આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Jul 04th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર

અધ્યતન સમાચાર

મિતલીમાં ભેદી રોગચાળો ૧૨૮ કેસ નોંધાતા ફફડાટ

Print PDF
તંત્રની આડોડાઈ : એસ.ટી.વ્યવહાર બંધ કરી દીધો: વીજપુરવઠો ખોરવાઈ ગયો : પાણી પુરવઠો બંધ થઈ ગયો
મિતલીમાં ભેદી રોગચાળો ૧૨૮ કેસ નોંધાતા ફફડાટ
ખંભાતના છેવાડાના અંતિમ ગમ મિતલીમાં ૩૪૦૦ની વસ્તી માટે એક સપ્તાહથી પાણી પુરવઠો બ઼ધ થઈ જતાં, એસ.ટી.વ્યવહાર બંધ થઈ જતાં લોકોમાં રોષ ફેલાયો છે. જ્યારે ભેદી રોગચાળો ફેલાતાં અંધાધૂધી ફેલાઇ છે.

મિતલીના અગ્રણી અને ભૂતપૂર્વ સરપંચ મદારસંગ રાઠોડે જણાવ્યું હતું કે ગામમાં ચોતર ગંદકી અને ઉપરવાસના પાણી ભરાઈ રહ્યાં હોઈ ડેન્ગ્યૂ જેવા મચ્છર ઉદભવ્યા છે. પાણીનો પ્રશ્ન પણ બિમારી માટે જવાબદાર છે. આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ પગલાં ન ભરવામાં આવતાં અમારે ના છુટકે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડયો છે.

હાલમાં ગામમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા હોઇ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મિતલી ગામમાં આરોગ્ય, વીજ નિગમ, પાણી પુરવઠા બોર્ડ, એસ.ટી. નિગમ તેમજ પંચાયત (ગ્રામ) દ્વારા બેદરકારી દાખવવામાં આવતાં હાલ તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ગામમાં ૧પ વર્ષથી નીચેના ૩૩ જેટલા બાળકો અને ૩૧ જેટલી મહિલાઓ ગંભીર બિમારીમાં સપડાઈ ગઈ છે.

તાલુકા પંચાયતના સભ્યરણછોડભાઇ રોહુભાઇ જાદવે જણાવ્યું હતું કે, ગામમાંથી દર્દીઓને લઈ જવા માટે એસ.ટી. વ્યવહાર બંધ કરાતાં ટ્રેક્ટરો તથા ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.

Read more...

Page 13 of 14

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us