે થયો હતો. પણ આ હતુ, આની ખબર ઘણા વર્ષો પછી પડી. એક બાળકના રૂપમાં હું નવ મહીનાનો થયો ત્યારથી ચાલવા લાગ્યો. વિચિત્ર વસ્તુ એ હતી કે હું બહુ વ્હેલી ઉમરમાં ચાલવા લાગ્યો પણ હું નિયમિત રીતે પડતો, જે મારી ઉત્સુકતાને લીધે ચાલતો, જ્યારે હું ખરેખર ચાલવા માટે તૈયાર ન હતો. સાચી વાત એ હતી કે આનુ કારણ કોઇ સ્નાયુઓનો વિકાર છે, જેને લીધે હું અંતે પીડિત હતો જેનો કોઇએ વિચાર પણ ન કર્યો હોય.

મને કોઇ સ્પષ્ટ નબળાઈ અથવા ચાલવામાં મુશ્કેલી ન હતી, અને મને ઉઠવામાં પણ તકલીફ નહી પડતી. જેવો હું ઉંચો થવા લાગ્યો ત્યારે આ સમસ્યા હું ભુલી ગયો. હું હવે સરળતાથી પડતો નહી અને આ વાત મેં બંધ કરી નાખી. પણ આ સમસ્યા મને નિશ્ચિત રીતે ચાલુ રહી - હું સરળતાથી પલાઠી વાળીને બેસી શકતો નહી અને તે પરિસ્થિતીમાંથી ઉભો થઈ શકતો નહી. મારા પગની ઘુટી પણ નબળી થઈ ગઈ હતી અને એને લીધે રમતગમતમાં પણ ભાગ લઈ શકતો નહી જેમાં ઝડપી પ્રતિક્રિયા સંબધિત છે. ડૉક્ટરો અને મિત્રો જેવા એવો વિચાર કરતા કે આ કિસ્સો સાદી આળસનો છે અને તેને કાંઈ પણ કરી નહી શકાય. એટલે મેં પ્રવૃતીઓ ચાલુ કરી જેમાં જોમ લગાડવાને આધારીત છે, જેવા કે પર્વતારોહણ, પહાડ ચડવો અને લાંબી દોડ લગાવવી. આવી બધી મુશ્કેલીઓ હોવા છતા તેણે આવી પ્રવૃતીઓમાં ઝંપલાવ્યુ જેમાં તેને આરામ મળતો. હું સ્કાઉટનો છોકરો હતો અને સારો ગોળો ફેકનાર હતો. વધારામાં મને નાટ્યભુમીમાં વધારે રસ હતો.

હું મારી આખી જીંદગી બહુ જ દુબળો હતો લગભગ ૧૨ વર્ષો સુધી, અને પછી અચાનક મેં વજન વધારવાનુ ચાલુ થયુ અને હું ઉંચો પણ હતો. મારૂ જીવન સતત ઉંચી જાતનુ કિશોરપણુ, છોકરીઓ સાથે ફરવુ અને મેજબાનીમાં હંમેશા પ્રગતી કરતુ હતુ. પણ ત્યાર પછી તરત જ સમસ્યાઓ દેખાવા લાગી. હું જ્યારે લગભગ ૧૮ વર્ષનો હતો ત્યારે એક દિવસ મેં જાણ્યુ કે હું કુદી નથી શકતો.

આનુ કારણ મારા વજનને (૧૮૦ પાંઉડ) લીધે હતુ અને એટલે મેં તે ઓછુ કરવા જાણીબુજીને પ્રયત્ન કર્યો. પણ આ સમસ્યા દુર જ નહી ગઈ. હકીકતમાં તે પરિસ્થિતી વધારે બગડતી ગઈ અને ટેબલ ટેનિસ અથવા બેડમિન્ટન રમ્યા પછી હું બહુ જલ્દી થાકી જતો. જ્યારે હું મારી B.Sc (Physics) ની છેલ્લી પરિક્ષા આપતો હતો ત્યારે મને સુક્ષ્મ જંતુ દ્વારા તાવ (જે સામાન્ય રીતે માનવામાં આવે છે) આવ્યો જે ૧૦૫ ડીગ્રી ફેરનહાઈટ ૩ થી ૪ દિવસ સુધી રહ્યો અને પછી ચાલ્યો ગયો. આને લીધે ૭ દિવસોમાં મારૂ વજન ૨૦ પાંઉડ ઓછુ થઈ ગયુ અને પછી મારા પગમાં વિશિષ્ટ રૂપે નબળાઈ આવી અને ખાસ કરીને પીંડીના સ્નાયુઓમાં. આ બિંદુ ઉપર મારી નીચે જવાની યાત્રા ખરેખર ચાલુ થઈ.

મને ૨૦ વર્ષની ઉમરે કમરપટ્ટાના અવયવના સ્નાયુઓને સદોષ આહાર (LGMD)નુ નિદાન થયુ. અહિયા હું મારી માતાનો આભાર માનુ છુ. ( જે એક ખરેખર અજ્ઞાત પરોપકારી વ્યક્તિ હતી, તેણીએ મને થોડા વિશ્વાસ સાથે આગળ જોવાનુ બતાવ્યુ). તે જાણતી હતી કે તેનો દિકરો એક દિવસ પૈડાવાળી ખુરશી ઉપર દેખાશે, તેણી બીજી બાજુ જોતી હતી, જ્યારે હું રાતની મેજબાનીમાં જતો, મેં સંબધો રાખ્યા અને પીવાનુ ચાલુ કર્યુ. મને અંતિમ પરિણામની ખબર હતી. હું ગળાડુબ જીંદગીનો આનંદ લુટવા માંડ્યો, જેવુ મને રજુ કરવામાં આવ્યુ હતુ. જીંદગીની વિવિધતા જોવા માટે મેં ઝડપથી વચલા ગાળામાં નોકરીઓ બદલાવાની શરૂ કરી અને કેટલાક મિત્રોને આનાથી શોક લાગ્યો.(તેમને મારા LGMD વિષે ખબર ન હતી). મેં એક શેરના દલાલના કર્મચારી, વિમાનો આડતિયો, નાણાના રોકાણનુ પૃથક્કરણ કરનાર, ખાતાના સંચાલક, EDP નો વડો, કંપનીનો વ્યવસ્થાપક, ખરીદી અને ઉઘરાણી કરવાનુ, મરઘાના ચારોનુ નિર્માતાનો સંપુર્ણ જવાબદારનુ કામ કર્યુ. વર્તમાનની મારી શારિરીક પરિસ્થિતીએ મને મારી છેલ્લી નોકરીમાં રાજીનામુ આપવા મજબુર કર્યો, જ્યાં હું એક પૂણેના પ્રમુખ શેર બઝારમાં સંચાલક હતો. હું વર્તમાનમાં ઈન્ટરનેટની સેવા, મારી કંપનીના માધ્યમથી “Plus Systems” ચાલુ કરીને તેમાં સામિલ છુ.

જેમને આમાં અભિરૂચી હોય તેમણે વિનયનો contact@aarogya.com ઉપર સંપર્ક સાધવો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us