આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર

અધ્યતન સમાચાર

મોબાઇલ: ઘાતક રોગોનું કારખાનું

Print PDF
મોબાઇલ: ઘાતક રોગોનું કારખાનું
વિશ્વભરમાં મોબાઇલના ૪.૬ અબજ ગ્રાહકો છે તથા હાલ, આ ઉદ્યોગ ૩ ખરબ ડોલરનો બિઝનેસ ધરાવે છે. આવો ધિકતો ધંધો બચાવવા માટે મોબાઇલના ખતરાને ઢાંકવાની કોશિશ કરવામાં આવી રહી છે. બાકી, વૈજ્ઞાનિકોએ કરેલા દાવા અનુસાર મોબાઇલ ફોન અનેક ઘાતક રોગોનું કારખાનું છે.

અમેરિકાના વિખ્યાત વૈજ્ઞાનિક તથા ટોચના એપિડેમિયોલોજિસ્ટ ડેવરા ડેવીએ કહ્યું કે, મોબાઇલ ફોનમાંથી સતત રેડિયો તરંગો પ્રસારિત થતા રહે છે. આ તરંગો આરોગ્ય માટે જટિલ સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેણે કહ્યું કે, મોબાઇલમાં સતત વાતચીત કરવાને લીધે બ્રેઇન કેન્સર થવાનું જોખમ રહે છે.

નપુંસકતાનો ખતરો
સંશોધકોએ કહ્યું કે, રોજ ચાર કલાક મોબાઇલ પેન્ટના ખિસ્સામાં રાખવાથી પુરુષોના શુક્રાણુઓની સંખ્યા સામાન્ય કરતા લગભગ અડધી થઇ જાય છે.

સિગારેટની જેમ સેલફોન પર પણ ચેતવણી લખવી જોઇએ
ડો. ડેવિસે કહ્યું કે, સિગારેટ અથવા તમાકુની કોઇ પણ પ્રોડકટ પર તેના ખતરા સામે સ્પષ્ટ ચેતવણી લખવામાં આવે છે. મોબાઇલ ફોનની બાબતમાં પણ આ પગલું ઊઠાવવાની જરૂર છે.

બાળકો માટે વધારે ખતરારૂપ
આજકાલ નાના નાના બાળકો પણ પોતાનો પર્સનલ મોબાઇલ ફોન રાખતા થઇ ગયા છે. આવી સ્થિતિમાં મોબાઇલની રેડિયો ફ્રિકવન્સીને લીધે બાળકોનું આરોગ્ય જોખમાય છે તથા તેઓને વિકાસ સંબંધિત સમસ્યા પણ ઊભી થાય છે.

Read more...

Page 10 of 14

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us