આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Jul 04th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર

અધ્યતન સમાચાર

ચામડીના કેન્સરના સચોટ નિદાન માટે સરળ ટેસ્ટનું સંશોધન

Print PDF
લંડન, તા. ૨૪
કોઈ વ્યક્તિને સ્કીન કેન્સરના ચિન્હો હોય. તો તે સ્કીન કેન્સરનો ભોગ બન્યો છે કે નહીં તે જાણવા ડૉક્ટરોએ સરળ ટેસ્ટ વિકસાવ્યો છે. આ ટેસ્ટ કરાવવા તમારે લેબોરેટરીની મુલાકાતે જવાની જરુર નથી. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમે ઘર બેઠા ૪૦ પાઉન્ડ ફી ભરીને આ પરીક્ષણ કરાવી શકો છે. ડબ્લીન યુનીવર્સિટી અને મોસ્કો યુનીવર્સિટીના વૈજ્ઞાાનિકોએ આ ટેસ્ટ વિકસાવ્યો છે.

શરીર પરના તલ કે મસાના રંગ અને કદમાં અસાધરણ ફેરફાર થાય તો સમયસર ચેતવાની ડૉક્ટરોની સલાહ
તમારી ચામડીમાં તલ, લાખુ, અથવા અન્ય કોઈ ગાંઠ થઈ હોય, જેનો આકાર બદલાતો હોય, તો તમારે તેના ફોટા એક ખાસ વેબસાઈટ પર મોકલીને એક દિવસની અંદર ટેસ્ટનું પરિણામ મેળવી શકો છો. જે રીતે ટ્રાફિક સીગ્નલ લાઈટ ત્રણ પ્રકારની હોય છે. તે જ રીતે આ ટેસ્ટના પરિણામમાં ત્રણ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વેબસાઈટ પર લીલો રંગ દર્શાવવામાં આવે તો સમજવું કે તમારો તલ નુકસાનકારક નથી. જો પીળો રંગ દેખાય, તો સમજવું કે તમને કદાચ કેન્સર છે. લાલ રંગનો અર્થ છે કે કેન્સર આગલા તબક્કામાં પહોંચી ગયો હોવાની સંભાવના છે.

લંડન કેન્સર સેન્ટર સાથે સંકળાયેલા ચામડી-સ્પેશિયાલીસ્ટ ડૉ. રીનો સેરીઓએ કહ્યું કે, ''નિષ્ણાંત ડૉક્ટરોની સલાહ તો લેવાની જ રહે છે, પણ લોકો પોતાના ઘરની ચાર દીવાલો વચ્ચે પોતાના તલ, મસા ખાનગીમાં ચેક કરી શકે છે. જો વેબસાઈટમાં લાલ અથવા પીળી લાઈટ જોવા મળે, તો દર્દીઓ તરત જ નિષ્ણાંત પાસે જઈ શકે છે.'' ફક્ત બ્રિટનમાં જ દર વર્ષે ૧૦,૩૦૦થી વધુ દર્દીઓ સ્કીન કેન્સરથી પીડાતા હોય છે. જો મેલાનોમાં નામના આ કેન્સરની જાણકારી સમયસર મળી જાય, તો દર્દીઓને ઘણો લાભ થઈ શકે છે.

સંભવિત દર્દીઓના તલ, લાખ, અથવા મસાના આકાર બદલાઈ શકે છે, અને તેનો રંગ ગાઢ થઈ શકે છે, અને કદ વધી શકે છે. સામાન્ય રીતે જો કેન્સરની ગાંઠ અંગેની જાણકારી વહેલી મળી જાય, તો સર્જરી દ્વારા દર્દીને સાજો કરી શકાય છે પણ જો કેન્સર અન્ય અંગોમાં ફેલાય, તો દર્દીને સાજા કરવાની તક ઘણી ઓછી હોય છે. એકવાર કેન્સર હોવાનું નિદાન થાય, તે પછીના પાંચ વર્ષ પછી સામાન્ય રીતે ફક્ત પાંચ ટકા દર્દીઓ જીવીત રહેતા હોય છે. આર્યલેન્ડની ડબ્લીન યુનિવર્સિટી અને રશિયાની મોસ્કો યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ આ ટેસ્ટ તૈયાર કર્યો છે. કેન્સર ધરાવતા તલ અને કેન્સર નહીં ધરાવતા તલના ૩૦૦થી વધુ વધુ ફોટાનો પરીક્ષણ માટે સંગ્રહ કરવામાં આવ્યો છે. દર્દી જે ફોટા મોકલે તેને આ ફોટાઓ સાથે સરખાવી લાલ, લીલી, પીળી, લાઈટ ઝબકી ઉઠે છે, અને દર્દીને પોતાની અવસ્થાની જાણ થઈ શકે છે.

Read more...

Page 11 of 14

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us